Jamnagar : શહેરમાં ફરી વીજકાપ, બે દિવસ અલગ-અલગ વિસ્તારોમાં વીજકાપ

|

May 19, 2022 | 11:36 AM

આજે ગુરુવારે બેડીગેઇટ, પંચેશ્વર ટાવર સહિતના વિસ્તારોમાં વીજકાપ લાદવામાં આવ્યો છે, જ્યારે આવતીકાલે શુક્રવારે 132 કે.વી. નાઘેડી સબ સ્ટેશનમાંથી નીકળતા જુદા જુદા આઠ જેટલા વિસ્તારોમાં વીજકાપ (Power Cut) લાદવામાં આવ્યો છે.

Jamnagar : શહેરમાં ફરી વીજકાપ, બે દિવસ અલગ-અલગ વિસ્તારોમાં વીજકાપ
જામનગરમાં વિવિધ વિસ્તારોમાં વીજકાપ

Follow us on

Jamnagar News: જામનગરમાં પંચેશ્વર ટાવર- ટાઉનહોલ સહિતના વિસ્તારોમાં આજે વીજ કાપ લાદવામાં આવ્યો છે. શુક્રવારે નાઘેડીના 132 કે.વી. ફીડરમાંથી નીકળતા 8 જેટલા ફીડરમાં બપોર સુધી રહેશે વીજકાપ. જામનગર શહેરમાં છેલ્લા એક સપ્તાહથી વીજતંત્ર દ્વારા પ્રિમોન્સુન કામગીરી ને લઇને જુદા જુદા વિસ્તારોમાં વીજકાપ લાદવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે આજે ગુરુવારે બેડીગેઇટ, પંચેશ્વર ટાવર સહિતના વિસ્તારોમાં વીજકાપ (Power Cut) લાદવામાં આવ્યો છે, જ્યારે આવતીકાલે શુક્રવારે 132 કે.વી. નાઘેડી સબ સ્ટેશનમાંથી નીકળતા જુદા જુદા આઠ જેટલા વિસ્તારોમાં વીજકાપ લાદવામાં આવ્યો છે. જેથી જામનગર શહેરના 30 ટકા એરિયામાં આવતીકાલે સવારે સાત વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી વીજકાપ રહેશે.

સવારે 8 થી 2 સુધી વીજકાપ

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં જેટકો કંપની દ્વારા પ્રિમોન્સુન કામગીરી ના ભાગરૂપે એક સપ્તાહથી જુદા જુદા વિસ્તારોમાં વીજકાપ લાદવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે આજે જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તાર, બેડી ગેટ, જયશ્રી ટોકીઝ વાળો વિસ્તાર, નવાનગર સ્કૂલ આસપાસ નો એરિયા, ઉપરાંત ટાઉનહોલ, ખાદી ભંડાર, પંજાબ બેંક, દયારામ લાઇબ્રેરી, સજુબા સ્કૂલ, કડીયાવાડ, રણજીત રોડ વગેરે વિસ્તારોમાં સવારે 7.00 વાગ્યાથી લઈને બપોરે 2.00 વાગ્યા સુધી પ્રિમોન્સુન કામગીરીને લઇને વીજકાપ રહેશે.

આ ઉપરાંત શુક્રવાર તારીખ 20/05/2022 ના દિવસે જેટકો કંપની દ્વારા નાઘેડીના 132 કે.વી. સબ સ્ટેશન માંથી નીકળતા તમામ ઇલેવન કેવીના ફિડરોમાં વીજ પુરવઠો પુરો પાડવામાં આવતો હોય તેવા વિસ્તારોમાં પણ સવારે સાત વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી શટડાઉન રાખવામાં આવ્યું છે, અને વીજકાપ રહેશે. જેમાં બાલાજી પાર્ક ફીડર, સમર્પણ ફીડર, વુલન મિલ ફીડર, પાવર હાઉસ ફીડર, મેહુલ ફીડર, નીલકમલ ફીડર, મયુર પાર્ક ફીડર, તેમજ યાદવ નગર ફીડર ના વિસ્તારોનો સમાવેશ થાય છે. જામનગર શહેરના 30 ટકા જેટલા વિસ્તારોમાં શુક્રવારે વીજકાપ રહેશે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

એક તરફ ગરમી તો બીજી તરફ વીજ કાપથી હાલત કફોડી

એક તરફ ગરમીનુ પ્રમાણ વધરે ત્યારે દિવસભર વીજકાપથી સ્થાનિકો પરેશાન થયા છે. હાલ પ્રીમોન્સુનની કામગીરી માટે વીજકાપ અલગ-અલગ વિસ્તારોમાં લાગુ પાડવામાં આવે છે. ત્યારે ગરમીના વેકેશનમાં નાના-બાળકો, વૃધ્ધો સહીત વીજળી વગર ગરમીના કારણે મુશકેલી અનુભવે છે. ગત સપ્તાહમાં વીજકાપના નામે શહેરના અડધા વિસ્તારોમાં વીજ ગુલ થઈ હતી. ફરી અન્ય વિસ્તારોમાં વીજળી ગુલ થતા બે દિવસ અલગ-અલગ વિસ્તારોના લોકો પરેશાનનો સામનો કરશે.

Next Article