Jamnagar : ખેડૂતોની પૂરતી વીજળીની માંગના પગલે ઉદ્યોગકારોની ચિંતા વધી, ઉદ્યોગોમાં વીજકાપ ન મુકવા અપીલ

રાજ્યમાં વીજ સંકટને લઈ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, રાજ્યમાં ખેડૂતોને 6 કલાક વીજળી મળતી થશે. જો જરૂર પડશે તો ઉદ્યોગોની વિજળી કાપીને ખેડૂતોને વિજળી મળશે. જોકે ખેડૂતોના સવાલોથી અને ઊર્જામંત્રીની આ ખાતરીથી ઉદ્યોગકારોની ચિંતા વધી ગઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2022 | 7:17 PM

ગુજરાતમાં(Gujarat)  ખેડૂતોને પૂરતી વીજળી આપવામાં ઉદ્યોગો (Industries) પર વીજ કાપનો(Power Cut) ખતરો ભમી રહ્યો છે. જેમાં ખેડૂતોએ જ એ સવાલ ઉઠાવ્યો છે કે તેમને વીજ કાપ અને ઉદ્યોગોને પૂરતી વીજળી કેમ જેની સામે ઉદ્યોગકારો હવે પાણી પહેલાં પાળ બાંધી રહ્યા છે.જામનગરમાં નાના મોટા 9 હજાર જેટલા બ્રાસના કારખાના આવેલા છે.આ ઉદ્યોગકારોનું કહેવું છે કે જો તેમની પર વીજકાપ આવશે તો તેનાથી ઉધોગને પડ્યા પર પાટુ સમાન બનશે. આ તરફ સુરતના વિવર્સ અને ટેકસટાઇલ એસોસિએશનના આગેવાનોનું પણ એ જ કહેવું છે કે, ખેડૂતો અન્નદાતા છે તેમને વીજળી મળવી જ જોઈએ પરંતુ ઉદ્યોગોના ભોગે નહી. કારણ કે જો ઉદ્યોગોની વીજળી કપાશે તો બેરોજગારી અને ભૂખમરા જેવા પ્રશ્નો ઉભા થશે.

ઊર્જામંત્રીની આ ખાતરીથી ઉદ્યોગકારોની ચિંતા વધી

રાજ્યમાં વીજ સંકટને લઈ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, રાજ્યમાં ખેડૂતોને 6 કલાક વીજળી મળતી થશે. જો જરૂર પડશે તો ઉદ્યોગોની વિજળી કાપીને ખેડૂતોને વિજળી મળશે. જોકે ખેડૂતોના સવાલોથી અને ઊર્જામંત્રીની આ ખાતરીથી ઉદ્યોગકારોની ચિંતા વધી ગઈ છે.કેમકે જો ખેડૂતોને વીજળી પૂરી આપવામાં તેમના પર પણ વીજકાપ આવી શકે છે. જેને પગલે ઉદ્યોગકારો સરકારને વીજ કાપ ન મૂકવા અપીલ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Gujarat માં હેરીટેજ પોલિસી પોર્ટલનું લોકાર્પણ, પ્રવાસનના વિકાસ માટે 451 કરોડના એમઓયુ કરાયા

આ પણ વાંચો : Ahmedabad : ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ પરીક્ષાની બેઠક વ્યવસ્થા રવિવારે સાંજે 4 થી 6 માં જોઈ શકશે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">