જામનગર (JAMNAGAR) મહાનગર પાલિકાના (Corporation)વિપક્ષના નેતા દ્વારા કમીશ્નરને પત્ર લખીને ટેન્ડરથી થતા કામ અંગે આક્ષેપો કરવામાં આવ્યા છે. સાથે માગ વિજીલીયન્સ તપાસની માગ કરીને કડક પગલા લેવાની રજુઆત કરી છે. જામનગરમાં વિપક્ષના નેતા આનંદ રાઠોડએ ફરી એક પત્ર લખીને મહાનગર પાલિકામાં ટેન્ડરથી થતા કામ અંગે સવાલો ઉઠાવ્યા છે.
જામનગર મહાનગરપાલિકામાં અધિકારીઓ અને પદાધિકારીઓના પાપે થતા ભ્રષ્ટાચાર (Corruption)થતો હોવાનો ખુલ્લો આક્ષેપ વિપક્ષના (Opposition)નેતાએ પત્રમાં કર્યો છે. સાથે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે જામનગર મહાનગર પાલિકામાં દર વર્ષે સિવિલ વર્ક કે ભૂગર્ભ ગટર કે વોટર વર્કસના કામો બહાર પડે છે. તેની ટેન્ડર પ્રક્રિયા થતી હોય છે. છેલ્લા વર્ષોથી તે કામોના ભાવ આવતા હોય છે, તે કામોના ભાવ છેલ્લા કેટલા સમયથી 35 ટકા, 40 ટકા, 50 ટકા, 60 ટકા ડાઉન ભાવો આવે છે. જે ડાઉન ભાવો આવે છે.
તેનાથી મહાનગરપાલિકાને ફાયદો થવાનો હોય છે. પણ તેમાં એવું કશું નથી થતું માત્ર નાના કામો કે મોટા કામોના બીલ જ બનાવવામાં આવે છે. તેનું કારણ એ છે કે જો આટલા ટકા ડાઉન ભાવના ટેન્ડર ભરવામાં આવતા હોય છે, તો સિમેન્ટ, રેતી, પાઈપ, લોખંડ તથા મજુરી મોંઘવારી પ્રમાણે આવા ડાઉન ભાવ કઈ રીતે પોસાઈ શકે. સાઈટ ઇન્જિનીયર અને અમુક મોટા અધિકારીની મિલી ભગતથી આવા ડાઉન ભાવ વારા કોન્ટ્રાકટ રૂપિયા તૂટવાને બદલે કમાઈ છે. તેનું માત્રને માત્ર કારણ એ છે કે ખોટા બીલો બનાવવામાં આવે છે અને ટેન્ડરના નિયમ વિરુદ્ધ કામો કરતા હોય છે. તેમાં સાઈડ ઇજનેર તથા કોન્ટ્રાકટરના મોટા માનીતા ઇજનેર સામેલ હોય છે.
નિયમ વિરુદ્ધ કામને છાવરી લેવામાં આવે છે. મોટો ભ્રષ્ટાચાર થતો હોય છે. છતાં કમિશ્નર કે ડે.કમિશ્નરના ધ્યાને નથી આવતું. ખાસ કરીને જી.પી.એમ.સી.ના નિયમમાં 5 લાખોના ઉપરના કામમાં ટેન્ડર પ્રક્રિયા જવી જોઈએ, પરંતુ સ્ટે.કમિટીમાં 15 થી 20 લાખના કામ ટેન્ડરની પ્રક્રિયા વગર કામો આપી દેવાય છે. તેવા બનાવો કમિટીમાં કામો આપવામાં આવેલ છે. આરોપ મુકતા જણાવ્યું કે તે કોન્ટ્રાકટર મામા,માસીના હતા.અને હાલમાં જામનગર શહેરમાં એક-બે વર્ષ માં જ રોડ બનાવેલા છે. તે તૂટી ગયા છે.
મેન્ટેનશનના કામોમાં તો 30 થી 40 લાખનું વાર્ષિક ટેન્ડર કામ કરાવવાનું હોય છે. 365 દિવસ કામોમાં માત્ર મેન્ટેનન્સ 200 થી 250 દિવસ રોજ-બરોજના કામો ચાલુ હોય છે. એ કામો માટે માત્ર 2 થી 3 મજૂરોથી 30 લાખ જેવી રકમોના કામો વાર્ષિક પૂર્ણ કરી દેવામાં આવે છે.તો આમાં કેટલો ભ્રષ્ટાચાર થતો હશે ? તેવા સવાલો ઉઠાવ્યા છે.
આટલા ટકા ડાઉન ભાવોથી કોન્ટ્રાકટરો કામ કરવા તૈયાર હોય એની પાછળ કોઈ ભ્રષ્ટાચારને છાવરવા મોટું બહુ પરિબળ કામ કરી રહ્યું હોવાનો આરોપ લગાવ્યો. કોન્ટ્રાકટરોની છેલ્લા 5 થી 7 વર્ષની હિસ્ટ્રી ચેક કરવામાં આવે તો પદા અધિકારીઓના મામા,માસી,ના જ કોન્ટ્રાક્ટરો હોય છે. અથવા તો પાર્ટીના હોદેદારો કે વોર્ડ પ્રમુખો ના કે પછી ભાજપના કોર્પોરેટર કે પદા અધિકારીઓના લાગતા-વળગતા હોય છે. આવા ડાઉન ભાવોથી જે પાર્ટી કામ કરતી હોય તેની વિજીલન્સ તપાસ થવી જોઈએ. જેથી કરીને ભ્રષ્ટાચાર ન થાય.અને ઈમાનદારીથી કામ થાય, તેવી માંગ વિપક્ષના નેતાએ કરી છે.
આ પણ વાંચો : 12 રાજ્યની સાથે કચ્છની હસ્તકળાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ ભુજ હાટમાં 100 સ્ટોલમાં પ્રદર્શન
આ પણ વાંચો : રાજકોટ : ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ-લોકોમાં હત્યારા સામે ભારે રોષ, વેકરિયા પરિવારે કરી મૃત્યુદંડની માગ