Jamnagar : કોમર્શિયલ કોમ્પલેક્સના પાર્કિંગ બેઝમેન્ટમાં વરસાદી પાણી ભરાયા, રોગચાળાની ભીતિને લઇ બિલ્ડિંગ માલિકોને ફટકારાઇ નોટિસ

|

Jul 14, 2023 | 9:36 AM

જામનગર શહેરના મોટાભાગના કોમર્શિયલ કોમ્પલેક્સના પાર્કીગ બેઝમેન્ટમાં વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણીમાં મચ્છરની ઉત્પતિ થઈ શકે અને મચ્છરજન્ય રોગચાળો ફેલાઇ શકે છે. આ મામલે આરોગ્ય વિભાગ (health department) દ્વારા આવા બીલ્ડિંગના માલિકોને નોટિસ આપવામાં આવી છે.

Jamnagar : કોમર્શિયલ કોમ્પલેક્સના પાર્કિંગ બેઝમેન્ટમાં વરસાદી પાણી ભરાયા, રોગચાળાની ભીતિને લઇ બિલ્ડિંગ માલિકોને ફટકારાઇ નોટિસ

Follow us on

Jamnagar : જામનગર શહેરના ગત સપ્તાહમાં થયેલા વરસાદ (Rain) બાદ રોગચાળો (Epidemic) ફેલાવવાની ભીતી છે. શહેરના મોટાભાગના કોમર્શિયલ કોમ્પલેક્સના પાર્કીગ બેઝમેન્ટમાં વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણીમાં મચ્છરની ઉત્પતિ થઈ શકે અને મચ્છરજન્ય રોગચાળો ફેલાઇ શકે છે. આ મામલે આરોગ્ય વિભાગ (health department) દ્વારા આવા બીલ્ડિંગના માલિકોને નોટિસ આપવામાં આવી છે.

આ પણ વાંચો-Gujarat Weather Forecast : આજે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી, જુઓ Video

50 જેટલી બીલ્ડિગમાં વરસાદી પાણી ભરાયા

જામનગર શહેરમાં શનિવાર તથા રવિવાર બે દિવસ પડેલા વરસાદ બાદ કેટલીક જગ્યાએ વરસાદી પાણીની સમસ્યા ઓછી થઈ નથી. શહેરના કોમર્શીયલ બીલ્ડિંગના સેલરોમાં વરસાદી પાણી ભરાયા છે. જેનાથી શહેરમાં હવે મચ્છજન્ય રોગચાળો ફેલાઇ શકે છે. વરસાદ બાદ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આવી કોમર્શીયલ બીલ્ડિંગનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાં શહેરમાં 50 જેટલી બીલ્ડિગમાં વરસાદી પાણી ભરાયા હોવાનુ ખુલ્યુ છે. આ તમામ બીલ્ડીંગના માલિકોને આરોગ્ય વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે.

IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video
શિયાળામાં મગફળી સાથે ગોળનું સેવન કરવાથી જાણો શું થાય છે ?
પગમાં કાળો દોરો કેમ ન બાંધવો જોઈએ? જ્યોતિષે આપ્યુ આ કારણ
Avocado Benifits : એવોકાડોમાં ક્યું વિટામીન હોય છે, એવોકાડો ખાવાના ફાયદા શું છે?
મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો

બીલ્ડિંગના સેલરોમાંથી ભરાયેલા પાણીને દુર કરવા નોટિસ

બીલ્ડિંગના સેલરમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે અથવા તળાવની જેમ ભરાયેલ વરસાદી પાણીમાં બળેલા ઓઈલ કે દવાનો છંટકાવ કરવામાં આવે છે. જેથી આવા પાણીમાં મચ્છરોની ઉત્પત્તિ ના થાય. વરસાદી પાણીમાં મચ્છરોની ઉત્પતિ થઈ શકે. જેના કારણે મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે. રોગચાળો ફેલાય તે પહેલા જ આવી બીલ્ડિંગના સેલરોમાંથી ભરાયેલા પાણીને દુર કરવામાં આવે તેવી તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે.

નીચાણવાળા વિસ્તારમાં પણ ભરાયેલા છે પાણી

શહેરની કોમર્શીયલ કોમ્પલેક્સમાં તો વરસાદી પાણી ભરાયા છે. તો બીજી તરફ અનેક નિચાણવાળા વિસ્તારોમાં જયા વરસાદી પાણી ભરાયા હતા. તેવા વિસ્તારમાં ખુલ્લા કે કોમન પ્લોટ વિસ્તારમાં વરસાદી પાણી તળાવની જેમ ભરાયેલા છે. શહેરના ગુલાબનગર, મોહનનગર, યોગેશ્વરનગર, સીડીકેટ સોસાયટી, વૃંદાવન સોસાયટી, રાજમોતીનગર, સત્ય સાંઈનગર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા છે. તો કેટલીક સોસાયટી કે વિસ્તારોમાં ઉભરાતી ગટરોથી રસ્તા ભરાયેલા છે.

વરસાદી પાણી ઓસર્યા બાદ ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા છે. અનેક જગ્યાએ ભૂગર્ભ ગટરો છલકાતી હોવાથી કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી બાદ ઉભરાતી ગટરોથી લોકો પરેશાન થયા છે. વરસાદી પાણી ઓસર્યા બાદ કીચડ થવાથી સ્થાનિકોને કેટલાક માર્ગ કે સોસાયટીમાં જવા મુશ્કેલી થાય છે. ત્યારે આવી સમસ્યાનો ઝડપી ઉકેલ આવે તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે.

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:36 am, Fri, 14 July 23

Next Article