AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : જામનગરના કાલાવડ શહેરની ફલકૂડી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ

Gujarati Video : જામનગરના કાલાવડ શહેરની ફલકૂડી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2023 | 2:25 PM
Share

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે રાજયના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. તો જળાશયોમાં પાણીની આવકમાં વધારો થયો છે. જામનગરમાંના કાલાવાડ શહેરની સ્થાનિક ફલકૂડી નદીમાં ઘોડાપૂર આવ્યુ છે.

Jamnagar : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે રાજયના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. તો જળાશયોમાં પાણીની આવકમાં વધારો થયો છે. જામનગરમાંના કાલાવડ શહેરની સ્થાનિક ફલકૂડી નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. કાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં 2 થી 5 ઈંચ વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. સનાળા, સરવાણીયા, જાલણસર, જામવાડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો : Jamnagar: બળાત્કારના ગંભીર આરોપોને પગલે શાળાના આચાર્યની જામીન અરજી નામંજૂર

હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સાબરકાંઠાના ઈડરમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો આ તરફ તલોદ, મોડાસા, લુણાવાડામાં પાંચ-પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે. તો વીરપુર, સંતરામપુર, ઉપલેટા, ધનસુરામાં પણ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે. વિસાવદર, દાંતા, વિસનગર અને ડોલવણમાં ચાર-ચાર ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં સૌથી વધુ કચ્છમાં સીઝનનો 112 ટકા વરસાદ વરસ્યો છે. તો સૌરાષ્ટ્રમાં 64 અને ઉત્તર ગુજરાતમાં 50 ટકા વરસાદ વરસ્યો છે.

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">