Jamnagar : મનપાની કચેરીમાં ધરણા, આંદોલન પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ, વિપક્ષે રદ કરવાની કરી માંગ, કાયદાકીય લડતની તૈયારી

|

Jul 16, 2023 | 5:54 PM

જામનગર મહાનગર પાલિકાની તમામ કચેરીઓ અને શાખાના 100 મીટરના વિસ્તારમાં આંદોલન, ઉપવાસ, ધરણાં પર બેસવા પ્રતિબંધ મુકતુ જાહેરનામુ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન. ખેર દ્વારા બહાર પડવામાં આવ્યું. જે મુદે વિપક્ષે વિરોધ વ્યકત કર્યો. આ પ્રકારનુ જાહેરનામુ લોકશાહીનુ ખુન બરાબર ગણાવ્યુ અને તેને રદ કરવાની માંગ વિપક્ષ દ્રારા કરવામાં આવી છે.

Jamnagar : મનપાની કચેરીમાં ધરણા, આંદોલન પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ, વિપક્ષે રદ કરવાની કરી માંગ, કાયદાકીય લડતની તૈયારી

Follow us on

Jamnagar:  મહાનગર પાલિકાની કમિશનર કચેરી, વિભાગીય અધિકારીની કચેરી અને અન્ય શાખાઓ આવેલી છે. આ સ્થળે લોકો દ્વારા તેમના પ્રશ્નો બાબતે અવાર નવાર આંદોલન, ઉપવાસ તથા ધરણા પર બેસતા હોય છે. જેને લઈ ખુબ જ મોટા સ્વરૂપે લોકોના ટોળા, રેલી અથવા સરધસ દ્વારા જામનગર મહાનગર પાલિકાની કચેરીના પરિસરમાં ભેગા થતાં હોય છે.

સુત્રોચ્ચાર અને વિરોધના કારણે કચેરીઓની કામગીરી ખોરવાય છે. તેમજ કામગીરી સબબ આવતા નાગરીકોને અગવડતા થાય છે. જેથી જામનગર મહાનગર પાલિકાની કચેરીઓની કામગીરીમાં વિક્ષેપ ઉભા ન થાય, નાગરીકોને અગવડતા ન થાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જામનગર મહાનગર પાલિકાની તમામ કચેરીઓ અને શાખાના પરિસરમાં ઉપવાસ, આંદોલન તથા ધરણા કરવા પર નિયંત્રણો ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી. એન. ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા મુજબ મહાનગર પાલિકાની તમામ કચેરીઓ અને શાખાના પરિસરના 100 મીટરના વિસ્તારમાં આંદોલન, ઉપવાસ, ધરણા પર બેસવા કે આવી કોઈ પ્રવૃતિ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું તા.11 સપ્ટેમ્બર 2023 સુધીના સમયગાળા માટે અમલમાં રહેશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

જે જાહેરનામાને રદ કરવાની માંગ વિપક્ષ દ્રારા કરવામાં આવી છે. તેમજ લોકોને પોતાની રજુઆત બાદ મનપા દ્રારા કામ ન થતા હોય ત્યારે લોકો ઘરણા કે આંદોલન કરતા હોય છે. જાહેરનામુ રદ નહી તો કાયદાકીય લડતની ચીમકી વિપક્ષે ઉચ્ચારી છે.

આ પણ વાંચો : જામનગરમાં વરસાદના વિરામ બાદ રોગચાળો વકર્યો, જી.જી હોસ્પિટલમાં દૈનિક ઓપીડીમાં વધારો

જામનગર શહેરમાં પડેેલા ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં સમસ્યાઓ થતા વિવિધ વિસ્તારના લોકોએ મનપાની કચેરીમાં ધેરાવ કર્યા. તેમજ વરસાદી પાણીના નિકાલ માટે મહાનગર પાલિકાની કચેરીમાં વિરોધ વ્યકત કરીને રોષ વ્યકત કર્યો હતો. તો રજાના દિવસોમાં પણ લોકો સરકારી કચેરીમાં પોતાની રજુઆતો સાથે હંગામો કર્યો હતો. અવારનવાર લોકોના ટોળા સાથેની આવીને રજુઆત કરવાની પ્રણાલીથી તંત્રને કામગીરીમાં વિક્ષેપ થતા જાહેરનામુ લાગુ કરાયુ. જો કે જાહેરનામુ લાગુ થતા વિવાદ પણ શરૂ થયો છે. જાહેરનામાને રદ કરવાની વિપક્ષે માંગ કરી છે.

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article