Jamnagar : માધ્યમોમાં આવેલા અહેવાલના પડઘારૂપે બંધ રેનબસેરા ચાલુ થતા ઠંડીમાં થથરતા ગરીબોને મળશે આશરો

|

Jan 17, 2023 | 9:21 AM

દૈનિક અનેક લોકો ઠંડીથી બચવા અહી આશરો લે છે. ગ્રાન્ટના અભાવે બંધ રાખવામાં આવેલું શેલ્ટર હોમ (Shelter home )આકરી ઠંડીમાં ખુલ્લૂ મૂકવામાં આવ્યું છે. જેનો લાભ અને ગરીબ તથા શ્રમિકો લઈ રહ્યા છે.

Jamnagar : માધ્યમોમાં આવેલા અહેવાલના પડઘારૂપે બંધ રેનબસેરા ચાલુ થતા ઠંડીમાં થથરતા ગરીબોને મળશે આશરો
જામનગરમાં શરૂ કરવામાં આવ્યું બંધ શેલ્ટર હોમ

Follow us on

જામનગરમાં કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલ રેન બસેરા શોભાના ગાંઠીયા સમાન બન્યું હતું. જેનો અહેવાલ માધ્યમોમાં પ્રસારિત થતા જામનગર મહાનગર પાલિકાએ આ રેન બસેરા કાર્યરત કર્યું છે. ત્યારે ઠંડીમાં થથરતા ગરીબ લોકો હવે અહીં આશરો મેળવી શકશે. રાજયમાં છેલ્લા કેટલાય દિવસોથી ઠંડીનુ પ્રમાણ વધ્યું છે. ત્યારે જાનગર શહેરમાં ઠંડીને કારણે ગરીબોની હાલત કફોડી બની છે ત્યારે તે લોકો અહીં આશરો લઈ  શકે છે.

શીતલહેરની પરિસ્થિતિમાં  શેલ્ટર હોમ થયું કાર્યરત

ગરીબોને ઠંડીના રક્ષણ માટે જામનગર મહાનગર પાલિકા દ્રારા બેડેશ્વર વિસ્તારમાં આવેલા રેનબસેરા બનાવવામાં આવ્યું છે. તે રેનબસેરામાં દિવસ અને રાત્રે સિક્યુરિટી, મહિલાઓ અને પુરુષો માટે અલગ-અલગ ટોયલેટ બાથરૂમ અને અલગ- રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જોકે 161 લાખના ખર્ચે બેડેશ્વર વિસ્તારમાં આવેલું રેન બસેરા ખાલી ખમ પડ્યું હતુ. જેનો અહેવાલ માધ્યમોમાં આવતા મનાપએ આળસ ખંખેરીને લોકપયોગી બને તેવી રીતે કાર્યરત કર્યું છે.

 

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ પણ વાંચો:શેલ્ટર હોમ શોભાના ગાંઠિયા સમાન ! નિભાવ ખર્ચના અભાવે જામનગરનુ રેનબસેરા ખાલીખમ

શેલ્ટર હોમમાં રાખવામાં આવી છે તમામ સુવિધાઓ

તમામ સુવિધાથી સજજ શેલ્ટર હોમમાં જયાં નવા આવેલા બ્લૅન્કેટ, ચાદર,ઓશિકા જેવી વસ્તુઓનો થોડો જથ્થો પણ ઉપલબ્ધ છે. પરંતુ અન્ય ગ્રાન્ટ ન આવતા આ શેલ્ટર હોમ બંધ કરરવામાં આવ્યું હતું. જોકે હાલમાં મનપાના અધિકારીઓએ ગ્રાન્ટની મંજૂરીની અપેક્ષાએ હાલ શેલ્ટર હોમ કાર્યરત કર્યું છે. દૈનિક અનેક લોકો ઠંડીથી બચવા અહી આશરો લે છે. ગ્રાન્ટના અભાવે બંધ રાખવામાં આવેલું શેલ્ટર હોમ આકરી ઠંડીમાં ખુલ્લૂ મૂકવામાં આવ્યું છે જેનો લાભ અને ગરીબ તથા શ્રમિકો લઈ રહ્યા છે.

અહીં 224 લોકો રહે તેવી વ્યવસ્થા છે. જો કે માત્ર 30 થી 50 લોકો થોડા સમય આવીને જતા રહે છે. એવામાં રેનબસેરાનો તાત્કાલિક ઉપયોગ થાય તે માટે આમ આદમી પાર્ટીના નેતાઓએ પાલિકા પાસે માગ કરી હતી તો બીજી તરફ રેનબસેરાના મેન્ટેન માટે 1.92 કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યા છે. જે ગ્રાન્ટના 40 ટકા એટલે કે 76.80 લાખ રૂપિયનો પ્રથમ હપ્તો આવ્યા બાદ તેનો વપરાશ શરૂ કરાશે  તેવું  નિવેદન અગાઉ સત્તાધીશોએ આપ્યું હતું પરંતુ માધ્યમોના અહેવાલને પગલે ગ્રાન્ટની આશાએ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખતા આ રેનબસેરા શરૂ કરવામં આવ્યું છે.

 

Next Article