Jamnagar : લો બોલો, 13 ને બદલે માત્ર 4 કર્મચારીથી જ ચાલે છે જામનગર જિલ્લાની પ્રાથમિક શિક્ષણ કચેરી

|

Aug 25, 2023 | 1:29 PM

જામનગર પ્રાથમિક જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં કુલ 13 કર્મચારી સામે માત્ર 4 કર્મચારી છે. જયારે 9 જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. જેના કારણે શિક્ષણને લગતી કામગીરી યોગ્ય સમયે થઈ શકતી નથી.

Jamnagar : લો બોલો, 13 ને બદલે માત્ર 4 કર્મચારીથી જ ચાલે છે જામનગર જિલ્લાની પ્રાથમિક શિક્ષણ કચેરી
Jamnagar

Follow us on

Jamnagar : એક તરફ સરકાર શિક્ષણ હેતુ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ બીજી તરફ શિક્ષણ વિભાગમાં પુરતો સ્ટાફના હોવાથી શિક્ષણ વિભાગની કામગીરી નિયમિત થઈ શકતી નથી. જામનગર પ્રાથમિક જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં કુલ 13 કર્મચારી સામે માત્ર 4 કર્મચારી છે. જયારે 9 જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. જેના કારણે શિક્ષણને લગતી કામગીરી યોગ્ય સમયે થઈ શકતી નથી.

આ પણ વાંચો : Jamnagar : દરેડમાં આવેલ બેન્કના વોશરૂમમાં સ્પાય કેમેરો મુકનાર ઈન્ચાર્જ મેનેજરને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીમાં મુખ્ય અધિકારી જીલ્લા શિક્ષણ અધિકારી પણ ચાર્જમાં છે. જે અન્ય સરકારી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. તેથી સરકારી શાળામાં પોતાની નિયત કામગીરીની સાથે જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે પણ ચાર્જ આપવામાં આવ્યો છે. કામનુ ભારણ વધે છે. તેમજ સમયસર કામગીરી કરવામાં વિલંબ થતો હોય છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

આ તો વાત અધિકારીની કરી પરંતુ અન્ય સ્ટાફની જગ્યાઓ ખાલી હોવાથી શિક્ષણ વિભાગની કામગીરી ગોકળગાયની ગતિએ થતી હોય છે. કુલ 13 કર્મચારીઓની જગ્યા માંથી માત્ર 4 જ કર્મચારી ફરજ બજાવે છે. જયારે 9 જગ્યાઓ ખાલી છે. જેમાં જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, હિસાબી અધિકારી, જુનિયર કલાર્કની 5 જગ્યાઓ ખાલી છે. તો સિનિયર કલાર્ક 2 માંથી 1 જગ્યા ભરાયેલી છે, જયારે એક જગ્યા ખાલી છે. કલાર્ક ના હોવાથી તેમજ હિસાબી અધિકારી ના હોવાથી વહીવટી કામગીરીમાં અસર થાય છે.

કેળવણી નિરીક્ષકની તમામ જગ્યાઓ ખાલી.

જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીમાં જગ્યાઓ ખાલી છે. તો તાલુકા મથકે પણ અનેક જગ્યાઓ ખાલી હોવાથી શિક્ષણ વિભાગની કામગીરીને અસર થાય છે. જેમાં જીલ્લામાં કુલ 13 કેળવણી નિરીક્ષકની જગ્યા છે. જે તમામ જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. સરકારી શાળાઓમાં કેળવણી નિરીક્ષકે મુલાકાત લઈને ત્યાંથી થતી કામગીરી પર દેખરેખ રાખવાની હોય છે. જે જગ્યાઓ ખાલી હોવાથી આ પ્રકારની કામગીરી થઈ શકતી નથી. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની મોટાભાગની જગ્યાઓ ખાલી છે. જામનગર જીલ્લામાં કુલ 6 તાલુકામાં 6 તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની જગ્યા છે. જે પૈકી માત્ર બે ટી.પી.ઓ ફરજ બજાવે છે. જ્યારે 4 જગ્યાઓ ખાલી છે.

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article