Jamnagar : દરેડમાં આવેલ બેન્કના વોશરૂમમાં સ્પાય કેમેરો મુકનાર ઈન્ચાર્જ મેનેજરને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું
જામનગર પોલીસે ઈન્ચાર્જ બેન્ક મેનેજરની ધરપકડ કરીને અને તેની વધુ પુછપરછ શરૂ કરી હતી. આ દરમિયાન ઈન્ચાર્જ બેન્ક મેનેજર અખિલેશ સૈનીએ બે વખત બેન્કની શાખામાં કેમેરા મુક્યા હોવાનું કબુલ્યું છે.
Jamnagar : દરેડમાં આવેલી બેન્કની શાખામાં લેડીસ વોશરૂમમાંથી સ્પાય કેમેરો (spy camera) મળી આવ્યો હતો. જેની ફરીયાદ મહિલા કર્મચારીએ કરી હતી. ફરીયાદ બાદ આરોપી રજા મુકીને ફરાર થયો હતો. જેની રજા રદ કરાવતા ફરી જામનગર આવવું પડ્યું હતું. જામનગર આવતા પોલીસે તેની ધરપકડ કરી તેની સામે કાર્યવાહી શરૂ કરી છે.
જામનગર નજીક આવેલ દરેડમાં મહાવીર સર્કલ પાસે પંજાબ નેશનલ બેન્કની શાખા આવેલી છે. જે શાખામાં કુલ 6 જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે. થોડા દિવસ પહેલા બેન્કની શાખાના લેડીસ વોશરૂમમાંથી મહિલા કર્મચારીને સ્પાય કેમેરો મળી આવ્યો હતો. વોશરૂમના દરવાજાની ઉપર ખાડા જેવુ નજરે પડતા ત્યાંથી સ્પાય કેમેરો મળી આવ્યો હતો. જે કેમેરો ત્યાંથી લઈને ઈન્ચાર્જ બેન્ક મેનેજર અખિલેશ સૈનીને જાણ કરી હતી.
બેન્કમાંથી સ્પાય કેમેરો મળી આવ્યો તે વખતે તેણે કોઈ જવાબ આપ્યો નહી, તેથી મહિલા કર્મચારીએ બેન્કના ઉચ્ચ અધિકારીને જાણ કરવા જણાવ્યું હતું. જે વાત સાંભળતા ઈન્ચાર્જ બેન્ક મેનેજર અખિલેશ સૈની મહિલા કર્મચારીના પગે બેસીને માફી માંગી અને પોતે કેમેરો લગાવ્યું હોવાનુ કબુલ્યું હતું. અગાઉ તેણે 7 ઓગષ્ટના કેમેરો લગાવ્યો હતો. તે કાઢી લીધેલ હતો. ફરી 10 તારીખે કેમેરો લગાવ્યો હતો. મહિલા કર્મચારીએ બદનામી થવાના ડરથી ફરીયાદ કરવાનું ટાળ્યું હતું. પરંતુ બાદ તબીયત બડગતા પતિ સાથે સમગ્ર મામલે વાત કરતા પતિએ ફરીયાદ કરવા હિંમત આપી અને 14 ઓગષ્ટે પંચકોશી બી ડીવીઝનમાં ફરીયાાદ નોંધાવી હતી.
પોલીસ મથકે મામલો પહોંચતા આરોપી બેન્કમાંથી રજા લઈને વતન જતો રહ્યો હતો. પોલીસે બેન્કમાંથી તેની રજા રદ કરાવતા ફરી બેન્કમાં હાજર થવા ફરજ પાડી હતી. જે જામનગર આવતાની જાણ થતાં જ પોલીસે તેની ધરપકડ કરીને અને તેની વધુ પુછપરછ શરૂ કરી છે. અપરણિત યુવાન ઈન્ચાર્જ બેન્ક મેનેજર અખિલેશ સૈનીએ બે વખત બેન્કની શાખામાં કેમેરા મુક્યા હોવાનું કબુલ્યું છે.
પોલીસે બેન્કના સીસીટીવી સહિતના પુરાવા એકઠા કર્યા છે. બેન્કમાં કુલ 6 કર્મચારી ફરજ બજાવે છે. લેડીસ વોશરૂમમાં દરવાજાની ઉપર સ્પાય કેમેરા રાખીને છુપા વિડીયો લેવા ઈચ્છતો હતો. પરંતુ વિડીયો મળે તે પહેલા મહિલા કર્મચારીના હાથમાં કેમેરા આવી ગયો. મામલો પોલીસ મથક પહોંચતા પોલીસે યુવાન કર્મચારીને કાયદાનું ભાન કરાવ્યું છે અને તેની સામે કાર્યવાહી શરૂ કરી છે.
જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો