
જામનગર શહેરના નવા ભળેલા વિસ્તારમાં સફાઈ થતી નહીં હોવાનું ફરિયાદો વારંવાર ઉઠતી આવી છે. સ્થાનિકોનું કહેવું છે કે, મહાનગર પાલિકા દ્રારા વર્ષોથી ટેક્ષ વસુલવામાં આવે છે. પરંતુ પાયાની સુવિધા આપવામાં નથી આવતી. અનેક સોસાયટીમાં સફાઈ કામદારો મુકવામાં આવ્યા નહીં હોવાની પણ ફરિયાદો ઉઠી છે. નવી સોસાયટી કે વિસ્તારમાં નિયમિત સફાઈ કરાવવામાં આવે તેવી વિપક્ષના સભ્યની માંગ છે. બીજી તરફ શાસકો સબ સલામતનો દાવો કરી રહ્યા છે.
મહાનગર પાલિકા દ્રારા નવા ભળેલા વિસ્તારમાં ટેક્ષ વસુલવામાં આવે છે. પરંતુ આવા વિસ્તારોને પાયાની સવલતો આપવામાં મહાનગરપાલિકા નિષ્ક્રિય હોવાની ફરીયાદ સ્થાનિકો કરી રહ્યા છે. શહેરમાં અનેક સોસાયટી આવેલી છે. જેમાં મહાનગર પાલિકા દ્રારા સફાઈ કામદારો મુકવામાં આવ્યા નથી. જો કે વર્ષોથી આવા વિસ્તાર અને સોસાયટી પાસે ટેક્ષ વસુલવામાં આવે છે. પરંતુ અહી સફાઈ કરવામાં આવતી નથી.
સ્થાનિકોએ આ મુદે અનેક રજુઆતો તંત્રને કરી છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી સફાઈ કામદારો નવા વિસ્તારોમાં મુકવામાં આવતા નથી. જેથી આ વિસ્તારમાં સફાઈ થતી નથી. શહેરમાં આવેલી ગોલ્ડન સીટી સોસાયટીમાં આશરે 1200 થી વધુ લોકો વસવાટ કરે છે. 400 જેટલા મકાનો આ વિસ્તારોમાં આવેલા છે. જેની પાસેથી છેલ્લા સાત વર્ષથી સફાઈ વેરા, મિલકત વેરા સહીતના વેરાની વસુલાત થાય છે. પરંતુ સફાઈ કામગીરી થતી નથી. સોસાયટીના રહીસો પોતાના ખર્ચે સફાઈ સોસાયટીમાં કરાવે છે. સ્થાનિકોની માંગ છે કે સફાઈ કામદાર સોસાયટીમાં પાલિકા દ્રારા સફાઈ નહીં મુકી શકાય તો સફાઈ વેરો પણ માફ કરવો જોઈએ તેવી માંગ ઉઠી છે.
શહેરમાં નવા ભળેલા વિસ્તારોમાં સફાઈ માટે વધુ કામદારોની જરૂરીયાત રહે છે. જે મહાનગર પાલિકા દ્રારા ભરતી કરવામાં આવતા નથી. જુના મહેકમ મુજબ પણ કામદારની ઘટ હોય તો નવી સોસાયટી અને વિસ્તારોમાં વધુ સફાઈ કામદારો રાખવાની જરૂરિયાત ઊભી થાય છે. જે માટે ભરતી કરીને જેમની પાસેથી વેરાની વસુલાત નિયમિત થાય તેમને સફાઈની સવલત આપીને શહેરને સ્વચ્છ રાખવા વિપક્ષના પુર્વ નેતા આનંદ રાઠોડએ માંગણી કરી છે.
આ પણ વાંચો : કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના સ્પેશિયલ ચાઇલ્ડને સ્પેનની મહિલાએ દત્તક લીધું
જો કે સફાઈ કામદારોની સંખ્યા પુરતી હોવાની અને તમામ સોસાયટીમાં સફાઈ નિયમિત થતી હોવાનુ શાસકો જણાવે છે. તેમણે કહ્યું શહેરની આશરે 90 જેટલી સોસાયટીઓમા નિયમિત સફાઈ કરવામાં આવી રહી છે. સફાઈ મામલે યોગ્ય કામગીરી થતી હોવાના રાગ મેયર દ્વારા આલાપવામાં આવી રહ્યા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…