Jamnagar: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા જામનગર, જુનાગઢ અને દ્વારકામાં ચાર બેનમૂન અમૃત સરોવરોનું નિર્માણ

|

Aug 02, 2023 | 10:06 PM

Jamnagar: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ચાર બેનમૂન અમૃત સરોવરોનું નિર્માણ કરવામાં આવ્યુ છે. ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં જુનાગઢ, જામનગર અને દ્વારકા જિલ્લામાં અમૃત સરોવર પ્રવાસન સ્થળ બન્યા છે.

Jamnagar: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા જામનગર, જુનાગઢ અને દ્વારકામાં ચાર બેનમૂન અમૃત સરોવરોનું નિર્માણ

Follow us on

Jamnagar: આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) એ દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરોનું નિર્માણ કરવા અને તેમાં સરકાર ઉપરાંત સ્વૈચ્છિક-સેવાભાવી સંસ્થાઓ , ઉદ્યોગગૃહો વગેરેને યોગદાન આપવા માટે કરેલા આહ્વાનને સ્વીકારીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ત્રણ જિલ્લાના ચાર સ્થળોએ અમૃત સરોવર નજીક પ્રવાસન યોગ્ય વિકાસ કરીને તેમની કલ્પનાને સાકાર કરવામાં આવી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં જૂનાગઢ, જામનગર અને દ્વારકા જિલ્લામાં ચાર સ્થળોએ બેનમૂન ‘અમૃત સરોવર’નો વિકાસ કરી વહીવટી તંત્રને સોંપવામાં આવ્યાં છે.

જામનગરના નાની ખાવડી, નવાણીયામાં અમૃત સરોવરનું નિર્માણ

ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન ધનરાજ નથવાણીએ અંગત રીતે રસ લઈને પ્રધાનમંત્રી ‘અમૃત સરોવર’ યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લાના પસવાડા ઉપરાંત જામનગર જિલ્લાના નાની ખાવડી, નવાણીયા, તથા દેવભૂમી દ્વારકા જિલ્લાના સામોર ખાતે અમૃત સરોવરોના નિર્માણ માટે પણ સંપૂર્ણ જવાબદારી સ્વીકારી રિલાયન્સની પ્રણાલીકા મુજબ ઉત્તમ કક્ષાના સરોવરોનું નિર્માણ સંપન્ન કરી લોકાર્પિત કરેલ છે. અમૃત સરોવર બ્યુટીફિકેશન પ્રોજેક્ટમાં પેવર બ્લોક સાથે ભોંયતળિયું તૈયાર કરાવવાનો, ધ્વજ ફરકાવવાની વ્યવસ્થા તથા બેન્ચની સ્થાપના અને વૃક્ષારોપણનો સમાવેશ થાય છે.

‘અમૃત સરોવર’ની રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પણ નોંધ લેવાઈ

જૂનાગઢના જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિકસાવાયેલું પસવાડા ખાતેનું ‘અમૃત સરોવર’ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં અદ્વિતીય હોવાનું જણાવીને જિલ્લાના તેમજ અન્ય સહેલાણીઓ ગિરનારની ગોદમાં આવેલા આ અમૃત સરોવરનો પ્રવાસન સ્થળ તરીકે લાભ લઈ રહ્યાં હોવાનું ઉમેર્યું છે. જિલ્લા વિકાસ અધિકારીએ આ ‘અમૃત સરોવર’ની રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પણ નોંધ લેવાઈ હોવાનું ગૌરવ વ્યક્ત કરીને ગુજરાત ખાતેના લોક કલ્યાણની આ કામગીરીમાં રિલાયન્સના યોગદાનને બિરદાવ્યું છે. અહીં ગ્રામજનો, સરકાર, શાળા અને રિલાયન્સના પ્રતિનિધિઓની હાજરીમાં ધ્વજવંદન કરવામાં આવે છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

આ પણ વાંચો : Jamnagar : ખીમરાણાને જોડતો મુખ્ય રસ્તો એક મહિનાથી બંધ હાલતમાં, મંથર ગતિની કામગીરીથી ગામલોકો પરેશાન- જુઓ Video

અમૃૃત સરોવર બન્યા ખાસ પ્રવાસન ધામ

પસવાડાના સરપંચ જયસિંહ ભાટી અને ગ્રામજનો પણ અમૃત સરોવરના નિર્માણથી ખૂબ પ્રસન્ન છે અને નજીકમાં આવેલા પ્રસિદ્ધ સરકડીયા હનુમાનજીના દર્શને આવતા પ્રવાસીઓ પણ ખાસ આ સરોવરનું સૌંદર્ય માણતા હોવાથી ગામમાં એક અનોખું વાતાવરણ સર્જાયું હોવાનો આનંદ વ્યક્ત કરે છે. રીલાયન્સ દ્રારા સામાજિક જવાબદારી નિભાવવા પ્રકારની વિવિધ કામગીરી કરવામા આવી છે. આ જે ગામજનોને ઉપયોગી બને તે માટે વિવિધ સુવિધાઓ આપવામાં આવે છે.

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article