Jamnagar: પાઘડીની કલાકારીને મુખ્યપ્રધાને બીરદાવી, પાઘડી બનાવનાર કલાકારને પાઠવી શુભેચ્છા

|

Jul 24, 2021 | 3:49 PM

માથા પરની પાઘડી પ્રાચીન સમયમાં વિસ્તાર, પ્રાંત, પ્રદેશ, રાજય, જ્ઞાતિની ઓળખ આપતી હતી. પાઘડી ઉંમર, હોદો, પ્રસંગ, જ્ઞાતિ મુજબ અલગ-અલગ હોય. છે.

Jamnagar: પાઘડીની કલાકારીને મુખ્યપ્રધાને બીરદાવી, પાઘડી બનાવનાર કલાકારને પાઠવી શુભેચ્છા
Turban maker

Follow us on

પ્રાચીન સમયમાં પોશાકની સાથે પાઘડીનું મહત્વ પણ હતું. મોટાભાગના લોકોના માથા પર પાઘડી જોવા મળતી હતી. પરંતુ સમય બદલાયો છે. હવે પ્રસંગોમાં જ પાઘડી જોવા મળે છે. જામનગરના(Jamnagar) પાઘડી-(Turban) સાફાના અજોડ કસબી વિક્રમસિંહ માનસિંહ જાડેજાએ પાઘડીનું કલેકશન કર્યુ છે.  તેમને આશરે 25 હજારથી વધુ લોકોને પાઘડી પહેરાવવા બદલ અનેક સન્માન મેળવ્યા છે. તેમના પાઘડીપ્રેમ અને તેમની કલા બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (Cm Vijay Rupani) તેમને શુભેચ્છા પાઠવી છે.

 

માથા પરની પાઘડી પ્રાચીન સમયમાં વિસ્તાર, પ્રાંત, પ્રદેશ, રાજય, જ્ઞાતિની ઓળખ આપતી હતી. પાઘડી ઉંમર, હોદો, પ્રસંગ, જ્ઞાતિ મુજબ અલગ-અલગ હોય. છે. બહુ ઓછા લોકો હોય છે, જે પાઘડીને જોતા તેની ઓળખ જાણી શકે છે. આ સાથે જ તેને પહેરવાની રીત જાણતા હોય.આવી કલાના જાણકાર છે જામનગરમાં રહેતા વિક્રમસિંહ જાડેજા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

જે પાઘડી અંગેનુ જ્ઞાન ધરાવે છે. આ સાથે પાઘડી તૈયાર પણ કરે છે. તેમને પાઘડીનો શોખ વારસામાં મળ્યો છે.  વિક્રમસિંહ જાડેજાએ ભારતમાં જ નહીં પણ અનેક દેશનો પ્રવાસ કર્યો છે. ત્યાં પાઘડીના કસબી તરીકેની અલગ ઓળખ, માન અને સન્માન મેળવ્યા. તેમણે હાલ 25 હજારથી વધુ લોકોને પાઘડી પહેરાવી છે અને પોતે તૈયાર કરીને 200 જેટલી પાઘડીનું કલેકશન કર્યુ છે.

 

તેમના આ જ્ઞાન અને શોખ માટે અનેક નેતા, અભિનેતા, રાજવી પરીવાર તેમને મળ્યા અને તેમની પાસેથી પાઘડી અંગેની વિગત મેળવે તેમજ પાઘડી પહેરે છે તો કેટલાક સ્થાનિકો પણ તેમની વારંવાર મુલાકાત લઈને પ્રસંગોમાં તેમની પાસેથી પાઘડી પહેરે છે. પ્રાચીન સમયમાં ખુબ જ મહત્વ ધરાવતી પાઘડી લુપ્ત થઈ રહી છે. ત્યારે પાઘડીના કસબી વિક્રમસિંહ જાડેજા જેવા કેટલાય વ્યકિતઓ પાઘડી અંગે કલાને જીવંત રાખવા પ્રયાસ કરી રહ્યા છે.

 

આ કલા બદલ તેમને અનેક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમના પાઘડી પ્રત્યેના પ્રેમ, શોખ, આવડત, મહેનત, પરંપરાનેે જાળવવાના પ્રયાસને રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ વખાણી સાથે આ કામગીરીને બીરદાવીને શુભેચ્છા પાઠવી.

 

26 જાન્યુઆરીના દિવસે વડાપ્રધાને જામનગરની હાલારી પાઘડી પહેરી હતી

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વ પર જામનગરની હાલારી પાઘડી પહેરી હતી. જે જામનગરના રાજવી પરીવારના જામસાહેબે જામશત્રુશલ્યસિંહજી તેમને ભેટમાં આપી હતી. જામસાહેબે પાઘડીના કલાકાર વિક્રમસિંહ પાસે તૈયાર કરાવી હતી. જેની લંબાઈ 9 મીટરથી વધુની હોય છે. બાંધણીની છોટા દાણા વારી પાઘડી ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે તૈયાર કરવામાં આવી હતી. ત્યારે હાલારી પાઘડી  દેશભરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

 

આ પણ વાંચો : Tokyo Olympics 2020 Live : મનિકા બત્રા અને સુતીર્થા મુખર્જીએ મહિલા સિંગ્લ્સમાં જીતથી શરુઆત કરી

Next Article