જામનગરઃ જમીન રીસર્વે રદ કરવાની માંગ કરતા ભાજપના નેતા, પુર્વ સાંસદ ચંદ્રેશ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને કરી રજુઆત

|

Feb 12, 2022 | 3:22 PM

જામનગરના ભાજપના નેતાઓ દ્વારા આ મુદે અગાઉ પણ સરકારને રૂબરૂ રજુઆત કરવામાં આવી હતી. આ અંગે તત્કાલીન મુખ્યમંત્રી અને મહેસુલ મંત્રીને રજૂઆત કરવામાં આવેલ. મુખ્યમંત્રી અને મહેસુલ મંત્રી દ્વારા જિલ્લા સ્તરે બેઠક કરવામાં આવેલ.

જામનગરઃ જમીન રીસર્વે રદ કરવાની માંગ કરતા ભાજપના નેતા, પુર્વ સાંસદ ચંદ્રેશ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને કરી રજુઆત
Jamnagar: BJP leader demanding cancellation of land reserve

Follow us on

જામનગરમાં (JAMNAGAR) અંદાજે પાંચ વર્ષ પહેલા જામનગર જિલ્લામાં પાયલોટ પ્રોજેકટ તરીકે જમીન માપણી (Land measurement)કરવામાં આવેલ હતી. આ માપણીમાં જિલ્લાના હજારો ખેડૂતોની ફરીયાદો આવેલ છે કે એકબીજા ખેડૂતોના જમીનના નકશામાં ફેરફાર આવેલ છે. તેમજ જમીનના ક્ષેત્રફળમાં ફેર આવેલ છે. સરકારી કચેરીમાં ખેડુતોની અરજીઓના ઢગલા પડયા છે. અને હજારોની સંખ્યામાં આવેલી અરજીનો નિકાલ થતો નથી. અગાઉ આ મુદે ખેડુત સંગઠનો, કોંગ્રેસ દ્વારા જમીન માપણીની પ્રક્રિયા રદ કરવાની માંગ કરવામાં આવી હતી. તો ખેડુતોને કનડગત કરતી જમીન રીસર્વેની પ્રક્રિયાને રદ કરવાની માંગ હવે ભાજપના નેતા (BJP Leader) દ્વારા પણ કરવામાં આવી છે. જામનગરના ભાજપના વરીષ્ઠ નેતા અને પુર્વ સાંસદ ચંદ્રેશ પટેલ  (Chandresh Patel) મુખ્યમંત્રીને (CM) પત્ર લખીને જમીન માપણી રદ કરવાની માંગ કરી છે.

જામનગરના ભાજપના નેતાઓ દ્વારા આ મુદે અગાઉ પણ સરકારને રૂબરૂ રજુઆત કરવામાં આવી હતી. આ અંગે તત્કાલીન મુખ્યમંત્રી અને મહેસુલ મંત્રીને રજૂઆત કરવામાં આવેલ. મુખ્યમંત્રી અને મહેસુલ મંત્રી દ્વારા જિલ્લા સ્તરે બેઠક કરવામાં આવેલ. જેમાં સાંસદ, ધારાસભ્યો અને સંગઠનના પદાધિકારીઓએ સચોટ રજૂઆત કરેલ કે 80 થી 85 % સુધી જમીનોમાં વિસંગતતા જોવા મળેલ છે. અને આ માપણી રદ કરવા ભારપૂર્વક રજૂઆત કરેલ કે જૂની માપણી માન્ય રાખવી અને નવી માપણી રદ કરવી. હાલ માપણી માત્ર ટેબલ પર બેસીને જ કરવામાં આવેલ છે. જામનગર જિલ્લામાં 20 હજાર ફાઈલો નિકાલ વગર અભેરાઈએ ચડાવી દેવામાં આવેલ છે. વિસંગગતા અંગેની ફાઈલોનો સાચો નિકાલ ખેડૂતોને વારંવાર ધકકા ખાવા છતાં આવતો નથી.

આ રીતે સેટેલાઈટથી થયેલ માપણીથી ગામડે ગામડે ભાઈ-ભાઈ તથા પડોશી-પડોશી વચ્ચે વેરઝેર થશે તેવું વાતાવરણ થઈ ચૂકયું હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. જામનગર જિલ્લાના સંગઠન અને ચૂંટાયેલ હોદ્દેદારો ભાજપના અગ્રણીઓ રૂબરૂ ગાંધીનગર ગયા હતા છતાં હજુ આજ સુધી આ પ્રશ્નનો નિકાલ આવેલ નથી, જૂની માપણીમાં માત્ર 1 % જેટલી જ ફરીયાદો હતી. પરંતુ નવી માપણીમાં તો 100 % નારાજગી છે. જેથી જૂની માપણી માન્ય ગણવી જોઈએ, તેવી માંગ કરવામાં આવી છે. રજુઆતની સાથે અધિકારીઓ પર આક્ષેપ કરવામાં આવ્યા છે કે આ નિર્ણયથી હાલ અધિકારીઓ બેફામ લુટ ચલાવી રહેલ છે અને કે 3 વર્ષથી રજૂઆત કરનારને ન્યાય મળતો નથી અને નવા અરજદારોની ફાઈલ કલીયર કરવામાં આવે છે, જેમાં મોટી રકમના ઉઘરાણા થઈ રહેલ છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

જમીન માપણીનો પાયલોટ પ્રોજેકટ શરૂ થયો ત્યારથી ખેડુતોને નારજગી દર્શાવી હતી. બાદ અનેક ભુલો સામે આવતા ખેડુતો સંગઠનો દેખાવ, વિરોધ કરીને જમીન માપણી રદ કરવાની અનેક માંગણી કરેલ છે. તો હવે તો ભાજપના નેતા પણ ખુલ્લીને જમીન માપણી પ્રક્રિયા રદ કરવાની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : મહેસાણા APMCની ચૂંટણીમાં મતગણતરી પૂર્ણ, ભાજપના તમામ 10 સભ્યો વિજેતા

આ પણ વાંચો : સુરતમાં BRTS બસ બની રહી છે કાળમુખી, વધુ એક મહિલાનું થયું મોત

Next Article