Jamnagar : Under 19 District ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે દીવ અને દેવભુમિ દ્રારકા વચ્ચે મેચ

|

Apr 20, 2023 | 10:06 AM

જામનગરના અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન ખાતે શરૂ થઈ છે. જેમાં ત્રણ ટીમ વચ્ચે આમને-સામને મેચ ત્રણ દિવસ રમાશે. 18 એપ્રિલે મોરબી અને દેવભુમિદ્રારકા વચ્ચે મેચ યોજાઈ હતી.

Jamnagar : Under 19 District ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે દીવ અને દેવભુમિ દ્રારકા વચ્ચે મેચ

Follow us on

BCCI તથા સૌરાષ્ટ્ર ક્રિકેટ એશોસિયેશન આયોજીત અંડર-19 ઈન્ટર District ક્રિકેટ ટુર્નામેન્ટ જામનગરના અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન ખાતે શરૂ થઈ છે. જેમાં ત્રણ ટીમ વચ્ચે આમને-સામને ત્રણ મેચ ત્રણ દિવસ રમાશે. 18 એપ્રિલે મોરબી અને દેવભુમિદ્રારકા વચ્ચે મેચ યોજાઈ હતી. જેમાં મોરબીની ટીમને ગર્વભેર વિજય થયો. બીજા દિવસે બુધવારે 19 એપ્રિલે મોરબી અને દીવ વચ્ચે મેચ રમાશે. આજે ગુરૂવારે 20 એપ્રિલે દીવ અને દેવભુમિદ્રારકા વચ્ચે મેચ રમાશે. 50 ઓવરનો વનડે મેચ વહેલી સવારથી બપોર સુધી રમાય છે.

મોરબીની ટીમનો વિજય

મોરબીની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. જેમા 50 ઓવરમાં ટીમે 8 વિકેટ ગુમાવીને 364 રન ફટકાર્યા. તો સામે દેવભુમિદ્રારકાની ટીમ સન્માનિય સ્કોર કરીના શકી. અને 33.1 ઓવરમાં 75 રનમાં ઓલઆઉટ થઈ ગયા. રન વધુ ફટકારીને દેવભુમિદ્રારકાની ટીમને 33.1 ઓવરમાં 75 રનમાં ઓલઆઉટ કરીને 289 રનથી જીત મેળવી હતી.

અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયનમાં District ક્રિકેટ મેચ

જામનગરમાં શહેરની મધ્યમાં આવેલા ક્રિકેટ બંગલા તરીકે ઓળખાતા અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયનમાં અંડર -19 ડીસ્ટ્રીકટ મેચનું ત્રણ દિવસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રની મોરબી, દીવ અને દેવભુમિદ્રારકા ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં પેનલ અમ્પાયર તરીકે જામનગરના યુવા અમ્પાયર જય શુકલા અને અનુભવી અમ્પાયર અતુલ દેસાઈ સેવા આપી રહ્યા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

મોરબીના ખૈલાડી મનજીત કુમખાનીયા જાહેર

મેચમાં પ્લેયર ઓફ મેચ મોરબીના ખૈલાડી મનજીત કુમખાનીયા જાહેર થયા છે. જેણે બોલીંગ અને બેટીંગમાં સારૂ પ્રદર્શન કર્યુ હતુ. બેટીંગમાં 10 ચોકકા અને 1 છક્કા ફટકારીને 62 બોલમાં 80 રન ફટકાર્યા. તો બોલીંગમાં પણ મનજીતે 8.1 ઓવરમાં 3 વિકેટ મેળવી. 1 ઓવર મેડન સાથે માત્ર 21 રન આપ્યા.

આ પણ વાંચો : નોકરી ધંધો નહીં હોવાથી વાહન ચોરીને પોતાનો વ્યવસાય બનાવી 10 વાહનોની કરી ચોરી, પોલીસે રંગે હાથ ઝડપ્યો

બાઉન્ડરી સાથે રનનો વરસાદ

મોરબી ટીમના ખૈલાડીઓએ 50 ઓવરમાં 364 રન ફટકાર્યા. જેમાં કુલ 30 ચોકકા લાગ્યા. તો 4 છકકા બે ખૈલાડીઓ ફટકાર્યા. જેમાં મનજીત કુમખાનીયાએ 10 ચોકકા અને 1 છકકો ફટકારીને કુલ 80 રન બનાવ્યા. ક્વીનિશ પંડ્યાએ 9 ચોક્કા અને 3 છક્કા ફટકારીને માત્ર 37 બોલમાં 72 રન કર્યા છે. તો દિગ્વિજય પરમારે 11 ચોકકા ફટકારીને 38 બોલમાં 59 રન કર્યા.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 10:05 am, Thu, 20 April 23

Next Article