Jamnagar: જામનગરમાં બેડેશ્વર વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં આરોગ્ય કેન્દ્ર ચાલે છે. જેનાથી વિસ્તારના લોકોને આરોગ્યની સેવા તો મળે છે પરંતુ વિદ્યાર્થીઓને શિક્ષણને અસર થાય છે. શાળાના વર્ગ છીનવીને આરોગ્ય કેન્દ્ર ચલાવતા વર્ગ ઓછા પડે છે. એક વર્ગખંડમાં બે વર્ગોને શિક્ષણ આપવામાં આવે છે. આરોગ્ય કેન્દ્ર બંધ કરીને ફરી શાળાને ઓરડા આપવાની માંગણી અનેક વખત કરવામાં આવી પરંતુ તંત્ર શિક્ષણના ભોગે આરોગ્યની સેવા આપે છે.
જામનગર મહાનગર પાલિકાની બેડેશ્વર વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં પુરતા ઓરડા છે પરંતુ બિલ્ડિંગના એક ભાગના 9 વર્ગમાં આરોગ્ય કેન્દ્ર કાર્યરત હોવાથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મુશ્કેલી પડે છે. કોરોનાકાળમાં શાળાઓ બંધ હોવાથી અને આરોગ્યની સેવાની વધુ જરૂરીયાત હોવાથી શાળાના બીલ્ડિંગનો એક ભાગ આરોગ્ય વિભાગને આપવામાં આવ્યો. જે કોરોનાકાળ બાદ પરત ના આપતા શિક્ષણની પ્રવૃતિને અસર થાય છે. આરોગ્ય વિભાગ દ્રારા 2020થી શાળાની બીલ્ડિંગમાં આરોગ્ય કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યુ. જે કારણે બીલ્ડિંગ હોવાછતા બાળકો એક વર્ગખંડમાં બે વર્ગના વિદ્યાર્થીઓ બેસે છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 24/51 નંબરની બે શાળા આ બીલ્ડિંગમાં કાર્યરત છે. અંદાજે 1200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આરોગ્ય કેન્દ્ર કાર્યરત હોવાથી શાળાના વર્ગ ખુટે છે. જેનાથી વિદ્યાર્થીઓ નાના ઓરડામાં વધુ સંખ્યામાં બેસાડવામાં આવે છે. તેનાથી અભ્યાસને અસર થાય છે. વાલીઓ આ મુદે અનેક વખતે આચાર્ય અને શાળાના સંચાલકોને રજુઆત કરી છે.
આ સમસ્યા અંગે શિક્ષકો અને આચાર્ય પણ પરેશાન છે તે માટે આરોગ્ય કેન્દ્ર પાસેથી રૂમ પરત આપવા અનેક વખત લેખિત તેમજ મૌખિક રીતે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી છે. પરંતુ બીલ્ડિંગ શાળાને પરત મળતુ નથી. આમ 20 વર્ગખંડ છે પરંતુ તે પૈકી 9 વર્ગના બિલ્ડિંગના એક ભાગમાં આરોગ્ય સેન્ટર કાર્યરત છે. જેની જાન્યુઆરી 2021થી અનેક વખત માંગણી કરવામાં આવી છે. શાળામાં ધોરણ 1-8 માં કુલ અંદાજે 1200 જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરે છે. વર્ગખંડ ઓછા થતા બે વર્ગોને એક સાથે બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે.
બેડેશ્વરમાં શાળા નજીક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. શાળાની બિલ્ડિંગમાં આરોગ્ય કેન્દ્ર ચાલતા શિક્ષણની પ્રવૃતિને અસર થાય છે. મહાનગર પાલિકાની કોઈ એક હેતુની જગ્યામાં વિવિધ હેતુની પ્રવૃતિઓ થાય છે. શાળાને બિલ્ડિંગ પરત મળે તો શિક્ષણની પ્રવૃતિ યોગ્ય રીતે થઈ શકે.
જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો