જામનગરમાં (Jamnagar) ખેડૂત હિત રક્ષક સમિતી ( Khedut hit rakshak samiti) દ્વારા ફરી જમીન રીસર્વેના (Land Reserve)મુદ્દે આંદોલનના (Movement)મંડાણ થયા છે. આજે લાંબી બાઈક રેલી જોઈને કચેરીનો ઘેરાવ કરીને રીસર્વે રદ્દ કરવાની ઉગ્ર માંગણી કરી છે. અને આગામી દિવસોમાં કોઈ નિર્ણય નહી લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
જામનગર જીલ્લામાં જમીન રીસર્વે મુદ્દે ખેડૂતો છેલ્લા કેટલાક વર્ષોથી પરેશાન થયા છે. જે મુદ્દે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ સરકારી રેકોર્ડ પર અરજીનો નિકાલ કરાતો હોવાનુ જણાવી સબ સલામતનો દાવો કરવામાં આવે છે. પરંતુ જમીન રીસર્વે બાદ ખેડૂતો પરેશાન થયા છે. પોતાની માલિકીની જમીનમાંથી ઓછી, ભુલભરેલી અને અન્ય સ્થળ પર જમીન દર્શવામાં આવી છે. જેના કારણે ખેડૂતો છેલ્લા કેટલાય વર્ષોથી પરેશાન થયા છે .
આ મુદ્દે ફરી ખેડૂત હિત રક્ષક સમિતી દ્વારા બાઈક રેલી કાઢી હતી. જે શેઠવડાળાથી જામનગર શહેર સુધી આશરે 60 કિમીની બાઈક રેલી યોજીને જમીન રીસર્વે પ્રક્રિયા રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોને સાથે રાખીને મોટી સંખ્યામાં લેન્ડ રેકોર્ડ કચેરીનો ઘેરાવ કર્યો હતો. અને બેનરો અને સુત્રોચ્ચાર સાથે ખેડૂતોએ દેખાવ કર્યો. આગામી દિવસોમાં આ અંગે યોગ્ય નિવારણ નહી આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
છેલ્લા 6 વર્ષથી આ પ્રકારની અરજી કચેરીમાં આવતી હોય છે. અત્યાર સુધીમાં 50 હજારથી વધુ અરજી આવી છે. અને હજુ 15 હજાર અરજીઓનો નિકાલ પેન્ડીંગ છે. જે માટે અન્ય જીલ્લાની ટીમની મદદ લઈને કામગીરી થતી હોવાનો અધિકારી દાવો કરે છે. પરંતુ જેટલી અરજીનો નિકાલ થાય છે. તેની સામે ફરી આટલી જ અરજીઓ થાય છે.
જ્યારે ખેડૂતો અને ખેડૂત હિત રક્ષક સમિતિના આગેવાનો દ્વારા ડી.એલ.આર કચેરીના અધિકારી રજૂઆત કરતાં કહ્યું હતું કે, તમારે દર મહિને 400 થી 500 અરજીઓના પણ નિકાલ નથી કરી શકતા, ત્યારે તમામ જામજોધપુર તાલુકાના ગામોની માપણી તાત્કાલિક ધોરણે રદ કરી ફરીથી માપણી કરે નહીંતર આગામી દિવસોમાં અમે જિલ્લાની ડી.એલ.આર કચેરીને ઘેરાબંધી અને તાળાબંધી ખેડૂતોને સાથે રાખીને કરીશું. તેવું આગેવાન દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : રાજકોટમાં ફ્લેટધારકને 10 લાખનું વીજ બિલ ફટકારાયું, ગ્રાહકે ફરિયાદ કરતાં નવું બિલ આપ્યું
આ પણ વાંચો : Banaskantha: પાણીનો પ્રશ્ન વિકટ બન્યો, પાલનપુર તાલુકાના ખેડૂતોએ ટ્રેકટર રેલી કાઢી
Published On - 4:51 pm, Mon, 7 March 22