Jamnagar: વૃદ્ધોને પેન્શન યોજનાનો લાભ અપાવવાનું કહી માલમત્તા ખંખેરતી મહિલા રાજસ્થાનથી ઝડપાઈ

|

Apr 03, 2023 | 9:49 PM

મહિલાએ વૃદ્ધાને જણાવ્યું હતું કે તેઓ એકલા રહેતા હોવાથી દાગીના ઘરમાં ન રાખવા જોઈએ અને બેન્કના લોકરમાં મૂકવા જોઈએ આમ કહીને આરોપી મહિલા દાગીના સગેવગે કરી  ગઈ હતી.  બેન્કમાં લોકર દાગીના રાખવાનું જણાવીને કુલ કિંમતમાં રૂપિયા 4.20ના દાગીના મેળવીને તે ફરાર થઈ હતી.

Jamnagar: વૃદ્ધોને પેન્શન યોજનાનો લાભ અપાવવાનું કહી માલમત્તા ખંખેરતી મહિલા રાજસ્થાનથી ઝડપાઈ

Follow us on

જામનગર શહેરના ચાંદી બજાર નજીક એક વૃદ્ધ મહિલા સાથે છેતરપિંડી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેની તપાસમાં પોલીસે રાજસ્થાનથી આરોપી મહિલાને ઝડપી પાડી છે. પોલીસ તપાસમાં ખૂલ્યું હતું કે વર્ષ 2015થી રાજયભરમાં વિવિધ શહેરમાં વૃધ્ધોને વિશ્વાસમાં લીધા બાદ તેમને છેતરીને દાગીના કે અન્ય સામાન લઈને આ મહિલા ફરાર થઈ જતી. આરોપી મહિલા  શાહીદાબીબી ફિરોઝખાન પઠાણ સામે રાજ્યના વિવિધ શહેરમાં બે ડઝન જેટલા ગુનાઓ નોંધાયેલા છે.

મહિલા સોનાના દાગીના લઈને થઈ હતી ફરાર

જામનગર શહેરના ચાંદી બજાર પાસે ઝવેરી ઝાપામાં રહેતા વૃધ્ધ મહિલા રમાબેન રમેશચંદ્ર મહેતાને અજાણી મહિલાએ છેતરીને સોનાના દાગીના  લઈ લીધા હતા અને મહિલા ફરાર થઈ ગઈ હતી.   આરોપી  મહિલાએ રમાબેનને જણાવ્યું હતું કે  તે જામનગર મહાનગર પાલિકામાં નોકરી કરે છે. સરકાર દ્વારા વૃધ્ધોને 25 હજાર રૂપિયાની સહાય મળતી હોય છે. તે સહાય મેળવવા સરકારી કચેરીમાં ફોર્મ ભરાવીને તે રમાબેનને આ યોજનાનો લાભ અપાવશે. આમ કહીને રમાબેનને વિશ્વાસમાં લઇને તેણે  દાગીના  પડાવી લીધા હતા.

આ પણ વાંચો: Gujarati Video: કેનેડા-અમેરિકન બોર્ડર ઉપર ચૌધરી પરિવારના મોતમાં એજન્ટ સચિનનું નામ આવ્યું સામે

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

બેંકના લોકરમાં દાગીના મૂકવાનું કહીને  થઈ ગઈ ફરાર

મહિલાએ વૃદ્ધાને જણાવ્યું હતું કે તેઓ એકલા રહેતા હોવાથી દાગીના ઘરમાં ન  રાખવા જોઈએ અને બેન્કના લોકરમાં મૂકવા જોઈએ આમ કહીને આરોપી મહિલા દાગીના સગેવગે કરી  ગઈ હતી.  બેન્કમાં લોકર દાગીના રાખવાનું જણાવીને કુલ કિંમતમાં રૂપિયા 4.20ના દાગીના મેળવાને તે ફરાર થઈ હતી

મહિલા આરોપી ઉપર કુલ 24 ગુનાઓ દાખલ

પોલીસે ટેકનિકલ ટીમની મદદથી આરોપી  મહિલા  રાજસ્થાનમાં હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આથી પોલીસે  રાજસ્થાનથી મહિલાને ઝડપી પાડી હતી અને  પોલીસને  જાણવા મળ્યું હતું કે  છેલ્લા સાત વર્ષમાં આ રીતે લોકો સાથે છેતરપિંડી કરી હતી.  આરોપી મહિલા જુદા જુદા નામ   સલમા, મનિષા, ચકુ કહીને એકલા રહેતા વૃદ્ધોની માહિતી મેળવીને તેમને ભોળવીને  ફરાર થઈ જતી હતી.

વર્ષ 2015 થી હાલ સુધી આરોપી મહિલા ઉપર સુધી કુલ 24 ગુનાઓ અલગ-અલગ શહેરમાં નોંધાયેલ છે. જેમાં જામનગર, ગીરસોમનાથ, પંચમહાલ, આણંદ, ભાવનગર, અમદાવાદ, સુરત, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ખેડા વડોદરા, પાટણ, નર્મદા, બનાસકાંઠા, ગાંધીનગર સહીતના જીલ્લાઓનો સમાવેશ થાય છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Next Article