Gujarati Video: કેનેડા-અમેરિકન બોર્ડર ઉપર ચૌધરી પરિવારના મોતમાં એજન્ટ સચિનનું નામ આવ્યું સામે, જાણો વધુ વિગતો
પ્રાથમિક માહિતી પ્રમાણે સચિન ડાભલાના વડોસણા ગામનો વતની છે અને હાલ તે સ્વિટ્ઝરલેન્ડની આસપાસ જ રહે છે. તેમજ સચિન અગાઉ કેનેડામાં રહેતો હતો જ્યાંથી તેને ડિપોર્ટ કરવામાં આવ્યો હતો.
મહેસાણાના ડાભલાના માણેકપુરાનો ચૌધરી પરિવાર કેનેડા-અમેરિકા બોર્ડર ક્રોસ કરતા મોતને ભેટ્યો હતો. આ ઘટનામાં ચૌધરી પરિવારને કેનેડાથી અમેરિકા મોકલનાર એજન્ટનું નામ સચિન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પ્રાથમિક માહિતી પ્રમાણે સચિન ડાભલાના વડોસણા ગામનો વતની છે અને હાલ તે સ્વિટ્ઝરલેન્ડની આસપાસ જ રહે છે. તેમજ સચિન અગાઉ કેનેડામાં રહેતો હતો, જ્યાંથી તેને ડિપોર્ટ કરવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ કેનેડામાં 56 જેટલા પાસપોર્ટ સચિન પાસેથી મળી આવ્યા હતા. તેમજ સચિન પોતે પણ કોઈ એજન્ટ મારફતે જ અમેરિકા ગયો હતો. આ ઘટનામાં પરિવાર અમેરિકા જવા સચિનના સંપર્કમાં આવ્યો હતો અને સચિનને ચૌધરી પરિવારે 56 લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું.
આ પણ વાંચો: અમેરિકામાં ગેરકાયદે રીતે ઘુસણખોરી કરવા જતા મહેસાણાના પરિવારના 4 સભ્યોના મોત
અમેરિકામાં ગેરકાયદે ઘુસણખોરી કરવામાં વધુ કેટલાક ગુજરાતીઓએ જીવ ગુમાવ્યો છે. જેમાં કેનેડાથી અમેરિકા ઘુસણખોરી કરવા જતા મહેસાણાના પરવારનુ મોત થયુ છે. વિજાપુર તાલુકાના ચૌધરી પરિવારના USA અમેરિકામાં ઘુસણખોરી કરવા જતા મોત થયું હતું. વિજાપુર તાલુકાના ચૌધરી પરિવારના USA અમેરિકામાં ઘુસણખોરી કરવા જતા મોત થયુ છે. કેનેડાથી અમેરિકા પહોંચવામાં કુલ 8 વ્યક્તિના મોત થયા છે જે પૈકી 4 લોકોનો એક પરિવાર મહેસાણાના વીજાપુર તાલુકાના ડાભલા ગામનો હતો. આ પરિવારના 4 લોકોના મોત થયા છે.
કેનેડાથી અમેરિકામાં ઘુસવાનો પ્રયાસ કરતા બોટ પલટી જતા દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં બોટમાં સવાર 8 લોકોના મોત નિપજ્યા હતા. સેન્ટ લોરેન્સ નદી પાર કરતી વખત બોટ પલટી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી. નદીમાં ડૂબનારા 8 લોકોમાં મહેસાણાનો પણ એક ગુજરાતી પરિવાર સામેલ હતો. આ ગુજરાતી પરિવારના 4 લોકોના લોકોના મોત થયા છે અને પરિવારને માળો વીંખાઈ ગયો છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…