જામનગર : જોડીયામાં સાંસદ દ્વારા બહારગામથી બોર્ડની પરિક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ માટે ભોજનની વિશેષ વ્યવસ્થા કરાઇ

|

Apr 09, 2022 | 10:10 PM

જામનગરના સાંસદ પુનમબેન માડમને (poonam madam) ધ્યાને આવતા, તેમના પિતાના નામે ચાલતા ટ્રસ્ટ દ્વારા સતત 12 વર્ષથી આ સેવા કાર્યરત છે. જેમાં હાલ દૈનિક કુલ 700થી વધુ લોકોને ભોજન આપવામાં આવે છે.

જામનગર : જોડીયામાં સાંસદ દ્વારા બહારગામથી બોર્ડની પરિક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ માટે ભોજનની વિશેષ વ્યવસ્થા કરાઇ
Jamnagar: A trust in Jodia has arranged special meals for students coming from outstation to sit for board exams.

Follow us on

જામનગરના (Jamnagar) જોડીયામાં (jodia)બોર્ડની પરીક્ષા માટે આવેલા વિધાર્થીઓ (Student) માટે અનોખો સેવાજ્ઞ કાર્યરત છે. બોર્ડની પરીક્ષા બાદ વિદ્યાર્થીઓને ભોજનની વ્યવસ્થા સાંસદ દ્વારા કરવામાં આવી છે.હાલ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે જામનગરના જોડીયા તાલુકામાં બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીની અનોખી રીતે સેવા કરવામાં આવે છે. જોડીયા તાલુકા મથક પર બોર્ડનું સેન્ટર આવેલુ છે. જયાં આસપાસ આશરે 50 જેટલા ગામના વિદ્યાર્થીઓ પરીક્ષા માટે આવે છે.

જોડીયા ગામ નાનુ છે. જયાં પરીક્ષા બાદ વિધાર્થી પૈસા ખર્ચને પણ ભોજન મળવું મશુકેલ હોય છે. જેને ધ્યાને લઈને જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા હેમંતભાઈ માડમ ચેરીટેબલ ટ્રસ્ટના (Hemantbhai Madam Charitable Trust)માધ્યમથી આ વિદ્યાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવે છે. પરીક્ષા પુર્ણ કરીને તમામ વિધાર્થી અહીં ભોજન લે છે. અને ખુશી વ્યકત કરે છે. બોર્ડ પરીક્ષા બાદ અપડાઉન કરતા વિધાર્થીઓ મોડા ગામ કે ઘરે પહોંચે. તેથી કોઈ પરીક્ષાર્થી ભુખ્યા ન રહે તે હેતુથી ભોજનની સેવા આપવામાં આવે છે. અહીં આવતા પરીક્ષાર્થીઓ જણાવે છે, ટ્રસ્ટ દ્વારા સેવા રાખવામાં આવે છે. તે સારી છે. મોડા ઘરે પહોંચે, જયારે અન્ય કોઈ વ્યવસ્થા નથી. તે માટે આ ભોજન સેવા સારી હોય છે.

જામનગરના સાંસદ પુનમબેન માડમને ધ્યાને આવતા, તેમના પિતાના નામે ચાલતા ટ્રસ્ટ દ્વારા સતત 12 વર્ષથી આ સેવા કાર્યરત છે. જેમાં હાલ દૈનિક કુલ 700થી વધુ લોકોને ભોજન આપવામાં આવે છે. વિધાર્થીઓ સાથે આવેલા વાલીઓ, શિક્ષકો કે અન્ય ખાનગી વાહનોમાં આવેલા ડ્રાઈવર સહીતના લોકોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. અને પરીક્ષા શરૂથી અંતિમ દિવસ સુધી ભોજન સેવા ચાલુ રહે છે. પરીક્ષા આપવા માટે આવતા વિધાર્થીઓ અને તેની સાથે આવતા લોકો માટે ઘર જેવુ સ્વાદીષ્ટ ભોજન મળી રહે માટે સ્વયંસેવકો અહીં સેવા કરે છે. સંતોષથી તમામ ભોજન કરે તે ધ્યાન રાખવામાં આવે છે. જેના નાના ગામમાં અન્ય ભોજન માટે અન્ય વિકલ્પ ના હોવાથી વિધાર્થીઓને મુશ્કેલી ના પડે તે માટેની કાળજી લઈને સ્થાનિકોએ સાંસદને આ વાત ધ્યાને મુકતાની સાથે સાંસદ પૂનમબેન માડમે વિદ્યાર્થીઓની મુશ્કેલી દુર કરવાની નેમ લીધી હતી. ત્યારથી સાંસદ દ્વારા છેલ્લા 12 વર્ષથી પરીક્ષાર્થીઓ માટે આ પ્રકારની ભોજનની વ્યવસ્થા કરાવીને સેવા આપવામાં આવે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ધાર્મિક સ્થાનોમાં જતા શ્રધ્ધાળુઓ માટે ભોજનની વ્યવસ્થા અનેક જગ્યાઓ પર હોય છે. પરીક્ષા માટે જતા પરીક્ષાર્થીઓ માટે આ પ્રકારની ભોજન વ્યવસ્થા માત્ર જોડીયા હશે.

 

આ પણ વાંચો :મહારાષ્ટ્રના 19 લાખ વિદ્યાર્થીઓના આધાર કાર્ડ નકલી! મુંબઈ હાઈકોર્ટની ઔરંગાબાદ બેંચે તપાસ માટે કમિટીની રચના કરવાનો આપ્યો આદેશ

આ પણ વાંચો :Devbhumi Dwarka: ખંભાળિયાના સલાયા ગામમાં વર્ષો જૂની પરંપરા મુજબ ચૈત્રી નવરાત્રીની ઉજવણી, મહિલાઓએ રાસ ગરબા રમી કરી આરાધના

Published On - 7:12 pm, Sat, 9 April 22

Next Article