Jamnagar: રેલ્વે સ્ટેશન પર મળેલા થાનગઢના કિશોરનું પરિવાર સાથે પુન:મિલન, ચાઈલ્ડ હેલ્પ ડેસ્ક 1098 તથા બાળ કલ્યાણ સમિતિનો ઉમદા પ્રયાસ રંગ લાવ્યો

|

Mar 30, 2022 | 4:18 PM

થોડાં દિવસો પહેલા ઘટેલી આવી જ એક ઘટનામાં થાનગઢથી ઘર છોડીને ભાગી આવેલ 15 વર્ષનો એક કિશોર જામનગર રેલ્વે સ્ટેશન પર રાત્રે 2 વાગ્યાની આસપાસ એકલો આટા-ફેરા કરતો હોવાનું રેલ્વે ચાઈલ્ડ હેલ્પ ડેસ્ક 1098ની ટીમના ધ્યાને આવ્યુ હતુ.

Jamnagar: રેલ્વે સ્ટેશન પર મળેલા થાનગઢના કિશોરનું પરિવાર સાથે પુન:મિલન, ચાઈલ્ડ હેલ્પ ડેસ્ક 1098 તથા બાળ કલ્યાણ સમિતિનો ઉમદા પ્રયાસ રંગ લાવ્યો
Jamnagar: A Thangarh teenager reunited with his family at the railway station

Follow us on

Jamnagar: આપણે સૌએ અનુભવ્યું જ હશે કે આજકાલ બાળકોને (Child) માતા-પિતા દ્વારા નાનો મોટો ઠપકો આપવામાં આવે તો બાળકો તરત જ ગુસ્સે થઈ જતા હોય છે. માતા-પિતા દ્વારા આપવામાં આવેલ ઠપકા પાછળનું સાચું કારણ સમજ્યા વગર ક્યારેક બાળકો ગુસ્સાના આવેગમાં આવીને ઘર છોડી ભાગી જવાની ગંભીર ભૂલ કરતા હોય છે. અને ઘર છોડયા પછીની પરીસ્થિત કેટલી ખરાબ તેમજ વિકટ બની શકે છે એ બાબતનો તેમને લગીરે ખ્યાલ હોતો નથી. એકલું બાળક અસામાજિક તત્વોના હાથમાં આવી જતા બાળકોને મજુરી, ભિક્ષાવૃત્તિ જેવા કામોમાં ઉપયોગ કરવામાં આવતા હોવાના દાખલા પણ સામે આવ્યા છે. તો ક્યારેક કોઈ અનિચ્છનીય ઘટનાનો શિકાર પણ બાળકો બની જતા હોય છે. ત્યારે આવા મુશ્કેલીઓમાં ફસાયેલ બાળકોની મદદ માટે કુલ 144 રેલ્વે સ્ટેશન પર (Child Help Desk)ચાઈલ્ડ હેલ્પ ડેસ્ક 1098 સતત 24 કલાક કાર્યરત છે. કેન્દ્ર સરકાર પુરસ્કૃત જામનગર ચાઈલ્ડ હેલ્પ ડેસ્ક 1098 છેલ્લા 2 વર્ષથી સ્વ.જે.વી.નારીયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (JV Naria Education and Charitable Trust)દ્વારા જમનભાઈ સોજીત્રાના માર્ગદર્શન હેઠળ હાલ સેવા આપી રહી છે.

કોઈપણ સ્થળે બાળક એકલું કે મુશ્કેલીમાં જણાય તો 24X7 કાર્યરત 1098ની મદદ લઈ શકાય છે, માહિતી આપનારની ઓળખ ગુપ્ત રખાય છે

થોડાં દિવસો પહેલા ઘટેલી આવી જ એક ઘટનામાં થાનગઢથી ઘર છોડીને ભાગી આવેલ 15 વર્ષનો એક કિશોર જામનગર રેલ્વે સ્ટેશન પર રાત્રે 2 વાગ્યાની આસપાસ એકલો આટા-ફેરા કરતો હોવાનું રેલ્વે ચાઈલ્ડ હેલ્પ ડેસ્ક 1098ની ટીમના ધ્યાને આવ્યુ હતુ. આ કિશોર સાથે કોઈ પણ વાલી વારસદાર ન હોવાથી ટીમ 1098 દ્વારા બાળક સાથે પ્રાથમિક વાતચીત કરવામાં આવેલ. વાતચીત દરમ્યાન બાળકના જવાબો ખોટા અને અસામાન્ય હોય તેવું લાગતાં ચાઈલ્ડ હેલ્પ ડેસ્ક 1098 ટીમ દ્વારા કિશોરનું યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. અને કાઉન્સેલિંગ દરમ્યાન જાણવા મળ્યું કે બાળક સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢનો રહેવાસી છે. જેને માતા પિતા દ્વારા ઠપકો આપવામાં આવેલ અને તે મન પર લાગી આવતા તે ઘર છોડીને ભાગી આવેલ છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

બાળકને પરિવારના કોઈ પણ સભ્યના સંપર્ક નંબર યાદ ન હતા. રેલ્વે પોલીસ ફોર્સ અને ગુજરાત રેલ્વે પોલીસની સાથે રહી ચાઈલ્ડ હેલ્પ ડેસ્ક ટીમ દ્વારા ડોક્યુમેન્ટ વર્ક તૈયાર કરી બાળકને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ લઈ જઈ બાળકની પરિસ્થિતિ અને મળેલ વિગતોની માહિતી આપવામાં આવી હતી. બાળકના વાલી વારસદાર ન મળે ત્યાં સુધી બાળકને બાળ કલ્યાણ સમિતિ દ્વારા ચિલ્ડ્રન હોમમાં આશ્રય આપવામાં આવેલ. ચિલ્ડ્રન હોમના સુપ્રીટેન્ડન્ટ દ્વારા પોલીસની મદદથી બાળકના વાલીને શોધવામાં આવ્યા અને તેનો સંપર્ક કરી બાળકની માહિતી આપવામાં આવેલ. માતા-પિતાને બાળક સુરક્ષીત છે. એવા સમાચાર મળતા જ તેઓ ખુશ-ખુશાલ થઈ ગયેલ અને બાળકને લેવા માટે જામનગર આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ બાળ કલ્યાણ સમિતિ દ્વારા યોગ્ય ખરાઈ બાદ કિશોરને તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો.

બાળકોની તસ્કરી કરનારા અસામાજિક તત્વો ટ્રેન મારફતે બાળકોની હેરાફેરી કરતા હોય છે. તો ક્યારેક બાળકો ઘરથી દુર ભાગી જવા માટે ટ્રેનનો ઉપયોગ કરતા હોય છે. આ બંને પરિસ્થિતિ એકલા બાળક માટે જોખમી સાબિત થઈ શકે છે. આવી કોઈ પણ મુશ્કેલ કે વિકટ પરિસ્થિતિમાં બાળક ટ્રેનમાં એકલું બેઠું જોવા મળે કે પછી રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર ઉતરે અથવા તો આટા-ફેરા કરતુ હોય તો તેવા બાળકોની મદદ માટે રાત-દિવસ 24 કલાક કાર્યરત હેલ્પ ડેસ્ક 1098 પર કોલ કરી બાળક પોતે અથવા તો બાળક વતી કોઈ પણ વ્યક્તિ મદદ મેળવી શકે છે. 1098 દ્વારા માહિતી આપનાર વ્યક્તિની ગોપનીયતા રાખવામાં આવે છે.

આ પણ વાંચો : સુરત ઉધના રેલવે સ્ટેશન પર ગર્ભવતી મહિલાની હત્યા બીજા કોઈ નહિ પણ તેના ભણેજે જ કરી હોવાનો ખુલાસો થયો, શું હતું હત્યાનું કારણ?

 

આ પણ વાંચોઃ Jamnagar: મનપા દ્વારા લાખોના ખર્ચે સાધનો, વાહનો અને ટ્રીગાર્ડની ખરીદી, અત્યારે ઉપયોગ પહેલા જ ભંગાર હાલતમાં

 

Published On - 4:18 pm, Wed, 30 March 22

Next Article