Jamnagar : સ્લમ વિસ્તારમાં હળાહળ કળિયુગની યાદ અપાવતો ચકચારી કિસ્સો, સગી જનેતા પર પુત્રએ આચર્યુ દુષ્કર્મ

નરાધમ પુત્રએ સગી જનેતા પર દુષ્કર્મ ગુજાર્યાનો કિસ્સો સામે આવતાં ચોમેરથી ફિટકાર વ્યાપી છે. સ્લમ વિસ્તારમાં રહેતા અને દારૂના નશામાં ધૂત રહેતા પુત્રે નશાની હાલતમાં પોતાનીજ જનેતા પર દુષ્કર્મ આચાર્યની ઘટના બની છે. 

Jamnagar : સ્લમ વિસ્તારમાં હળાહળ કળિયુગની યાદ અપાવતો ચકચારી કિસ્સો, સગી જનેતા પર પુત્રએ આચર્યુ દુષ્કર્મ
| Edited By: | Updated on: May 09, 2023 | 7:26 PM

જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા વિસ્તારમાં રહેતા એક નરાધમ પુત્રએ સગી જનેતા પર દુષ્કર્મ ગુજાર્યાનો કિસ્સો સામે આવતા ભારે અરેરાટી પ્રસરી છે. સગી જનેતાની ફરિયાદના આધારે પોલીસે પુત્રની અટકાયત કરી છે. જામનગર શહેરમાં બનેલ આ કિસ્સાને લઈ ભારે અરેરાટી વ્યાપી છે. આ કિસ્સાની વિગત એવી છે કે જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં સ્લ્મ એરિયામાં રહેતી આઘેડ વયની એક મહિલા પર શનિવારે મોડી રાત્રે તેના જ નરાધમ પુત્રએ દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે. દારૂના નશામાં ચકચુર બની પોતાની માતાને જ હવસનો શિકાર બનાવી લીધી હોવાનું સામે આવતાં પોલીસે કાર્યવાહી કરી છે.

આ ઘટનાને લઈ હતપ્રભ બની જનેતા

જે માતાએ પુત્રને જન્મ આપ્યો તેજ સગી જનેતા સાથે પુત્રએ બળાત્કાર કર્યો. તે પણ એક વખત નહીં પરંતુ અનેક વખત વારંવાર આ બનાવ બનતા માતાએ હિમંત દાખવીને પોલીસની મદદ લીધી. માતાએ પોલીસ મથકે પોતાના પુત્ર સામે ફરિયાદ નોંધાવી. પોતાના પર વિતેલી આ ઘટનાને લઈ હતપ્રભ બની ગયેલી માતા પોતાના પુત્રને લઈ મૌન રહી હતી. પરંતુ વારંવાર આવી ઘટના બનતા પોતાના નરાધમ પુત્રને સબક શીખવવા માતા મક્કમ બની હતી, અને ગઈકાલે રાત્રે હિંમત દાખવીને ફરિયાદ કરવા માટે સીટી બી. ડિવિઝન પોલીસ મથકે પહોંચી હતી.

પોતાના પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે દુષ્કર્મ ગુજારનાર પુત્ર સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. જે સૌ પ્રથમ ભાગી છુટ્યો હતો, પરંતુ પોલીસે તેને શોધી કાઢ્યો છે અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : કાર અકસ્માતમાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત, અકસ્માતનો Live Video સામે આવ્યો

આરોપીના આડોશ પાડોશમાં રહેતા લોકો પણ ઉશ્કેરાયા હતા અને સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને લઈ ભારે હલચલ મચી ગઈ છે. પોલીસ પણ સગા પુત્રના આવા દુષ્કૃત્યને લઈને અચંબામાં પડી ગઈ હતી, હાલ આરોપીની વિશેષ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે. સીટી ઈન્સ્પેક્ટર  એચ.પી. ઝાલા તેમજ ડી. સ્ટાફના પી.એસ.આઇ. ડી.એસ.વાઢેર અને તેમની ટીમ ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 11:48 pm, Mon, 8 May 23