Gujarat Video : વડોદરાના જે.પી.પોલીસ સ્ટેશન સામે જ પોલીસની ઈજ્જત તોડી જતા ચેઇન સ્નેચરો, મહિલાના ગળામાંથી સોનાની ચેઇન તોડી ફરાર

Gujarat Video : વડોદરાના જે.પી.પોલીસ સ્ટેશન સામે જ પોલીસની ઈજ્જત તોડી જતા ચેઇન સ્નેચરો, મહિલાના ગળામાંથી સોનાની ચેઇન તોડી ફરાર

TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2023 | 12:01 PM

વડોદરાના જે.પી.પોલીસ સ્ટેશન નજીક ચેઈન સ્નેચરની ઘટના સામે આવી છે. જે.પી.રોડ પર અક્ષર ચોક પાસે એક્ટિવા પર પસાર થતી મહિલાના ગળામાંથી સોનાની ચેઇન સ્નેચિંગ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

રાજ્યમાં દિવસે દિવસે ક્રાઈમની ઘટનામાં વધારો થતો જઈ રહ્યો છે. વડોદરાના જે.પી.પોલીસ સ્ટેશન નજીક ચેઈન સ્નેચિંગની (Chain snatching) ઘટના સામે આવી છે. જે.પી.રોડ પર અક્ષર ચોક પાસે એક્ટિવા પર પસાર થતી મહિલાના ગળામાંથી સોનાની ચેઇન સ્નેચિંગ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. બાઈક પર સવાર બે શખ્સે ચાલુ બાઈકે મહિલાના ગળામાંથી ચેઈન સ્નેચિંગ કરી હતી.

આ પણ વાંચો : Vadodara : નોકરી આપવાના ઠગાઈ કૌભાંડમાં ચીન કનેક્શન આવ્યુ સામે, સાયબર ક્રાઈમ સેલે 4 આરોપી ઝડપ્યા, જુઓ Video

આ સમગ્ર ઘટનાની CCTV સામે આવી છે. આ ઘટના અંગે પોલીસ અને ક્રાઈમ બ્રાંચે ચેઈન સ્નેચરની તપાસ હાથ ધરી છે. પોલીસ વાહન નંબર આધારે પણ આરોપીઓનું પગેરુ મેળવવાની તવાઈ કરવામાં આવી છે. પોલીસ સાથે જ અલગ – અલગ ટીમો બનાવી આરોપીની તપાસ હાથ ધરાઈ છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: May 08, 2023 11:58 AM
g clip-path="url(#clip0_868_265)">