જામનગરઃ માટી બચાવવાના સંદેશ સાથે 17 વર્ષના કિશોરે 10 મહિનામાં 10 રાજયમાં સાયકલ પર કર્યો પ્રવાસ, માટી બચાવવા લોકોને કરી અપીલ

સાહિલ ઝાએ ધોરણ 10ની પરીક્ષા પૂર્ણ કર્યા બાદ 2022ના મે માસથી પ્રવાસ શરૂ કર્યો છે. હાલ સુધીમાં 10 રાજયમાં માટી બચાવવાનો સંદેશો આપી ચુક્યો છે. જેમાં કોલકત્તા વેસ્ટ, બંગાળ, ઝારખંડ, ઓરીસા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરલા, કર્નાટક, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતનો પ્રવાસ કર્યો છે.

જામનગરઃ માટી બચાવવાના સંદેશ સાથે 17 વર્ષના કિશોરે 10 મહિનામાં 10 રાજયમાં સાયકલ પર કર્યો પ્રવાસ, માટી બચાવવા લોકોને કરી અપીલ
| Edited By: | Updated on: Mar 16, 2023 | 6:07 AM

કોલકત્તા 17 વર્ષીય સાહિલ ઝાએ 10 માસથી સાયકલ પર 10 રાજયનો પ્રવાસ ખેડીને 10 હજાર કિમીનુ અંતર કાપ્યુ છે. માટી બચાવના સંદેશ સાથે દેશભ્રમણ કરશે. કોલક્ત્તાના વેસ્ટ બંગાળથી 1 મે 2022ના રોજ સાયકલ પર પ્રવાસ શરૂ કર્યો હતો. 10 માસ અને 15 દિવસમાં તેને કુલ 10 હજાર કિમીનું અંતર કાપ્યુ છે. ખેડુતો, યુવાનો, આગેવાનો, અધિકારી, જનપ્રતિનિધીઓ, સેલીબ્રિટીઓને મળીને માટી બચાવનો સંદેશ આપે છે. આ ઉપરાંત લોકોને આ અભિયાનમાં જોડાવવા માટે અપીલ કરે છે. દૈનિક 80 થી 100 કિમીનો પ્રવાસ સાયકલથી પુર્ણ કરે છે.

આ પણ વાંચો : જામનગર : રિક્ષા અને મનપાની કચરાની ગાડી ટકરાતા સર્જાયો ગમખ્વાર અકસ્માત

દેશના આ રાજ્યમાં કર્યુ ભ્રમણ

સાહિલ ઝાએ ધોરણ 10ની પરીક્ષા પુર્ણ કર્યા બાદ 2022ના મે માસથી પ્રવાસ શરૂ કર્યો છે. હાલ સુધીમાં 10 રાજયમાં માટી બચાવવાનો સંદેશો આપી ચુક્યો છે. જેમાં કોલકત્તા વેસ્ટ, બંગાળ, ઝારખંડ, ઓરીસા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરલા, કર્નાટક, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતનો પ્રવાસ કર્યો છે. ગુજરાતમાં વાપી, સુરત, વડોદરા, આંણદ, તમિલનાડુ, રાજકોટ, જામનગર જેવા શહેરોમાં માટી બચાવવાનો સંદેશ આપ્યો છે. તે જામનગરથી સુરેન્દ્રનગર અને અમદાવાદ જશે. પ્રવાસમાં હાલ સુધીમાં 200થી વધુ શાળા-કોલેજમાં માટી બચાવનો સંદેશ આપ્યો છે. 50થી વધુ સેલિબ્રીટીને મળીને તેમને આ માટી બચાવના અભિયાનમાં જોડાવવા અપીલ કરી. 3 રાજયના ગર્વનરને, ફાલ્ગુની પાઠક, સી.આર.પાટીલ, શશી થરૂર તેમજ સદગુરૂ જગીને વીડીયો બતાવી, ઉદાહરણો આપી, માટી વિશેની જાગૃતિ જરૂર હોવાનું સાહિલે ઝાએ અપીલ કરે છે.

સદગુરૂ જગીજી પાસેથી મળી પ્રેરણા

સાહિલ ઝાને માટી બચાવ અભિયાનની પ્રેરણા સદગુરૂ જગીજી પાસેથી મળી હતી. માટી બચાવવા સદગુરૂ 65 વર્ષની ઉમરે 30 હજાર કિમીનો પ્રવાસ કર્યો હોય તો 16 વર્ષની ઉમરે તે સાયકલ પર પ્રવાસ કેમ ન કરી શકે. પૃથ્વી પર રહેલી માટી દરેકની છે. તો તેને બચાવવાની જવાબદારી પણ બધાની છે. તે માટે માટી બચાવ અભિયાનમા જોડાઈને ભારતભ્રમણ કરી માટી બચાવવા લોકોને અપીલ કરે છે.

સૌરાષ્ટ્રની મહેમાનગતિ પસંદ આવી

10 માસ અને 15 દિવસના પ્રવાસમાં સાહિલે જણાવ્યુ કે દક્ષિણ ભારતના કુદરતી નજારા જોવા ખૂબ જ ગમ્યા છે. તો ગુજરાતમાં તેને ઠેર-ઠેર મળતો આવકાર યાદગાર રહશે. તેમજ સૌરાષ્ટ્રની મહેમાનગતિ ખુબ જ પસંદ પડી છે. તેને જણાવ્યું કે ભારતભ્રમણના પ્રવાસ બાદ તે ફરી સૌરાષ્ટ્રમાં થોડા દિવસો પસાર કરવાનું પસંદ કરશે. હાલ ગરમીના દિવસોમાં સાયકલની સફર કરવી પડકારદાયક બની રહે છે. પરંતુ ગુજરાતીઓના સથવારે તે પડકાર મુશ્કેલ લાગતો નથી. હાલ દોઢ વર્ષ સુધી તેણે શૈક્ષણિક અભ્યાસ છોડયો છે. પરંતુ ભણતર કરતા ગણતર વધુ સારૂ શિક્ષણ આપે છે તેવું સાહિલનું માનવુ છે. રોજ નવી જગ્યા, નવા લોકો, નવી સંસ્કૃતિ સાથે નવો અનુભવ થાય છે.

શા માટે માટી બચાવ અભિયાન

માટીમાં રહેલા પૌષક તત્વ ઓછા થઈ રહ્યા છે. તેમજ માટી માંથી રેત બની રહી છે. ભવિષ્યમાં ખેતપૈદાશો ઓછી થશે. તેમજ વસ્તી વધતા તેની માંગ વધશે. જો આજે માટી બચાવ માટે લોકો જાગૃત નહી બને તો ખોરાક મેળવવો મુશ્કેલ બની શકે છે. માટીને જે ખોરાક જોઈએ તે મળવો જરૂરી છે. તે સંદેશ સાથે લોકોને જાગૃત કરી, તેના અભિયાનમાં જોડાવવા અપીલ કરે છે.

Published On - 9:53 am, Wed, 15 March 23