Jamnagar : 7 ગામની અવરજવરનો રસ્તો બિસ્માર હાલતમાં, અકસ્માત સર્જાવાની ભીતિ, 25 દિવસથી પીવાના પાણીના વલખાં

જામનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા 7 ગામના લોકોની અવરજવર થનાર રસ્તો બનાવવાનું કામ શરૂ કર્યું. પરંતુ તે દરમિયાન પાણી પુરવઠા વિભાગની મુખ્ય પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું. જેને લઈ પાણી પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી.

Jamnagar : 7 ગામની અવરજવરનો રસ્તો બિસ્માર હાલતમાં, અકસ્માત સર્જાવાની ભીતિ, 25 દિવસથી પીવાના પાણીના વલખાં
| Edited By: | Updated on: Mar 19, 2023 | 9:00 AM

જામનગરના કનસુમરા ગામમાં એક સાંધે ત્યાં તેર તુટે તેવી સ્થિતિ સર્જાઈ છે કે જ્યાં, જામનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા 7 ગામના લોકોની અવરજવર માટે રસ્તો બનાવવાનું કામ શરૂ કર્યું. પરંતુ તે દરમિયાન પાણી પુરવઠા વિભાગની મુખ્ય પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું. જેને લઈ રસ્તાનું કામ તો અટકી ગયુ છે. સાથોસાથ પાઈપલાઈનનું સમારકામ પણ હાથ ધરાતુ નથી.

આ પણ વાંચો : Jamnagar: આયુર્વેદ અંગે જાગૃતિ માટે મિલેટ્સ આધારિત શ્રીધાન્ય મેળાનું આયોજન, મિલેટ્સ-જાડા ધાન્ય અંગેનું વિશેષ આકર્ષણ

પાણી પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી હોવા છતાં છેલ્લા 25 દિવસથી પાણીની લાઈનમાં સમારકામ નથી થયું. અને તેના વાંકે રસ્તાનું કામ તો ખોરંભાયું જ પણ સાથે સ્થાનિકોને 25 દિવસથી પીવાના પાણીથી પણ અળગા રહ્યા છે. એવામાં સમગ્ર મામલે સ્થાનિકોએ તંત્ર સામે રજૂઆત પણ કરી પરંતુ સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. ત્યારે સ્થાનિકોએ હવે વહેલીતકે પીવાના પાણીની લાઈનનું સમારકામ થાય અને તાત્કાલીક ધોરણે રોડનું કામ પુર્ણ થાય તેવી માગ કરી છે.

તો બીજી તરફ 25 દિવસથી સ્થાનિકોનું ન સાંભળનાર તંત્રએ મીડિયા સામે કામ પૂર્ણ કરવાની હૈયાધારણા આપી છે. જામનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીના ચેરમેને પાણી વિભાગને પાણીની લાઈનનું સમારકામ કરવા સુચના આપી હોવાનું જણાવ્યું છે. સાથે જ રોડનું કામ પણ ત્વરીત પૂર્ણ કરવા પણ બાંહેધરી આપી છે.

ગટરના ગંદા પાણી પીવાના પાણીમાં મિક્સ થતા લોકો ત્રાહિમામ

મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના રામપુરા-કોટસણના સ્થાનિકોની મુશ્કેલી વધી હતી. ગામમાં પીવાના પાણીની લાઇનમાં ગટરના પાણી આવતા ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. પીવાના પાણીની લાઇન ઠેર ઠેર તૂટેલી હોવાના કારણે તેમાં ગટરનું પાણી મિક્સ થઇ રહ્યું હતું અને ગટરનું ગંદુ પાણી પીવા માટે લોકો મજબૂર બન્યાં હતાં. સ્થાનિકોનો આરોપ હતો કે તેમના ગામમાં 6 મહિનાથી દૂષિત પાણી આવી રહ્યું હતું.

તો આ અગાઉ સુરત શહેરની કેટલીક જગ્યાએ પીવાના પાણીની સમસ્યા સામે આવતી હતી. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ ગંગેશ્વર મંદિરના આજુબાજુના ઘરોની અંદર પીવાના પાણીની અંદર સમસ્યાના કારણે 500થી વધુ પરિવાર મુશ્કેલીમાં મુકાયા હતા. સુરતના અડાજણના કેટલાક વિસ્તારોની અંદર 20 દિવસ સુધી પાણીની સમસ્યાને લઈને સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

તો બીજી તરફ રાજકોટના મોટામવાથી ભીમનગરને જોડાતા રોડનું કામ શરુ કરવામાં આવ્યું હતું. જે સમયસર પુરુ કરવામાં ન આવતા સ્થાનિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મોટામવાથી ભીમનગરને જોડતા રોડ બનાવવા માટે ખોદકામ કરીને કામને માળિયે મુકવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર ખોદકામ કરતા રોડની નીચે ભૂગર્ભ ગટર હોવાનું સામે આવી રહ્યું હતું.

( ઈનપુટ વીથ દિવ્યેશ વાયડા )