Jamnagar: શ્રાવણી મેળાના આયોજનમાં મહાનગર પાલિકાને 3 કરોડથી વધુની આવકનો અંદાજ, આ વર્ષે 3 સપ્તાહ માટે કરાયું આયોજન

|

Aug 02, 2023 | 4:39 PM

જામનગર શહેરમા આગામી તારીખ 21 ઓગષ્ટથી 14 સપ્ટેમ્બર સુધી મેળાનુ આયોજન કરવામાં આવ્યુ છેે. શહેરમાં પ્રદર્શન મેદાન અને રંગમતિ નદીના પટ પાસે બે સ્થળોએ મેળાનુ આયોજન કરવામાં આવ્યુ છે. આયોજનમાં મહાનગરપાલિકાને 3 કરોડથી વધુની આવકનો અંદાજ છે.

Jamnagar: શ્રાવણી મેળાના આયોજનમાં મહાનગર પાલિકાને 3 કરોડથી વધુની આવકનો અંદાજ, આ વર્ષે 3 સપ્તાહ માટે કરાયું આયોજન

Follow us on

Jamnagar: શ્રાવણ માસમાં પરંપરાગત મેળાનુ આયોજન મોટાભાગના શહેરોમાં થાય છે. જામનગરમાં આ વખતે શ્રાવણી મેળાનુ બે સ્થળે આયોજન કરવામાં આવ્યુ છે. સાથે મેળો આ વર્ષે 3 સપ્તાહ માટે કરવાનુ આયોજન મહાનગરપાલિકાએ કર્યુ છે. અગાઉ જે બે સપ્તાહ સુધીના મેળા યોજાતા, પરંતુ આ વર્ષે તેની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે મહાનગર પાલિકાની તિજોરીને 3 કરોડ 5 લાખની આવક મળશે.

જામનગર શહેરમા આગામી તારીખ 21 ઓગષ્ટથી 14 સપ્ટેમ્બર સુધી મેળાનુ આયોજન કરવામાં આવ્યુ છેે. શહેરમાં પ્રદર્શન મૈદાન અને રંગમતિ નદીના પટ પાસે બે સ્થળોએ મેળાનુ આયોજન કરવામાં આવ્યુ છે. પ્રદર્શનના મૈદાનમાં કુલ 58 સ્ટોલ કરવામાં આવશે. કુલ 58 સ્ટોલ માટે કુલ 401 પાર્ટીઓએ ટેન્ડરના ફોર્મ મેળવ્યા હતા. જે પૈકી 183 પાર્ટીઓ ટેન્ડર ભર્યુ હતુ. જેમાં 58 સ્ટોલ માટે 58 પાર્ટીના ટેન્ડર મંજુર થયા છે.

આમ કુલ મહાનગર પાલિકાને બે મેળાના આયોજનથી કુલ 3 કરોડ 5 લાખની આવક થનાર છે. મેળાનુ આયોજન આ વખતે 2 સપ્તાહને બદલે ત્રણ સપ્તાહની મુદત કરવામાં આવી છે. જેના કારણે મહાનગર પાલિકાને જયા 1 કરોડની આવકનો અંદાજ હતો ત્યાં 3 કરોડથી વધુની આવક થઈ છે.

Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો

પ્રદર્શન મૈદાનમાં 58 જેટલા સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. જેમાં 10 સ્ટોલ મશીન મનોરંજન, 10 સ્ટોલ ચિલ્ડ્રન રાઈડસ, 8 સ્ટોલ ખાણીપીણીના , 13 સ્ટોલ હાથથી ચાલતી ચકરડીઓ, 2 આસ્ક્રીમના સ્ટોલ, 7 પોપકોનના સ્ટોલ, 8 રમકડાના સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. જેમાં મશીન મનોરંજનની મોટી રાઈડસના 10 સ્ટોલ માંથી 189.75 લાખની આવક થનાર છે.

આ પણ વાંચો : Jamnagar : બાલા હનુમાન મંદિરમાં ચાલતી અખંડ રામધૂનના 59 વર્ષ પુર્ણ, 60મા વર્ષમાં પ્રવેશ

ચિલ્ડ્રન રાઈડસના 10 સ્ટોલ માંથી 40.25 લાખની આવક થશે. ખાણી-પીણીના 8 સ્ટોલના 10.06 લાખની આવક થશે. હાથથી ચાલતી ચકરડીના 13 સ્ટોલથી 20.40 લાખની આવક થશે. આઇસ્કીમના બે સ્ટોલથી 12.67 લાખની આવક થશે. પોપકોનના 7 સ્ટોલથી 4.07 લાખની આવક થશે. અને રમકડાના 8 સ્ટોલથી 24.70લાખની આવક મહાનગર પાલિકાને થનાર છે.

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article