Jamnagar: કોરોનાની મહામારીમાં અનેક લોકો કોરોના (Corona)સામેની લડાઈ હારી ગયા, અનેક લોકો મૃત્યુ પામ્યા. આવી કપરા સમયે અનેક સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્રારા વિવિધ પ્રકારની મદદ કરવામાં આવે છે. ત્યારે જામનગરની શૈક્ષણિક (Education) સંસ્થા દ્રારા શિક્ષાદાન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો. કોરોના સમયમાં અનેક લોકો મહામારીમાં મૃત્યુ પામ્યા હોય, પરીવારમાં કમાણી કરનાર વ્યકિતના મૃત્યુથી પરીવારની આર્થિક મુશકેલી પણ થતી હોય છે.
આવા જ એક બાળકે જામનગરની શાળામાં ફી (School Fee) માફી માટે વિનંતી કરી, ત્યારે શૈક્ષણિક સંસ્થાના સંચાલક દ્રારા એક જ બાળક નહી પરંતુ આવા દરેક વિધાર્થીઓની ફી માફીની જાહેરાત કરી. જામનગરની બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ દ્રારા આવા સમયે બાળકો અભ્યાસથી વંચિત ના રહે અને કોઈ બાળકો પોતાના પરીવારજનોને ગુમાવ્યા બાદ અભ્યાસ ના છોડે તેવા આશયથી આવા બાળકોને ફી માફી કરીને તેમને શૈક્ષણિક રીતે દત્તક લેવાની જવાબદારી સ્વીકારી.
બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલના સંચાલક અશોક ભટ્ટએ જણાવ્યુ કે જે બાળકોએ પોતાના વાલી કોરોના સાથે ગુમાવ્યા છે. તેમને શિક્ષણ આપવાની જવાબદારી સંસ્થા ઉઠાવશે. તેમજ હાલ કોરોના કારણે દરેક વેપાર-ધંધાને અસર થઈ હોવાથી વાલીઓની વિનંતી હતી કે ફીમાં રાહત આપવામાં આવે તે ધ્યાને લઈને નર્સરીથી ધોરણ 2માં અભ્યાસ કરતા તમામ વિધાર્થીઓને 40 ટકા ફી માફી આપવામાં આવી છે. જેનાથી સંસ્થાને 28,80,000નો ફટકો પડશે. વાલીઓને આટલી રાહત ફીમાં થશે.
કોરોનાના કારણે કેટલાક લોકો મૃત્યુ પામ્યા છે. તેમના બાળકો ફી ભરી ના શકતા હોવાના કારણે શાળા છોડવા માટે મજબુર બને છે. તેવા બાળકોને કોઈ પણ ફી વગર અભ્યાસ કરાવવાનો શાળાના સંચાલકોએ નિર્ણય કરતા અનેક વિધાર્થીઓ પોતાના અભ્યાસ પુર્ણ કરી શકે.
જામનગરની શૈક્ષણિક સંસ્થાએ કોરોનામાં મૃત્યુ પામનાર વ્યકિતઓના બાળકોને શિક્ષાદાન આપીને અન્ય શૈક્ષણિક સંસ્થા માટે પ્રેરણાદાયક પગલુ ભર્યુ છે. અન્ય શાળાઓમા આવા બાળકોને શિક્ષણ આપે તો કોરોનામાં પરીવારને ગુમાવનાર વ્યકિત શિક્ષણ છોડે નહી.
Published On - 3:49 pm, Sat, 5 June 21