Cyclone Biparjoy: વાવાઝોડાને લઈને રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે વીડિયો કોન્ફરન્સ યોજી, જિલ્લા વહીવટી તંત્રને જરૂરી સૂચનો કર્યા

બિપરજોય વાવાઝોડાના પગલે જામનગરના પ્રભારી સચિવ અનુપમ આનંદ, કલેકટર બી.એ.શાહ અને કમિશનર ડી.એન. મોદીએ વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા કરાઇ રહેલી કામગીરી અંગે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારને માહિતી આપી હતી.

Cyclone Biparjoy: વાવાઝોડાને લઈને રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે વીડિયો કોન્ફરન્સ યોજી, જિલ્લા વહીવટી તંત્રને જરૂરી સૂચનો કર્યા
| Edited By: | Updated on: Jun 13, 2023 | 3:33 PM

Jamnagar :  ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે બિપરજોય વાવાઝોડાને (Cyclone Biparjoy) લઈ જે જિલ્લાઓમાં વાવાઝોડાની વધુ અસર થવાની છે ત્યાંના વહીવટી તંત્ર સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજી હતી. આ વિડીયો કોન્ફરન્સમાં જામનગર જિલ્લા વહીવટી તંત્રને મુખ્ય સચિવ રાજકુમારે જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી હતી.

આ પણ વાંચો- Cyclone Biparjoy: પોરબંદરમાં બિપરજોય વાવાઝોડાંની અસર વર્તાઈ, ભારે પવનને કારણે મકાન થયું ધરાશાયી

બિપરજોય વાવાઝોડાના પગલે જામનગરના પ્રભારી સચિવ અનુપમ આનંદ, કલેકટર બી.એ.શાહ અને કમિશનર ડી.એન. મોદીએ વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા કરાઇ રહેલી કામગીરી અંગે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારને માહિતી આપી હતી.

રાજ્યના મુખ્ય સચિવે જરૂરી સૂચનો આપ્યા

રાજ્યના મુખ્ય સચિવે વિવિધ જિલ્લા વહીવટી તંત્રને જરૂરી સૂચનો આપતા જણાવ્યું હતું કે આગામી 24 કલાકમાં વાવાઝોડાની અસર શરૂ થઈ શકે છે. ત્યારે પૂર્વ તૈયારીના ભાગરૂપે નીચાણવાળા અને દરિયાકાંઠે રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા, ફૂડ પેકેટની વ્યવસ્થા કરવી, પીજીવીસીલ અને વનવિભાગની ટીમોને સાવચેતીના ભાગરૂપે તૈયારી કરવી તેમજ ભારે પવન અને વરસાદના પરિણામે જો કોઈ જગ્યાએ નુકશાન થાય તો લોકોની સલામતી અને સુરક્ષા ધ્યાને લઈને ત્વરિત મદદ પૂરી પાડવા જણાવ્યું હતું.

જામનગરમાં PGVCLની 50 જેટલી ટીમો હાલ કાર્યરત

વિડીયો કોન્ફરન્સમાં પ્રભારી સચિવ અનુપમ આનંદ અને કલેકટર બી.એ.શાહે વિગતો આપતા જણાવ્યું હતું કે, જામનગર જિલ્લાના દરિયા કાંઠાની નજીકના વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે. PGVCLની 50 જેટલી ટીમો હાલ કાર્યરત છે. વરસાદ અને પવનના પરિણામે અમુક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાઈ થવાના લીધે રસ્તાઓ બ્લોક થયેલા હોય તો ત્યાં સફાઇ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સ્ટેન્ડબાય છે.

આ પણ વાંચો-Biparjoy Cyclone: ગીર સોમનાથમાં તોફાની પવન સાથે વરસાદ વરસતા વૃક્ષો ધરાશાયી, જુઓ Video

આ વિડીયો કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ,અધિક નિવાસી કલેકટર બી.એન. ખેર, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, કમિશનર ડી.એન.મોદી. તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ જોડાયા હતા.

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:16 pm, Tue, 13 June 23