
Jamnagar : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અંધશ્રધ્ધાના કેસ સામે આવી રહ્યાં છે. જ્યાં પાખંડીઓ અનેક લોકોને લૂંટતા હોય છે. જામનગરમાં તો પાખંડી ભૂવાએ હવે તો ધારાસભ્ય જેવા રાજકીય નેતાઓને છેતરવાના પ્રયાસ શરૂ કર્યા છે. જામનગરના ધારાસભ્યને ફોન કરીને રાજકીય પ્રમોશનનું જણાવીને પૈસાની માંગણી કરી હતી.જેની વાતમાં ના આવીને ધારાસભ્યે પોલીસની મદદ લીધી હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. જેના પગલે પોલીસે ત્રણ આરોપીને પકડીને કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : Jamanagar : કાર અકસ્માતમાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત, અકસ્માતનો Live Video સામે આવ્યો
પાંખડીઓ દોરા, તાંત્રિક વિધિના નામે સામાન્ય લોકો છેતરતા હોય છે.લાલચુ લોકો પૈસાની કે અન્ય લાલચમાં આવીને કે ચત્મકારની વાતમાં વિશ્વાસ કરીને લાખો રૂપિયા ગુમાવતા હોય છે. પાંખડીઓ હવે રાજકીય નેતાઓને પોતાનો શિકાર બનાવવાનું શરૂ કર્યુ છે. જામનગર દક્ષિણ બેઠકના ધારાસભ્યને ફોન પર વાત કરીને તેમને રાજકીય અને વ્યવસાયિક પ્રગતિ થવાનું જણાવ્યુ હતુ.
કમલેશ નામની ઓળખ આપીને તેમને ગુરૂજી સાથે વાત કરાવી હતી.જે જૈનના દિગંબર હોવાનું જણાવ્યુ હતુ.શિક્ષિત ધારાસભ્ય દિવ્યેશ અકબરી તેમની વાતો પર શંકા ઉપજી કે જૈનના દિગંબર ફોન પર વાત ના કરે.બાદ ગુરૂથી તેમને વ્યવસાય અને રાજકીય ક્ષેત્રે પ્રગતિ થવાનું જણાવ્યુ. બાદ તેમના સાથે રહેલા વ્યકિતએ વાત કરી કે કવર મોકલજો.ધારાસભ્યએ 101 રૂપિયા આપવાની સહમતિ દર્શાવી.
ત્યારે 51 હજારના ત્રણ કવરની માંગણી કરી હતી. ત્યારબાદ પૈસા ના હોવાનું કહેતા 21 હજાર આપવાની માંગણી કરી હતી અને તેનો ઈન્કાર કરતા 5 હજાર આપવાની વાત કરી. સમગ્ર મામલે ધારાસભ્યે જામનગર પોલીસને જણાવી. જે નંબર પરથી ફોન આવ્યો. તેની વિગતો પોલીસને આપી હતી.
પોલીસે ધારાસભ્યની વાત મળતા તેમને જે નંબર પરથી કોલ આવ્યો.તે ફોન નંબરના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેના આધારે પોલીસે અમરેલીના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે.જેમાં અભય સોમાણી,અજુમ જુણેઝા અને મોહમ્મદ અશરફ ભટ્ટી હોવાનું ખુલ્યુ હતુ.પોલીસે ત્રણ આરોપીની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.
પાખંડીઓ જાત-જાતની વાતો બનાવીને લાલચ આપીને લોકો સાથે છેતરપીંડી કરતા હોય છે.અને આર્થિક ફાયદો મેળવવા અનેક યુક્તિઓ અજમાવે છે.આવા પાખંડીઓએ જામનગર ધારાસભ્ય પાસે પૈસા માંગતા ધારાસભ્યે તેને તો પૈસા ના આપ્યા.પરંતુ તેમના નંબર પોલીસને આપ્યા હતા. ત્યાર બાદ પોલીસે તેની કાયદાની વિધી કરી હતી.
Published On - 9:11 am, Thu, 12 October 23