
દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો દીકરો અનંત અંબાણી ફરી એક વખત ચર્ચામાં છે. તેનું કારણ એવું છે કે, અનંત અંબાણી ચાલીને દ્વારકાધીશના દર્શન કરવા માટે જઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ પણ થઈ રહ્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અનંત અંબાણી દરરોજ 20 કિલોમીટર પગપાળા ચાલે છે.તેમની આ યાત્રા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રાફિકથી બચવા અને સામાન્ય લોકોને અસુવિધા ન થાય તે માટે તે રાત્રે મુસાફરી કરી રહ્યો છે.
દ્વારકાની પદયાત્રાનો અનંત અંબાણીનો વીડિયો વાયરલ, ખાવડીથી દ્વારકાની પદયાત્રાએ અનંત અંબાણી | TV9Gujarati#anantambanitowalk #khawditodwarka #anantambanitowalkeveryday #gujarat #tv9gujarati pic.twitter.com/9UPuYqdXTM
— Tv9 Gujarati (@tv9gujarati) March 28, 2025
ગત્ત વર્ષે લગ્ન કરનાર અનંત અંબાણી દેશના સૌથી મોટા ઉદ્યોગપતિના પુત્ર છે. આ સ્થિતિમાં, ચર્ચા થઈ રહી છે.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અનંત અંબાણીનો જન્મદિવસ 10 એપ્રિલના રોજ છે. તે દ્વારકા મંદિરમાં પોતાનો જન્મદિવસ મનાવશે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પણ ખુબ ચર્ચામાં રહ્યા હતા. આ લગ્નનું આયોજન જામનગરમાં કરવામાં આવ્યું હતુ. અંબાણી પરિવાર અવાર-નવાર જામનગરમાં કોઈના કોઈ કાર્યક્રમનું આયોજન કરે છે.
હવે અનંત અંબાણી ફરી એક વખત જગત મંદિરની યાત્રાને લઈ ચર્ચામાં છે. જામનગરથી દ્વારકાધીશ મંદિરનું અંતર અંદાજે 140 કિલોમીટર છે. અનંત અંબાણી ગત્ત મહિને પિતા મુકેશ અંબાણી સાથે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં પણ પહોંચ્યા હતા.
તમને જણાવી દઈએ કે, અનંત અંબાણીના કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં અનંત અંબાણી રસ્તા પર પગપાળા જઈ રહ્યો છે.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અનંત અંબાણી જામનગરથી દ્વારકા પગપાળા જઈ રહ્યો છે. અંદાજે 140 કિલોમીટર પગપાળા ચાલી અનંત અંબાણી દ્વારકાધિશના દર્શન કરશે.એવું પણ કહેવામાં આવી રહ્યું છે, કે, અનંત અંબાણી દરરોજ 15 થી 20 કિલોમીટર પગપાળા ચાલે છે. અંદાજે 12 દિવસમાં આ યાત્રા પૂર્ણ કરશે. પરંતુ હજુ સુધી અંબાણી પરિવાર તરફથી કોઈ સ્પષ્ટ જાણકારી સામે આવી નથી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અનેક વખત સોશિયલ મીડિયા પર જોવા મળે છે. અનંત અંબાણીનો ક્રેઝ લગ્ન સહિત દરેક પ્રકારના કાર્યક્રમમાં જોઈ શકાય છે.
Published On - 11:14 am, Sun, 30 March 25