જામનગરમાં વર્ક ફ્રોમ હોમના નામે કરોડોનું કૌંભાંડ આચરતી ગેંગનો પર્દાફાશ, લોભામણી સ્કીમ આપી આચર્યું કરોડોનું કૌભાંડ

|

Apr 02, 2023 | 2:48 PM

Jamnagar: નવી મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને લોખોની ઠગાઈ કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. આ ગેંગ દિવસના 2500 - 5000ની આવકની ઓફર કરતી અને ઠગાઈ કરતી હતી. જામનગર સાઇબર પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.

જામનગરમાં વર્ક ફ્રોમ હોમના નામે કરોડોનું કૌંભાંડ આચરતી ગેંગનો પર્દાફાશ, લોભામણી સ્કીમ આપી આચર્યું કરોડોનું કૌભાંડ

Follow us on

જામનગરમાં વર્ક ફ્રોમ હોમના નામે  નવી મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરી કરોડોની ઠગાઈનુ કૌભાંડ સામે આવ્યુ છે.  ઘર બેઠા પૈસા કમાવવાની લાલચ આપીને પૈસા પડાવતી ગેંગનો એક આરોપી ઝડપાયો છે. ટેલીગ્રામ એપ્લીકેશનમાં ફેક ગૃપ બનાવીને મુવી રેટીંગ વેબસાઈટ બનાવી લોભામણી સ્કીમ આપીને કરોડો રૂપિયાનું કૌંભાડ આચર્યું.

દિવસના 2500 – 5000ની આવકની ઓફર કરતી

જામનગર જિલ્લામા ખાનગી નોકરી કરતા વ્યક્તિને ટેલીગ્રામમાં પાર્ટટાઇમ જોબ ઓફરના મેસેજ કરતો હતો. જેમાં તે જણાવતો કે,”ઘરે બેઠા નોકરી કરવી હોય તો ફિલ્મ રેટીંગનું બિઝનેસ છે. આ બિઝનેસમા ફિલ્મની ટીકીટ ખરીદી રેટીંગ આપવુ પડશે તેનુ કમિશન મળશે. આ બિઝનેસનેએ લોકો ‘ટીકીટીંગ’ કહેતા હતા. રેટીંગમા પ્રતિ દિવસ 2500 – 5000 જેટલી આવક મળશે અને તે વર્ક ફ્રોમ હોમ હશે.” તેવું કહી લોકોને લાલચ આપતા. ઓછા સમયમા ઘરેબેઠા વધુ પ્રોફીટ મેળવો એવા મેસેજ કરીને નોકરીની ઓફર આપતા હતા.

વિશ્વાસમાં લેવા ખાતામાં બમણા પૈસા જમા કરતો

પૈસા કમાણી કરવાની લાલચમાં લોકોને ફેક વેબસાઇટમાં લોગીન કરાવી રજીસ્ટર માટે મોબાઇલ નંબર પર ઓ.ટી.પી. પાસવર્ડ સેટ કરાવતો હતો. એકાઉન્ટ ખોલાવતો અને ટેલીગ્રામ ગ્રુપના મેમ્બર બનાવતો હતો. ફિલ્મની ટીકીટ મેળવી તેમા રેટીંગ અપાવતા અને ખાતામાં બમણા પૈસા જમા કરતા હતા. તેના કારણે લોકોને વિશ્વાસ આવતો કે, પૈસા બમણા મળે છે. પછી વધુ ટીકીટની ખરીદી કરાવી ફરી કટકે કટકે પૈસા ભરાવતો હતો.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

દંપતીએ પોલીસની મદદ લીધી

ખાતામાં બમણી રકમ દેખાડે પરંતુ તે પરત મેળવવા માટે રકમ વધુ હોવાથી 50% સરચાર્જ ભરવો પડેશે. જે મેળવવા લોકો પૈસા ફરી ભરે બાદ વધુ રકમ હોવાથી મની લોન્ડરીંગનો ગુનો દાખલ થશે તેવો ભય બતાવી વધુ રકમની માંગણી કરી છેતરપીંડી પણ કરતો હતો. આ કારસ્તાન કરીને અનેક લોકોને છેતરીયા અને કરોડો રૂપિયાનુ કૌંભાડ આચર્યું હતું. દંપતી સાથે કરોડોની છેતરપિડીં થતા પોલીસની મદદ લીધી હતી.

આ પણ વાંચો: Jamnagar: ફેક એપ્લિકેશન બનાવીને 9 લાખની છેતરપિંડી કરનાર 2 આરોપી સુરતથી ઝડપાયા

પોલીસે આ ગેંગના એક વ્યકતિની ધરપકડ કરી

જામનગર સાઇબર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરતા પોલીસની ટીમે એકાઉન્ટની વિગત પરથી ગેંગના એક આરોપીને ઝડપી લીધો હતો. સુરતના મોટા વરાછાના રહેવાસી સ્મિત ઝવેરભાઇ પટોળીયાને સાઈબર ટીમે પકડી પુછપરછ હાથ ધરી. પોલીસે તમામ લોકોને શોધવા તપાસ શરૂ કરી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Next Article