જામનગરમાં ઢોરવાડે લઈ જતા એક ગાયનું મોત, મનપા સંચાલિત ઢોરવાડામાં છેલ્લા એક મહિનામાં 27 પશુના મોત થયા

|

Feb 09, 2023 | 6:39 PM

Jamnagar: રખડતા ઢોરની સમસ્યાથી લોકો પરેશાન છે. તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી તો કરવામાં આવે છે પરંતુ તેને રાખવામાં આવતા ઢોર ડબ્બામાં યોગ્ય કાળજી ન લેવાતા ઢોરના મોત થાય છે. આજે આ કામગીરી દરમિયાન એક ગાયનું મોત થતા ગૌસેવકોમાં રોષ ફેલાયો છે.

જામનગરમાં ઢોરવાડે લઈ જતા એક ગાયનું મોત, મનપા સંચાલિત ઢોરવાડામાં છેલ્લા એક મહિનામાં 27 પશુના મોત થયા
ઢોરવાડે લઈ જતા એક ગાયનું મોત

Follow us on

શું જામનગર કોર્પોરેશન સંચાલિત ઢોરવાડા ઢોર માટે સુરક્ષિત નથી ? શું ઢોરવાડામાં મુકાયેલા ઢોરોના માથે મોત ભમે છે ? આ સવાલ એટલા માટે થાય કેમકે પશુપાલકોના આક્ષેપ પ્રમાણે જામનગર કોર્પોરેશન સંચાલિત ઢોરવાડામાં એક મહિનામાં 27 પશુઓના મોત થયા છે. પશુઓના મોતની વધતી સંખ્યાથી જામનગરના પશુપાલકો ચિંતામાં મુકાયા છે. પશુઓના ઢોરવાડામાં થતા મોતથી પશુપાલકો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે. પશુપાલકોનો આરોપ છે કે સોનલ નગર વિસ્તારમાં મનપાની બેદરકારીને કારણે ગાયનું મોત થયું છે.

ઢોર પકડવાની કામગીરી સમયે તંત્રની બેદરકારીથી ગાયનું મોત થયું છે. ઘટના બાદ રોષે ભરાયેલા ગૌસેવકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને તંત્ર સામે વિરોધ નોંધાવી રોષ ઠાલવ્યો હતો. ગૌસેવકોનો એવો પણ આરોપ છે કે સોનલ નગર વિસ્તારના ઢોરવાડામાં અંદાજે 550થી વધુ પશુ રાખવામાં આવ્યા છે. જેમાંથી છેલ્લા એક મહિનામાં જ 27 ઢોરના મોત થયા છે. ઢોરવાડામાં પશુઓને પકડીને પુરતો ખોરાક અને સારવાર ન અપાતી હોવાનો પણ આરોપ છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જામનગર મહાનગરપાલિકામાં રખડતા ઢોરની સમસ્યા કોઈ નવી નથી. વારંવાર કોર્ટની ફટકાર બાદ તંત્રે કામ કરવાની ફરજ પડી છે. રખડતા ઢોરના ઉકેલ માટે નિયમિત ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવે છે. જે ઢોર પકડવાની કામગીરી દરમિયાન તંત્ર દ્રારા યોગ્ય કાળજી ના લેવાતા પશુઓના મોત થઈ રહ્યા છે. જેમાં આજે ટ્રેકટરમાં એક ગાયનુ મોત થયુ છે.

ટ્રેકટરમાં છાણ, પાણી હોવાથી ગાય પડી, બાદ અન્ય પકડાયેલ પશુઓ દ્વારા તેને કચડી નાખતા તેનુ મોત થયુ છે. જેની જાણ ગૌસેવકો અને પશુમાલિકોને થતા ઢોરના ડબ્બા પાસે દેખાવ અને વિરોધ વ્યકત કર્યો. સાથે તંત્રની કામગીરી સામે રોષ વ્યકત કર્યો હતો. મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થતા પોલિસની મદદ લેવામાં આવી હતી.

ગૌસેવકોએ આક્ષેપ કર્યા કે ગાયને પકડીને તેને પુરતો ખોરાક આપવામાં આવતો નથી. તેની સારવાર સમયસર થતી નથી. ખુલ્લા પ્લોટમાં રાખવામાં આવતા દિવસે તડકો અને રાત્રીના ઠંડી લાગતી હોય છે. પશુઓના મોત તંત્રની બેદરકારીથી થાય છે.

આ પણ વાંચો: મહેસાણામાં રખડતા ઢોરનો આતંક ! બાઈકચાલકને અડફેટમાં લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ઢોર પકડનારી ટીમ દ્વારા ઢોર પકડીને એક ટ્રેકટરમાં 8થી 10 ઢોર રાખવામાં આવે છે. જેમાં આજે એક સાથે 8 ઢોર હોય ત્યાં એક ગાયને ઈજા થતા તેનુ મોત થયુ છે. સોનલ નગર વિસ્તારમાં આવેલા ઢોરના ડબ્બામાં અંદાજે 550થી વધુ પશુઓ રાખવામાં આવ્યા છે. જેમાં એક માસમાં 27 ઢોરના મોત થયા છે. ગૌસેવકો ઢોરના મોત મામલે કરેલ રજુઆતના પગલે પશુઓ માટે છાયડો રહે તે માટે વ્યવસ્થા કરવાની તંત્રએ ખાતરી આપી છે.

Next Article