મહેસાણામાં રખડતા ઢોરનો આતંક ! બાઈકચાલકને અડફેટમાં લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતા યુવક અમદાવાદથી પરત આવી રહ્યો હતો. જ્યારે ચાલક પોતાની બાઈક ચલાવી રહ્યાં હતો તે સમયે કરણનગર રોડ ઉપર રખડતા આખલાએ ટક્કર મારી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2023 | 12:00 PM

રાજ્યમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે. રખડતા ઢોર સામે નગરપાલિકાની યોગ્ય કાર્યવાહીના અભાવે નિર્દોષ લોકો ભોગ બની રહ્યાં છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતા યુવક અમદાવાદથી પરત આવી રહ્યો હતો. જ્યારે ચાલક પોતાની  બાઈક ચલાવી રહ્યાં હતો તે સમયે કરણનગર રોડ ઉપર રખડતા  આખલાએ ટક્કર મારી હતી. જેથી પીડિત મુકેશ ચૌહાણને પગમાં ફ્રેક્ચર થતા કલોલની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત યુવક દેત્રોજના કટોસણનો રહેવાસી છે. તેમજ રખડતા ઢોરને પાંજરે પૂરવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.

આ પણ વાંચો : Gandhinagar : કલોલમાં જૈનવાડી સામે 16 વર્ષીય સગીરાને ઢોરે લીધી અડફેટે, સગીરા ગંભીર રીતે ઇજાગ્રસ્ત

રાજ્યમાં સર્વે પ્રક્રિયા હાથ ધરાઈ

મહત્વનું છે કે ગુજરાતમાં રખડતા ઢોરના કારણે થતા અકસ્માતોને ધ્યાને લઇને રાજ્ય સરકાર દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં લોકોને સૌથી વધુ ઇજા આખલાઓના કારણે થતી હોવાનું સામે આવ્યુ હતુ. ત્યાર બાદ નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉપક્રમે સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યમાં 50 હજારની આસપાસ રખડતા આખલા હોવાનું સામે આવ્યુ હતુ. ત્યારે આ આખલાઓનું ખસીકરણ કરીને તેમની વસ્તી નિયંત્રણમાં લાવી આતંક ઓછો કરવાનો પ્રયાસ કરવાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેના માટે મેડિકલ એડવાઇસ પણ લેવામાં આવી હતી.

જાન્યુઆરીના અંતિમ સપ્તાહથી શરૂ કરાશે ખસીકરણ

ગુજરાતની વાત કરવામાં આવે તો 50 હજાર આખલાઓના ખસીકરણ માટે 50 લાખ રુપિયાનો નિભાવ ખર્ચ આવી શકે છે. ત્યારે સરકારની સાથે સ્થાનિક સંસ્થાઓ, NGOની મદદથી પ્રોજેક્ટ શરુ કરવાની સરકારની વિચારસરણી ચાલી રહી છે. મોરબી અને કચ્છ એમ બે સ્થળે પાયલટ પ્રોજેક્ટ શરુ કરવા પર વિચાર થઇ રહ્યો છે. જેમાં આખલાઓનું ખસીકરણ કર્યા બાદ તેમને નજીકની ગૌશાળામાં મુકવામાં આવશે અને ગૌશાળાનો નિભાવ ખર્ચ સરકાર આપશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">