જામનગરમાં 200થી વધુ સ્થળોએ હોલિકા દહનનો કાર્યક્રમ, ભોઈ સમાજ દ્વારા 67માં હોલિકા મહોત્સવની ઉજવણી

|

Mar 06, 2023 | 2:38 PM

Jamnagar: શહેરમા 200થી વધુ સ્થળોએ હોલિકા દહનનો કાર્યક્રમ યોજાશે. જેમા સુભાષમાર્કેટ વિસ્તામાં સમસ્ત ભોઈ જ્ઞાતિ દ્વારા 67માં હોલિકા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમા 25 ફુટ ઊંચાઈનું હોલિકાનું પૂતળુ બનાવવામાં આવ્યુ છે.

જામનગરમાં 200થી વધુ સ્થળોએ હોલિકા દહનનો કાર્યક્રમ, ભોઈ સમાજ દ્વારા 67માં હોલિકા મહોત્સવની ઉજવણી

Follow us on

જામનગરમાં આજે ફાગણ સુદ પૂનમના દિવસે હોળી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. શહેરના અલગ અલગ 200 થી વધુ સ્થળ ઉપર હોલિકા દહનના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેના માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. સાથો સાથ રંગોત્સવનો પર્વ મનાવવા માટેની પણ તૈયારીઓ થઈ રહી છે. હોળીના કલર પિચકારીના વેચાણના હંગામી સ્ટોલ તેમજ હોળીના પ્રસાદ નાળિયેર-ધાણી-દાળિયા-પતાસાના વેચાણના સ્ટોલ ઊભા થઈ ગયા છે.

સુભાષમાર્કેટમાં 25 ફુટનું હોલીકાનું પૂતળુ તૈયાર કરાયુ

જામનગર શહેરના શાકમાર્કેટ વિસ્તારમાં સમસ્ત ભોઈ જ્ઞાતિ દ્વારા સતત 67માં વર્ષે હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો છે. તેના માટે ૨૫ ફૂટની ઊંચાઈનું હોલિકા નું પૂતળું તૈયાર કરાયું છે. તેની સાથે પ્રહલાદનું પણ પૂતળું અલગથી બનાવાયું છે. શહેરના અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં હોળીકા દહનના કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. માત્ર શાકમાર્કેટ અને ભોઈવાડા વિસ્તારમાં જ 30 થી વધુ હોળીઓ પ્રગટાવવા માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે.

જામનગર શહેરની વાત કરવામાં આવે તો સમગ્ર શહેરી વિસ્તારમાં 200 થી વધુ સ્થળો પર હોલિકા દહનના કાર્યક્રમ યોજાઇ રહ્યા છે અને છાણા- લાકડા ગોઠવીને સ્થાનિકો હોલિકા મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે. સાથે સાથે સમગ્ર વિસ્તારને ધજા-પતાકાથી સજાવીને તેમજ હોળીના પ્રસાદ સહિતના આયોજન થઈ રહ્યા છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

ધુળેટીના પર્વની પણ તડામાર તૈયારી- રંગોત્સવ મનાવવા માટે પણ નગરના યુવાનોનો થનગનાટ

જામનગરની ઉત્સવપ્રેમી જનતા કે જેઓ ધુળેટીનો તહેવાર પણ ખૂબ જ રંગે ચંગે ઉજવે છે અને એકબીજા પર રંગ ઉડાવી રંગોત્સવ મનાવે છે. શહેરમાં 100થી પણ વધુ સ્થળો પર હોળીના કલર, પિચકારીના વેચાણ માટેના સ્થળ ઉભા થયા છે. સાથો સાથ હોળીના પ્રસાદ એવા ધાણી, દાળિયા, પતાસા, અને નાળિયેર વગેરેના વેચાણના પણ કેન્દ્રો ઊભા કરી દેવાયા છે.

આ પણ વાંચો: Jamnagar માં હોલિકા દહન માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં, ભોઇ સમાજના લોકો તૈયાર કરે છે હોલિકાનું વિશાળ પૂતળું 

જામનગરના શોખીન પ્રેમી રંગ રસિયાઓ શહેરના પાર્ટી પ્લોટ તેમજ હાઇવે રોડ પર આવેલા ખાનગી પ્લોટ-હાઇવે હોટલમાં પણ સંઘોત્સવના કાર્યક્રમમાં યોજાઇ રહ્યા છે અને ડી.જે. ડાન્સ પાર્ટી સહિતના કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. જેમા રેઇન ડાન્સ સહિતના મનોરંજન કાર્યક્રમ માટેના પાસનું વેચાણ શરૂ થઈ ગયું છે. આવા સ્થળો પર ડી.જે.ના ધમાલની સાથે સાથે રેઇન ડાન્સની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સમગ્ર જામનગરવાસીઓ હોળી અને ધુળેટીના તહેવારની ઉજવણીમાં ઓતપ્રોત થયા છે.

Next Article