JAMNAGAR : મહિલા કોર્પોરેટરના બાથરૂમમાં ધરણાં, પાણી ન આવવાની ફરિયાદ

|

Oct 18, 2021 | 4:46 PM

જામનગર મહાનગરપાલિકાની બિલ્ડિંગમાં મહિલા વોશરૂમમાં પાણી ન આવવાની ફરિયાદ છે. આ મુદ્દે મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા અનેક રજુઆતો કરવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકાની બિલ્ડિંગમાં એક મહિલા વોશરૂમમાં છેલ્લા 5 દિવસથી પાણી બંધ હાલતમાં છે. જેથી સગર્ભા તેમજ અન્ય મહિલાઓ મુશ્કેલી ભોગવી રહી હોવાની મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકાની બિલ્ડિંગમાં મહિલા વોશરૂમમાં પાણી ન આવવાની ફરિયાદ છે. આ મુદ્દે મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા અનેક રજુઆતો કરવામાં આવી હતી. જેથી આજે સોમવારે મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા મહિલા વોશરૂમ પાસે ખુરશી નાંખી ધરણાં પર બેસી ગયા હતા. કોર્પોરેટરના વિરોધ બાદ જામનગર મહાનગરપાલિકા તંત્રમાં અફરા-તફરી સર્જાઈ હતી. ત્યારે મહાનગરપાલિકાના જ બિલ્ડિંગના વોશરૂમમાં પાણીની વ્યવસ્થા ન હોય તો શહેરમાં શું હોય તેવો પ્રશ્ન પણ ઉદ્દભવ્યો છે.

મહાનગરપાલિકાના પહેલા માળ પાસે આવેલા મહિલા વોશરૂમ પાસે રચનાબેન ખુરશી નાંખીને ધરણા પર બેસી ગયા હતા. બાદમાં તાત્કાલિક ધોરણે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા વોશરૂમમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેથી મામલો થાળે પડ્યો હતો. ત્યારે જામનગર મહાનગરપાલિકાની બિલ્ડિંગમાં જ પાણીની અવ્યવસ્થાં સર્જાય છે. તો શહેરમાં કેવી પરિસ્થિતિ હશે તેવી લોકો દ્વારા ચર્ચા કરવામાં આવી રહી છે. જોકે, મહિલા વોશરૂમમાં આખરે પાણી શરૂ થતા હાલ આ પ્રશ્નનો નિકાલ થઈ ગયો છે.

 

આ પણ વાંચો : “જો ભાજપ ખેડૂતોનું નહિ સાંભળે તો ફરી સતામાં નહીં આવે”, કૃષિ કાયદાને લઈને રાજ્યપાલ સત્યપાલ મલિકનો સરકાર પર વાર

આ પણ વાંચો :  Bandula Warnapura : શ્રીલંકાના ખેલાડીએ આજે તેની છેલ્લી ઈનિંગ રમી દુનિયાને અલવિદા કહ્યું, વર્લ્ડ ક્રિકેટમાં ફેલાયો સન્નાટો

Next Video