JAMNAGAR : 11 વર્ષીય બાળકલાકારની અનોખી પ્રતિભા, સંગીત પ્રત્યે અનોખો લગાવ

|

Jul 19, 2021 | 11:37 PM

જામનગરના 11 વર્ષીય બાળકને સંગીતનો શોખ હોવાથી નાની વયથી વાંજીત્રો વગાડતા શીખ્યો. અલગ-અલગ વાંજીત્રો વગાડી અનેક જગ્યાએ પ્રર્ફોમન્સ પણ કર્યુ છે.

JAMNAGAR : 11 વર્ષીય બાળકલાકારની અનોખી પ્રતિભા, સંગીત પ્રત્યે અનોખો લગાવ
Unique talent of 11 year old child artist

Follow us on

JAMNAGAR : જામનગરના 11 વર્ષીય બાળકને સંગીતનો શોખ હોવાથી નાની વયથી વાંજીત્રો વગાડતા શીખ્યો. અલગ-અલગ વાંજીત્રો વગાડી અનેક જગ્યાએ પ્રર્ફોમન્સ પણ કર્યુ છે. જામનગરના લાલવાડી વિસ્તારમાં રહેતા 11 વર્ષીય ભવ્ય કુબાવત સંગીતનો બાળ કલાકાર છે. જે 5 વર્ષનો હતો ત્યારથી સંગીતમાં શોખ હોવાથી સંગીતના વાંજીત્રો વગાડતા શીખ્યો.

છ વર્ષની સતત મહેનતથી હાલ અલગ-અલગ સાત વાંજીત્રો સારી રીતે વગાડી શકે છે. ઢોલ, નગારા, ડ્રમ સેટ, તબલા, કહાન, ઢોલક, ઓક્રેસ્ટ્રાપેડ સહીતના વાંજીત્રોમાં અલગ-અલગ ધુન પર પોતાની કલા રજુ કરી શકે છે. તેણે તબલા માટે કથાકાર મોરારી બાપુના તબલચી મેંહદી હસન ખાન પાસે તાલીમ મેળવી છે. તબલામાં મધ્યમાં પુર્ણની પરીક્ષા આપી છે. સાથે લંડનની યુનિવર્સિટીમાં ટ્રીનીટી-6 લેવલની પરીક્ષા આપી છે.

ભવ્ય નાના હતો, ત્યારથી તેને સંગીત પર લગાવ હોવાથી થાળી, વાટકો, લાકડાનું પાટયુ કે જે મળે તે વગાડતો. તેથી તેમના વાલીને સંગીત પ્રત્યેને લગાવ જોઈને તેને પ્રોત્સાહીત કર્યો. તેના પિતા એસ.ટી બસ ડેપોમાં કલાર્ક તરીકે ફરજ બજાવે છે. જે  અંખડ-રામધુનમાં નિયમિત હાજરી આપે છે. પિતા રાજદેવ તબલા, ઢોલક વગાડતા હોય છે. તેના બાળક ભવ્યને પણ પ્રાથમિક તાલિમ આપી હતી.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ભવ્ય 4 પીસ ડ્રમસેટ વસાવીને નિષ્ણાત પાસે તાલીમ મેળવી. તે નવરાત્રી સમયે ડ્રમસેટ વગાડે છે. તેમજ પિતા સાથે નિયમિત અંખડ રામધુનમાં તબલા ઢોલક વગાડે છે. અભ્યાસ બાદ પુરો સમય તે પોતાના સંગીત શોખ પાછળ ખર્ચે છે. અને તે ક્ષેત્રમાં સંગીતના શોખની સાથે આગળ કારકિર્દી બનાવવા ઈચ્છે છે.

જે માટે તે ખુબ પરીશ્રમ કરે છે. તે માટે તેને પરીવાર પણ પુરતો સહયોગ આપે છે. ભવ્યની માતા ભારતી કુબાવત શિક્ષિકા છે જે ઈચ્છે છે બાળકને જે વિષયમાં શોખ હોય તે વિષય સાથે આગળ વધે તો સારૂ પરીણામ મેળવી શકે છે. તેથી ભવ્યને તેના સંગીત શોખ પ્રત્યે આગળ વધવા માટે પ્રોત્સાહીત કર્યો છે.

 

Published On - 11:36 pm, Mon, 19 July 21

Next Article