Jamnagar: પશુઓના મૃત્યુ બાદ યોગ્ય રીતે નિકાલ ન થતો હોવાનો વિપક્ષનો ગંભીર આક્ષેપ, સ્થળની મુલાકાત લઈ તંત્રની પોલ ખોલી

|

Jul 26, 2022 | 11:56 AM

દૈનિક મોટી સંખ્યામાં મોતને ભેટતા પશુઓના મૃત્યુ બાદ મૃત પશુઓનો પણ યોગ્ય રીતે નિકાલ ન થતો હોવાની વ્યાપક ફરીયાદ બાદ કોંગ્રેસની ટીમ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. ત્યારબાદ તંત્ર સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા.

Jamnagar: પશુઓના મૃત્યુ બાદ યોગ્ય રીતે નિકાલ ન થતો હોવાનો વિપક્ષનો ગંભીર આક્ષેપ, સ્થળની મુલાકાત લઈ તંત્રની પોલ ખોલી
કોંગ્રેસે ખોલી તંત્રની પોલ

Follow us on

જામનગર શહેરમાં (Jamnagar Latest News) છેલ્લા અઢી માસથી લમ્પી વાયરસના (Lumpy Virus) કેસ વધી રહ્યા છે. જેમાં અનેક પશુઓના મોત થઈ રહ્યા છે. પરંતુ તંત્રના ચોપડે તો સબસલામતનો દાવો જ કરવામાં આવી રહ્યો છે. દૈનિક મોટી સંખ્યામાં મોતને ભેટતા પશુઓના મૃત્યુ બાદ મૃત પશુઓનો પણ યોગ્ય રીતે નિકાલ ન થતો હોવાની વ્યાપક ફરીયાદ બાદ કોંગ્રેસની ટીમ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. ત્યારબાદ તંત્ર સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા.

શહેર કોંગ્રેસની ટીમ દ્વારા સ્થળ મુલાકાત લેતા તંત્રની પોલ ખુલ્લી

જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, વિપક્ષના નેતા આનંદ રાઠોડ અને કોર્પોરેટર ધવલ નંદાએ આજે મહાનગર પાલિકાની ટીમ દ્વારા થતી કામગીરીની સ્થળ મુલાકાત કરી. પશુઓના મૃતહેદને યોગ્ય રીતે નિકાલ કરવામાં આવતો નથી તેવો આક્ષેપ કોંગ્રેસે કર્યો. એક સાથે 25 જેટલા મૃતપશુઓને ખાડામાં દાટી દેવામાં આવે છે. જેની યોગ્ય પ્રક્રિયા કરવામાં ન આવતી હોવાનો આક્ષેપ શહેર કોંગ્રેસના પ્રમુખે કર્યો.

ગંભીર આક્ષેપ કરતા જણાવ્યુ કે લમ્પી વાયરસને રોકવા માટે તો તંત્ર દ્વારા યોગ્ય કામગીરી થતી નથી. પરંતુ પશુઓના મૃતહેદને યોગ્ય રીતે નિકાલ કરવામાં આવતા નથી. પશુઓ રોગના કારણે મોતને ભેટે છે. પરંતુ તંત્રના ચોપડે તેની નોંધ પણ થતી નથી. પવિત્ર શ્રાવણ માસ નજીક આવે ત્યારે ગાયના મોતને અટકાવવા કામગીરી કરવાની તેમજ મૃત્યુ પામેલી ગાયનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસે કરી છે.

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

છેલ્લા કેટલાક દિવસોથી પશુઓના મોત વધ્યા છે. જેને શહેરથી થોડે દુર ઠૈબા ચોકડી નજીક દાટવામાં આવે છે. પરંતુ ત્યાં આસપાસના વિસ્તારમાં ખુબ દુર્ગધ આવે છે. હાપા, ઠૈબા, સહીતના આસપાસના ગામજનોને આ માર્ગથી નિકળવુ મુશકેલ બને છે. દુર્ગધના કારણે માર્ગ પરથી પ્રસાર થવુ પણ મુશકેલ છે. તંત્રને આ મુદે પણ અનેક રજઆતો કરી છે. પરંતુ કોઈ પગલા લેવાતા નથી.

કચરાની ગાડીમાં કચરાને બદલે કેરણ નાખીને કમાણી કરવામાં આવે છે

મહાનગર પાલિકાની કામગીરી અંગે સ્થળ મુલાકાત વખતે નજીક આવેલ ડમ્પીંગ પોઈન્ટ પર કચરાની ગાડીઓ પ્રસાર થઈ રહી હોય તે ગાડીમાંથી પથ્થરો નીચે પડતા દેખાતા વિપક્ષના નેતા દ્વારા ગાડીને રોકીને ચેક કરવામાં આવી તો કચરાની ગાડીમાં કેરણ એટલે કે માત્ર પથ્થર-માટીની ભરતીથી ભરેલ હતી. તે અંગે સોલીટ વેસ્ટના અધિકારીને જાણ કરતા અધિકારી દ્વારા ઉડાવ જવાબ આપીને કોઈ પણ કામગીરી ના કરવામાં આવી. જે મુદે વિપક્ષના નેતા દ્વારા ઉચ્ચ અધિકારીને જાણ કરવામાં આવી.

મહાનગર પાલિકા દ્વારા કચરો ડોર-ટુ-ડોર કલેકશન કરીને ડમ્પીંગ પોઈન્ટ પર લાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ કચરાની ગાડીમાં કેરણ ભરીને કચરાનુ વજન વધારે દર્શાવીને કોન્ટ્રાકટરો દ્વારા તગડી કમાણી કરવામાં આવે છે. તો અધિકારી પણ આવા કોન્ટ્રાકટરોને છાવરતા હોવાનો આક્ષેપ વિપક્ષના નેતા આનંદ રાઠોડ દ્વારા કરવામાં આવેલ છે. રોજ માટે વિપક્ષના નેતાએ અધિકારીને જણાવતા તે અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી.

Published On - 9:56 am, Tue, 26 July 22

Next Article