JAMNAGAR : મહાનગર પાલિકાનું વર્ષ 2021-22નું અંદાજપત્ર રજુ

|

Mar 30, 2021 | 6:03 PM

JAMNAGAR : મહાનગર પાલિકામાં આજે સામાન્ય સભામાં વર્ષ 2021-22નુ વાર્ષિક અંદાજપત્ર મંજુર કરવામાં આવ્યુ. સામાન્ય સભામાં વિપક્ષના સભ્યો દ્વારા હુંસાતુંસી સાથે ઉગ્ર આક્રોશ વ્યકત કર્યો.

JAMNAGAR : મહાનગર પાલિકાનું વર્ષ 2021-22નું અંદાજપત્ર રજુ
ફાઇલ

Follow us on

JAMNAGAR : મહાનગર પાલિકામાં આજે સામાન્ય સભામાં વર્ષ 2021-22નુ વાર્ષિક અંદાજપત્ર મંજુર કરવામાં આવ્યુ. સામાન્ય સભામાં વિપક્ષના સભ્યો દ્વારા હુંસાતુંસી સાથે ઉગ્ર આક્રોશ વ્યકત કર્યો.

જામનગર મહાનગર પાલિકાનુ 2021-22નું કુલ રૂ. 612. 49 કરોડનું અંદાજપત્ર વિપક્ષના વિરોધ વચ્ચે મંજુર કરવામાં આવ્યુ છે. કોઈ પણ નવા કરવેરા વિનાનું બજેટ મંજુર કરાયુ છે. જેમાં નલ સે જલ યોજનામાં રૂ.50 કરોડના કામો પૂર્ણ થયા બાદ નવા 25 કરોડના કામોની જોગવાઈ કરવામાં આવી છે.

સાથે જ શુદ્ધ પાણી વિતરણ માટે સમ્પ , પમ્પ હાઉસ અને ક્લોરીન સિસ્ટમ રૂ. 1.68 નો અંદાજ રાખવામાં આવ્યો. શહેરમાં કુલ રૂ.15.87 કરોડના ભૂગર્ભ ગટરના કામોનું આયોજન કરવામાં આવ્યુ છે. તેમજ રોડ-રસ્તા માટે રૂ. 25 કરોડ ફાળવાશે. આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ માટે રૂ.20.92 કરોડ ખર્ચવાની કામગીરી કરાશે. શહેરમાં 2 નવા ફાયર સ્ટેશન સુવિધા સાથે ઉપ્લબ્ધ કરાશે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

સામાન્ય સભામાં વિપક્ષના સભ્યો દ્વારા બજેટમાં કેટલાક મુદાઓનો સમાવેશ કરવાની માંગ કરવામાં આવી. તેમજ સામાન્ય સભામાં મહિલા કોર્પોરેટ રચના નંદાણીયા દંબાગ અંદાજમાં જોવા મળ્યો. તો અન્ય પક્ષના સભ્ય ઉગ્ર રીતે રજુઆત કરતા તેમજ મેયર સામે દલીલ કરતા સિકયોરીટી જવાનોને બોલાવાની ફરજ પડી હતી.

વિપક્ષના સભ્યોએ વોકઆઉટ કરતા વિપક્ષના વિરોધ વચ્ચે બજેટ મંજુર કરવામાં આવ્યુ. વિપક્ષના સભ્યોને બજેટને માત્ર આંકડાની માયાજાળ બતાવ્યુ છે. તેમજ દર બજેટમાં કેટલાક કામની માત્ર જોગવાઈ બજેટના કાગળ પર રહે છે. પરંતુ વાસ્તવિક અમલ થતો નથી. જેમાં નવુ સ્મશાન, ફાયર સ્ટેશન, એનિમલ હોસ્ટેલ, સહીતની કામગીરી માત્ર બજેટમાં દર વર્ષે જોવા મળે છે.

Next Article