JAMNAGAR : કોરોના (Corona) કારણે ઓફલાઈન શિક્ષણ બંધ છે. અને ઓનલાઈન શિક્ષણ (Online education)આપવામાં આવે છે. પરંતુ સરકારી શાળામાં ઓનલાઈન શિક્ષણમાં 20 ટકા જ વિધાર્થીઓ હાજર રહે છે. અનેક કારણોથી ઓનલાઈનમાં વિધાર્થીઓની (Student) ગેરહાજરી (Absence)રહેતી હોય છે.
કોરોના વધતા કેસના કારણે 8મી જાન્યુઆરીથી સરકાર દ્વારા ઓફલાઈન શિક્ષણ બંધ કરીને ઓનલાઈન કર્યુ છે. ઓનલાઈન શિક્ષણ ચાલુ છે. પરંતુ તેમાં માત્ર 20થી 25 ટકા વિધાર્થીઓ જોડાતા હોય છે. ખાસ કરીને સરકારી શાળામાં અભ્યાસ કરતા વિધાર્થી ઓનલાઈનમાં માત્ર 20 થી 25 ટકા જોડાય શકે છે. જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની કુલ 45 શાળામાં અંદાજીત 12500 જેટલા વિધાર્થી છે. જેમાં 20થી 25 ટકા બાળકો ઓનલાઈન શિક્ષણ મેળવે છે.
ઓનલાઈન શિક્ષણમાં વિધાર્થી જોડાતા ના હોવાના અનેક કારણો છે. જેમાં અનેક શિક્ષકોને વેકસીનેશનની કામગીરીમાં રોકાયેલા હોય છે. તો કેટલાક શિક્ષકો, વાલી કે વિધાર્થી કોરોના સંક્રમિત થયા હોય ત્યારે શિક્ષણ મેળવી શકતા નથી. તો સરકારી શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓ પાસે મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર, ટેબ સહીતના ઉપકરણો ના હોવાના કારણે ઓનલાઈન શિક્ષણ મેળવી શકતા નથી. એક પરીવારમાં બે કે તેથી વિધાર્થીના એક સમયે શિક્ષણ આપવાનુ હોય ત્યારે એકાદ મોબાઈલ હોવાથી બંન્નેને શિક્ષણ આપવુ શકય બનતુ નથી.
તો કયારેક રીચાર્જ,ઈન્ટરનેટ, ટેકનીલક કારણે પણ વિધાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકતા નથી. ત્યારે વાલીઓ માંગ કરી રહ્યા છે. ઓનલાઈન કરતા ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવે છે. નાના બાળકોને ઓનલાઈન શિક્ષણ મેળવવા મુશકેલ બનતુ હોય છે. તો વાલી મોબાઈલ પર અપાતા શિક્ષણના કારણે નિયમિત શિક્ષણ મેળવી શકતા નથી.
વેપાર, નોકરી માટે દિવસભર બહાર રહેતા વાલીઓ પાસે એક મોબાઈલ હોય જે સાથે લઈ જવાથી બાળકોને શિક્ષણ મેળવી શકતા નથી. જામનગર શહેર સહિત અન્ય મહાનગરમાં પણ આ પ્રકારની સ્થિતી હોવાની ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયાએ જણાવ્યુ છે. આ માટે સરકારને શાળાઓ ફરી શરૂ માટે વિચારણા કરી નિર્ણય લેવા રજુઆત કરવામાં આવી છે.
હાલના સમય કોરોના કેસ ઓછા થયા હોય, તેમજ અન્ય કેટલીક છુટછાટની સાથે શાળાને ઓફલાઈન શિક્ષણની છુટ આપવામાં આવે તો બાળકો નિયમિત શાળાએ જઈને શિક્ષણ મેળવી શકે.
આ પણ વાંચો : Surat : સિવિલ હોસ્પિટલમાં ખાનગી એમ્બ્યુલન્સ વચ્ચે ધંધાની લડાઈમાં ડ્રાઈવરનું મોત, પોલીસે આરોપીઓની કરી ધરપકડ
આ પણ વાંચો : Surat : ડિંડોલીમાં 14 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા ફ્લાવર ગાર્ડનમાં ચોરીની ફરિયાદો