સુરતની પહેલી ઈન્ટરનેશનલ ફલાઈટના પાયલટ વિશે જાણીને સુરતવાસીઓને ગર્વ થશે, જાણો કોણ લેન્ડ કરાવશે આ પહેલી ફલાઈટ?
16મી ફેબ્રુઆરીથી એર ઇન્ડિયા એક્સપ્રેસની શારજહાં સુરતની પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડાન ભરવા જઇ રહી છે. ત્યારે દરેક સુરતીને ગૌરવ કરાવે તેવી બાબત એ છે કે આ પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ સુરતની જ મહિલા પાયલોટ ઉડાવીને સુરત લેન્ડ કરાવશે. આ એક નવો સંજોગ અને ઇતિહાસ બની રહેશે. 17મીએ રાત્રે 12.30 કલાકે સુરત એરપોર્ટ પર પહેલી ઇન્ટરનેશનલ […]

16મી ફેબ્રુઆરીથી એર ઇન્ડિયા એક્સપ્રેસની શારજહાં સુરતની પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડાન ભરવા જઇ રહી છે. ત્યારે દરેક સુરતીને ગૌરવ કરાવે તેવી બાબત એ છે કે આ પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ સુરતની જ મહિલા પાયલોટ ઉડાવીને સુરત લેન્ડ કરાવશે.
આ એક નવો સંજોગ અને ઇતિહાસ બની રહેશે. 17મીએ રાત્રે 12.30 કલાકે સુરત એરપોર્ટ પર પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ લેન્ડ થશે. જેને સુરતની અનુભવી મહિલા પાયલોટ જેસમીન મિસ્ત્રી ઉડાવીને લાવશે. જેસમીન મિસ્ત્રી ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે અનુભવી પાયલોટ છે. તેમનું બાળપણ સુરતમાં જ વીત્યું છે. જેસમીને ટીવી9 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સુરતી તરીકે પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ લાવવાનું ગૌરવ અને આનંદ તે શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતી. સુરતી કેપ્ટન જેસમીન ઇન્ટરનેશનલ ફ્લાઈટનો બહોળો અનુભવ ધરાવે છે. હાલ તેણી દુબઇ, અબુધાબી,મસ્ક્ત જેવા દેશોમાં ફ્લાઇટ ઓપરેશન કરી રહી છે.
જેસમીને 1993-94માં પાયલોટની ટ્રેનિંગ માટે અમદાવાદથી સુરતનો રૂટ પસંદ કર્યો હતો અને હવે તેણી તેના હોમટાઉન સુરતમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ લેન્ડ કરાવીને ઇતિહાસ સર્જશે. ચર્ચા એવી પણ છે કે આ પહેલા બીજા કેપ્ટનનું નામ નક્કી થઈ ગયું હતું પણ પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડાવવા માટે જેસમીને એરલાઇન્સને વિનંતી કરી હતી. હવે એરલાઇન્સે સ્પેશ્યલ કેસમાં જેસમીનની વિનંતી સ્વીકારી તેણીને પરવાનગી આપતા જેસમીનની ખુશીનો કોઈ પાર નથી. જેસમીન સાથે વાત થઈ તે પ્રમાણે તેણી સુરતી વાનગીઓની ખૂબ શોખીન છે. સુરત એરપોર્ટ પર લેન્ડ થતાની સાથે જેસમીનનું વિશેષ સ્વાગત કરવાની પણ તૈયારીઓ કરાઈ છે.
[yop_poll id=1286]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]