પીડિતાના પરિવારને ન્યાય અપાવવાની જવાબદારી અમારી છે : હર્ષ સંઘવી

| Edited By: | Updated on: Nov 18, 2021 | 3:12 PM

હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સોખડા ખાતેથી રાજ્ય સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આત્મ નિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ થયો. આ ગ્રામ યાત્રા વડોદરામાં સતત ત્રણ દિવસ સુધી ફરશે અને સરકારી યોજનાઓની માહિતી ઘરઘર સુધી પહોંચાડશે.

નવસારીની યુવતી સાથે દુષ્કર્મ બાદ આપઘાતના કેસ મુદ્દે રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ નિવેદન આપ્યુ છે કે, “એક ભાઈ તરીકે તમામ પોલીસકર્મીઓ પીડિતાને ન્યાય અપાવવા કામ કરી રહ્યા છે, પીડિતાના પરિવારને ન્યાય અપાવવાની જવાબદારી અમારી છે. તેમજ આ કેસના આરોપીઓ પોલીસ પકડથી લાંબો સમય દૂર નહીં રહી શકે.”

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાના સોખડાની મુલાકાતે આવ્યા હતા. જ્યાં હર્ષ સંઘવીએ નવસારીની યુવતી પર થયેલા સામૂહિક દુષ્કર્મ મામલે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પીડિત યુવતીના ભાઈ તરીકે પરિવારને ન્યાય અપાવીશ. આરોપીઓને શોધવા જેટલી પોલીસની ટીમ કામ કરી રહી છે. પીડિતા યુવતીને ટુંક સમયમાં ન્યાય અપાવીશ. સમગ્ર મામલે વલસાડ રેલવે પોલીસમાં ગુનો નોંધાયો છે. પોલીસે 500થી વધુ સીસીટીવી ફૂટેજ, હજારો મોબાઈલ સર્વેલન્સના આધારે ગુનો ઉકેલવા પ્રયાસો કર્યાં છે.

તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ મામલે જણાવ્યું હતું કે, રાજ્યની દરિયાઈ બોર્ડર સંપૂર્ણ સુરક્ષિત એટલે જ ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. ડ્રગ્સ માફિયાઓ સમજી લે, પોતાના પરિવાર સાથે નહીં રહી શકે તેવું સ્વાગત કરવા ગુજરાત પોલીસે તૈયારી કરી છે. ધર્માંતરણ કેસ મામલે જણાવ્યું કે, ભરૂચના અમુક ગામોમાં જઈ ધર્મ પરિવર્તન કરાવ્યું છે. આફમી ટ્રસ્ટે ધર્મ પરિવર્તન માટે રૂપિયા મોકલ્યા હતા. આ પ્રકારનું ષડયંત્ર રચનારા કોઈ પણ શખ્સને કાયદાની છટકબારી નહીં મળે તેવો વિશ્વાસ અપાવું છું.”

હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સોખડા ખાતેથી રાજ્ય સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આત્મ નિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ થયો. આ ગ્રામ યાત્રા વડોદરામાં સતત ત્રણ દિવસ સુધી ફરશે અને સરકારી યોજનાઓની માહિતી ઘરઘર સુધી પહોંચાડશે.