અમદાવાદ ડિવિઝનના જખવાડા સ્ટેશન પર ઇન્ટરલોકિંગની કામગીરી, કેટલીક ટ્રેનના રુટ પર અસર થશે

|

Jan 19, 2022 | 10:58 AM

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના જખવાડા સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કાર્ય થવાના કારણે અમદાવાદ ડિવિઝનમાંથી ઉપડતી કે પસાર થતી કેટલીક ટ્રેનો સેવાઓ પર અસર થશે.

અમદાવાદ ડિવિઝનના જખવાડા સ્ટેશન પર ઇન્ટરલોકિંગની કામગીરી, કેટલીક ટ્રેનના રુટ પર અસર થશે
Interlocking operations will affect train service (File)

Follow us on

અમદાવાદ (Ahmedabad) માં ટ્રેનમાં પ્રવાસ કરતા મુસાફરોને ફરીથી હાલાકીનો સામનો સહન કરવા તૈયાર રહેવુ પડશે. અમદાવાદ ડિવિઝનના જખવાડા સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કાર્ય (Interlocking operations) થવાના કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. જેના કારણે અમદાવાદ ડિવિઝનમાંથી ઉપડતી કે પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. જ્યારે 21 અને 22 જાન્યુઆરીના રોજ આદરજ મોતી-ગાંધીનગર વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ નં. 07 બંધ રહેશે.

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના જખવાડા સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કાર્ય થવાના કારણે કેટલીક ટ્રેનને સંપૂર્ણ રદ કરવામાં આવી છે. તો કેટલીક ટ્રેનના રુટ આંશિક રદ કરવામાં આવ્યા છે. તો કેટલીક ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી છે. જેની વિગતો નીચે મુજબ છે.

સંપૂર્ણ રદ કરાયેલી ટ્રેનો

19 જાન્યુઆરીની ટ્રે નં. 19119 અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ
19 જાન્યુઆરીની ટ્રેન નં. 09459 અમદાવાદ-વિરમગામ મેમુ સ્પેશિયલ
19 જાન્યુઆરીની ટ્રેન નં. 22959 વડોદરા-જામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ
19 જાન્યુઆરીની ટ્રેન નં. 19120 સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ
20 જાન્યુઆરીની ટ્રેન નં. 09460 વિરમગામ – અમદાવાદ મેમુ સ્પેશિયલ
20 જાન્યુઆરીની ટ્રેન નં. 22960 જામનગર – વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેન

ટ્રેન નંબર 19320 ઇન્દોર-વેરાવળ એક્સપ્રેસ 18 જાન્યુઆરી ના રોજ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ અને વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન નંબર 19319 વેરાવળ – ઇન્દોર એક્સપ્રેસ 19 જાન્યુઆરી અમદાવાદ સ્ટેશનથી શરૂ હશે અને વેરાવળ અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

તો કેટલીલ ટ્રેન ડાયવર્ટ પણ કરાઈ

19 જાન્યુઆરીની ટ્રેન નંબર 14312 ભુજ-બરેલી એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ સામાખિયાળી-ચાંદલોડિયા-પાલનપુરને બદલે રૂપાંતરિત રૂટ વિરમગામ-કટોસણ રોડ-મહેસાણા થઈને દોડશે. તો આ તરફ 21 અને 22 જાન્યુઆરીના રોજ આદરજ મોતી-ગાંધીનગર વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ નં. 07 બંધ રહેશે. અમદાવાદ ડિવિઝન પર આદરજ મોતી-ગાંધીનગર રેલવે સેક્શન વચ્ચે (આદરજ મોતી દેવ યાર્ડ) સ્થિત રેલવે ક્રોસિંગ નં. 07 કિમી (8/3-4) રિપેરીંગ કામ માટે 21 જાન્યુઆરી 2022 ના રોજ સવારે 08:00 થી 22 જાન્યુઆરી ના રોજ 20:00 કલાક (કુલ બે દિવસ) સુધી બંધ રહેશે.આ રસ્તાનો ઉપયોગ કરનારાઓ આ સમયગાળા દરમિયાન કલોલ-આદરજ મોતી વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં, 06 નો ઉપયોગ કરી શકે છે.

 

આ પણ વાંચો-

Kutch: રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી, કહ્યુ કચ્છવાસીઓની માગ પુરી કરવા પ્રયત્નશીલ

આ પણ વાંચો-

Rajkot: મહિલા કોન્સ્ટેબલે સિવિલ હોસ્પિટલમાં બ્રધરને લાફો માર્યો, હોસ્પિટલ સ્ટાફ હડતાળ પર ઉતરી ગયો

Published On - 9:55 am, Wed, 19 January 22

Next Article