Gujarat Weather: ગુજરાતના બંદરો ઉપર 3 નંબરનુ ભયસુચક સિગ્નલ લગાવવા, માછીમારોને દરિયા ના ખેડવા હવામાન વિભાગની સુચના

|

Sep 29, 2021 | 4:13 PM

બંગાળની ખાડીમાંથી ઉદભવીને ઓરિસ્સા, આંઘ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તેની અસર વર્તાવીને વાવાઝોડુ ગુલાબ નબળુ પડીને ફરી પાછુ મજબૂત થઈ ને સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેની અસર વર્તાવશે.

Gujarat Weather: ગુજરાતના બંદરો ઉપર 3 નંબરનુ ભયસુચક સિગ્નલ લગાવવા, માછીમારોને દરિયા ના ખેડવા હવામાન વિભાગની સુચના

Follow us on

બંગાળની ખાડીમાંથી ઉદભવેલુ વાવાઝોડુ ગુલાબ ઓરિસ્સા અને આંઘ્રપ્રદેશમાં વ્યાપક અસર સર્જયા બાદ, આગળ વધીને નબળુ પડી ખંભાતના અખાતમાં વેલમાર્ક લો પ્રેશર સ્વરૂપમાં ફેરવાયુ છે. જે આવતીકાલ સવાર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. અને ત્યાર બાદ તે ફરી વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરીને પાકિસ્તાનના મકરાણ તરફ આગળ વધે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.

બંગાળની ખાડીમાંથી ઉદભવીને ઓરિસ્સા, આંઘ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તેની અસર વર્તાવીને વાવાઝોડુ ગુલાબ નબળુ પડીને ફરી પાછુ મજબૂત થઈ ને સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેની અસર વર્તાવશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 3 દિવસ એટલે કે પહેલી ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

બંદર પર 3 નંબરનુ સિગ્નલ લગાવવા તાકીદ
બદલાયેલા વાતાવરણને કારણે, દરિયો તોફાની બની રહેવાની સંભાવનાને ધ્યાને લઈને હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તમામે તમામ બંદર ઉપર ભયસુચક 3 નંબરનુ સિગ્લન લગાવવા તાકીદ કરી છે.

માછીમારોને દરિયા ના ખેડવા સલાહ
દરિયાકાંઠે 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની સંભાવના હોવાથી, ગુજરાત અને મહારાષ્ટ્રના માછીમારોને આગામી 30 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી માછીમારી માટે દરિયા ના ખેડવા માટે હવામાન વિભાગે સલાહ આપી છે. અને દરિયામાં ગયેલા માછીમારોને નજીકના દરિયાકાંઠે તેમની બોટને લાગરવા માટે કહ્યુ છે.

29 સપ્ટેમ્બરે કયા કયા પડશે વરસાદ
આણંદ, ભરૂચ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમાનાથમાં બારે વરસાદ, અમદાવાદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડના કેટલાક સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છમાં વરસાદ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

30 સપ્ટેમ્બરે ક્યા કયા પડી શકે છે વરસાદ
જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં 40થી 60 કિ.મી.ની ઝડપ પવન ફુંકાવવાની સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ અને દિવ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

આ પણ વાંચોઃ ગુલાબ વાવાઝોડાનો કહેર યથાવત, મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 37 લોકોના મોત ! હવામાન વિભાગે આ જિલ્લામાં જાહેર કર્યુ એલર્ટ

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી અનેક જળાશયો ઓવરફલો, જાણો કયાં ડેમના કેટલા દરવાજા ખોલાયા ?

Published On - 3:37 pm, Wed, 29 September 21

Next Article