Instagram Video : મોરબીના યુવાનમાં બે હાથ , એક પગ ગુમાવ્યા છતા આત્મ મનોબળનો નિકળ્યો બળિયો, વાંચો સોશિયલ મીડિયા પર કેમ છવાયો આ યુવક

|

May 10, 2023 | 12:56 PM

મોરબી ( Morbi ) જિલ્લાના હળવદ તાલુકામાં રહેતો વિશાલ રાજપૂત નામનો યુવક હાલ સોશિયલ મીડિયામાં ફેમસ થઈ રહ્યો છે. જેમાં તેને બંન્ને હાથ અને એક પગ ગુમાવ્યો હોવા છતા હિંમત હાર્યો નથી. તેને રાઈટર વગર જ ધોરણ 10 અને 12 ની પરીક્ષા પાસ કરી હતી.

Instagram Video : મોરબીના યુવાનમાં બે હાથ , એક પગ ગુમાવ્યા છતા આત્મ મનોબળનો નિકળ્યો બળિયો, વાંચો સોશિયલ મીડિયા પર કેમ છવાયો આ યુવક
Vishal Rajput

Follow us on

મોરબી ( Morbi ) જિલ્લાના હળવદ તાલુકામાં રહેતો વિશાલ રાજપૂત નામનો યુવક હાલ સોશિયલ મીડિયામાં ફેમસ થઈ રહ્યો છે. તે તેના બે મામા અને નાની તથા અન્ય પરિવારજનો સાથે રહેતો વિશાલ નાનપણથી જ ખૂબ જ તોફાની હતો. 2012માં વિશાલ નવ વર્ષનો હતો ત્યારે એક પતંગ પકડવા જતાં તેને ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો. જેથી ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાઓને કારણે વિશાલના બંને હાથ કોણીએથી અને એક પગ ઢીંચણથી કપાવવા પડ્યા હતા.

બંને હાથ અને એક પગ ગુમાવ્યા બાદ વિશાલ થોડા સમય માટે દુઃખી થઈ ગયો હતો. ધીમે ધીમે સમય જતાં તે સ્વસ્થ બન્યો અને ધીમે ધીમે હિંમત પણ કેળવવા લાગ્યો. હિંમત આવતા તે વધુ અભ્યાસ માટે મહેસાણા હોસ્ટલમાં ગયો અને ત્યાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પાસ કરી હતી. વિશાલે ધોરણ 12ની પરીક્ષા કોઇપણ રાઇટરની મદદ લીધા વગર બન્ને હાથ ન હોવા છતાં જાતે પેપર લખીને બોર્ડની પરીક્ષા સારા માર્કસ સાથે પાસ કરી હતી. હાલ વિશાલ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ છે.

 

 

વિશાલે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એવો વીડિયો મૂક્યો કે તમે મને કહો કે એવું કયું કામ છે, જે અન્ય લોકો કરી શકે અને હું નથી કરી શકતો. આ વીડિયોમા વિશાલને 25,000થી વધુ કોમેન્ટ્સ આવી છે. બન્ને હાથ અને એક પગ ન હોવા છતાં બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ તેમજ ગાડી, રિક્ષા, ટ્રેક્ટર અને જેસીબી સહિતનાં સાધનો સામાન્ય વ્યક્તિની જેમ જ ચલાવી શકે છે. તેને સોશિયલ મીડિયામાં વાઇરલ થતા એમાં ત્રણ મિલિયન વ્યૂઝ આવ્યા હતા.

 

થોડા સમયથી જ સોશિયલ મીડિયામાં એક્ટિવ થયેલ વિશાલ રાજપૂતના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક જ મહિનામાં જ 1.35 લાખ ફોલોઅર્સ બની ગયા છે. જ્યારે તેમના એક વીડિયોમાં 25000થી વધુ સોશિયલ મીડિયા યુઝર્સે કોમેન્ટ્સ કરી છે અને ડાન્સના એક વીડિયોને 30 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article