Independence Day: સ્વાતંત્ર પર્વ નિમિત્તે રાજ્યકક્ષાના કાર્યક્રમની ઉજવણી મોડાસા, CM ભૂપેન્દ્ર પટેલ રાષ્ટ્રધ્વજ ફરકાવશે, જુઓ સંપૂર્ણ શેડ્યુલ

|

Aug 14, 2022 | 12:10 PM

14 અને 15 ઓગષ્ટે વિવિધ કાર્યક્રમનુ આયોજન મોડાસામાં કરવામાં આવ્યુ છે. રવિવારે સ્વાતંત્ર પર્વ (Independence Day) ની પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. સોમવારે સવારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) રાષ્ટ્રધ્વજ ફરકાવશે. મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ જુઓ અહીં

Independence Day: સ્વાતંત્ર પર્વ નિમિત્તે રાજ્યકક્ષાના કાર્યક્રમની ઉજવણી મોડાસા, CM ભૂપેન્દ્ર પટેલ રાષ્ટ્રધ્વજ ફરકાવશે, જુઓ સંપૂર્ણ શેડ્યુલ
CM Bhupendra Patel ની ઉપસ્થિતીમાં મોડાસામાં સ્વાતંત્ર પર્વની ઉજવણી (File Photo)

Follow us on

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે રાજ્ય કક્ષાનો સ્વાતંત્ર પર્વ (Independence Day 2022) ની ઉજવણી થનાર છે. 14 અને 15 ઓગષ્ટ બે દિવસ દરમિયાન પર્વને નિમિત્તે વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ઉપસ્થિત રહેશે. રવિવારે સાંજે સાડા છ કલાકે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ મોડાસા (Modasa) ખાતે પહોંચશે અને સૌ પ્રથમ જિલ્લાના વિશિષ્ટ પ્રતિભાશાળી વ્યક્તિઓનુ સન્માન કરશે. આ સાથે જ પર્વની પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમની શરુઆત પણ થશે. મુખ્ય પ્રધાન અને રાજ્યપાલની ઉપસ્થિતીમાં કેવા કાર્યક્રમો રહેશે એક નજર કરીએ.

14 ઓગષ્ટ, રવિવારના કાર્યક્રમ

  • સાંજે સાડા 6.30 કલાકે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ સાંસ્કૃતિક કાર્યક્રમના સ્થળે પહોંચશે.
  • કાર્યક્રમની શરુઆતે જિલ્લા કલેટર દ્વારા સ્વાગત પ્રવચન કરાશે
  • જિલ્લાના પ્રતિભાશાળી વ્યક્તિઓનુ સન્માન કરાશે
  • રાજ્યપાલ અને મુખ્યપ્રધાનના હસ્તે જિલ્લા પરિચય પુસ્તિકા અને કોફી ટેબલ બુક્સનુ વિમોચન કરાશે.
  • મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનુ ઉદબોધન સાંજે 7.00 કલાકે
  • રાજ્યપાલ દેવવ્રત આચાર્યનુ ઉદબોધન સાંજે 7.15 કલાકે
  • રાજ્યપાલ અને મુખ્યપ્રધાનને જિલ્લા તંત્ર દ્વારા મોમેન્ટો અર્પણ કરવામાં આવશે
  • સાંજે 7.30 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેનુ આયોજન રાજ્યના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા કરવામાં આવ્યુ છે. જે કાર્યક્રમ રાત્રીને 10.15 કલાક સુધી યોજાશે.

15 ઓગષ્ટ, સોમવારના કાર્યક્રમ

  • સવારે 8.58 મિનિટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમના સ્થળે પહોંચશે.
  • 9.00 કલાકે સવારે, મુખ્યપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવશે, આ દરમિયાન હેલિકોપ્ટન દ્વારા પુષ્પવર્ષા કરાશે. મુખ્યપ્રધાન અને પોલીસ ટુકડી રાષ્ટ્ર ધ્વજને સલામી આપશે. પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગીત વગાડાશે.
  • 9.00 કલાકે સવારે હર્ષ ધ્વનિ (Volly Firing) પોલીસ બેન્ડની સુરાવલી 9એક મિનિટ). હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કર્યા બાદ સ્થળ પરથી પસાર થયા બાદ.
  • 09.03 કલાકે સવારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદબોધન કરાશે
  • 9.23 એ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાશે.
  • 9.38 કલાકે વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં સૌ પ્રથમ 8 મિનિટનો રશીયન પીટી કાર્યક્રમ પોલીસ દળ દ્વારા રજુ કરાશે. વન મિનિટ ડ્રિલ, સાંસ્કૃતિક કાર્યક્રમ (ગુજરાતના ભાતીગળ નૃત્ય) નો 10 મિનિટનો કાર્યક્રમ યોજાશે.
  • ત્યાર બાદ પોલીસ જવાનો દ્વારા મોટર સાયકલ સ્ટંટ શો 15 મિનિટનો યોજાશે. પોલીસ દ્વારા ડોગ શો 06 મિનિટનો યોજાશે. અશ્વ શો 06 મિનિટ યોજાશે.
  • 10.26 કલાકે ગાયક કલાકાર વૃંદ દ્વારા રાષ્ટ્રગીત રજૂ કરાશે.
  • અંતમાં મુખ્યપ્રધાન ખુલ્લી જીપમાં ઉપસ્થિત લોકોનુ અભિવાદન ઝિલશે અને બાદમાં ધ્વજવંદન કાર્યક્રમ સ્થળની બાજુમાં વૃક્ષારોપણ કરાશે.
  • કાર્યક્રમ 89 મિનિટ સમયનો રહેશે

 

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Published On - 11:53 am, Sun, 14 August 22

Next Article