GUJARATમાં ઉદ્યોગોમાં અપાતા પાણીના ભાવમાં વધારો, એક હજાર લિટર દીઠ પાણીનો ભાવ 51.48 રૂ.

|

Apr 07, 2021 | 2:29 PM

GUJARATમાં ઔદ્યોગિક એકમોને અપાતા WATERના દરમાં ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (GWIL) અને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (GWSSB) દ્વારા ભાવ વધારો થયો છે.

GUJARATમાં ઉદ્યોગોમાં અપાતા પાણીના ભાવમાં વધારો, એક હજાર લિટર દીઠ પાણીનો ભાવ 51.48 રૂ.
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

GUJARATમાં ઔદ્યોગિક એકમોને અપાતા WATERના દરમાં ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (GWIL) અને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (GWSSB) દ્વારા ભાવ વધારો થયો છે. એવી જ રીતે સિંચાઈ વિભાગ દ્વારા પણ ભાવવધારો ઝીંકાયો છે. GWIL અને GWSSBનો જૂનો રેટ એક હજાર લિટરદીઠ રૂ. 46.78 હતો. જે હવે વધીને રૂ. 51.45 થયો છે. એવી જ રીતે સિંચાઈ વિભાગ તરફથી ઉદ્યોગોને અપાતા WATERનો જૂનો દર પ્રતિ હજાર લિટરે રૂ. 31.40 હતો. જે હવે વધીને રૂ. 34.54 થયો છે.

ઔદ્યોગિક એકમોને WATER વેચાતું અપાય છે

GWIL દ્વારા રાજ્યના આશરે 600 ઔદ્યોગિક એકમોને તથા GWSSB દ્વારા આશરે 100 ઔદ્યોગિક એકમોને ઔદ્યોગિક વપરાશ માટે WATER અપાય છે. જ્યારે સિંચાઈ વિભાગ તરફથી 200 જેટલા ઉદ્યોગોને WATER પૂરું પડાય છે. 2019-20ના વાર્ષિક રિપોર્ટ પ્રમાણે આ બોર્ડ તથા GWIL દ્વારા ઉદ્યોગોને કુલ 125.08 MLD WATER પૂરું પડાયું છે. અગાઉના વર્ષે 111.42 MLD પાણી અપાયું હતું. ચોથી એજન્સી સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા પણ ઔદ્યોગિક એકમોને WATER વેચાતું અપાય છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

દર વર્ષે APRILથી નવો રેટ લાગુ થઈ જાય છે

આ એજન્સી 36 મોટા ઉદ્યોગોને પાણી પૂરું પાડે છે. અને એનો RATE સિંચાઈ વિભાગ જેટલો જ રહેતો હોય છે. સરકારી સૂત્રો કહે છે કે, દર વર્ષે પાણીના દરમાં 10 ટકાનો વધારો કરવાનો નિયમ છે. અને એ મુજબ પહેલી APRILથી નવો રેટ લાગુ થઈ જાય છે. GUJARATમાં ઔદ્યોગિક એકમોને સૌથી WATER સપ્લાય કરતાં તંત્રમાં ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને પાણી પુરવઠા બોર્ડના WATERના દર 8 વર્ષ પહેલાં 2015-16માં રૂ. 35.48 હતો, જે રેટ હવે DOUBLE થઈ ગયો છે.

પ્રત્યેક નાણાકીય વર્ષના અંતે 10 ટકાનો વધારો થાય છે

2014-15માં આ દરો અનુક્રમે 2.14 રૂપિયા અને 17.72 રૂપિયા થયા હતા. નર્મદા નિગમનાં સૂત્રોએ જણાવ્યું હતું કે નર્મદાના WATERના દરમાં પ્રત્યેક નાણાકીય વર્ષના અંતે 10 ટકાનો વધારો કરવામાં આવે છે. ગુજરાતમાં જ્યાં NARMADAની મુખ્ય કેનાલ અને સબ કેનાલો આવેલી છે. ત્યાંથી લોકોને પાણી વિતરણ કરવામાં આવે છે. આ જવાબદારી પાણીપુરવઠા વિભાગ અને તેને સંલગ્ન એજન્સીઓએ ઉપાડેલી છે. ખુદ નર્મદા વિભાગ પાણીનું વિતરણ કરતો નથી.

Next Article