કડીના લ્હોર ગામમાં તાલીબાની ફરમાન, દલિત યુવકે વરઘોડો કાઢ્યો તો ગામે તે સમાજનો જ બહિષ્કાર કરી દીધો!

|

May 09, 2019 | 1:58 PM

મહેસાણાના કડી તાલુકામાં આવેલ લ્હોર ગામમાં સામાજિક રીતે પછાત સમાજ સાથે ઓરમાયું વર્તન કરાયું છે. ગામના રહેતા એક યુવાન અને તેના પરિવારે હોંશે હોંશે લગ્નમાં વરઘોડો કાઢતા ગામે સમગ્ર દલિત સમાજનો બહિષ્કાર કર્યો હતો. વર્તમાન આધુનિક યુગમાં સમાનતાની વાતો કરવામાં આવે છે. પરંતુ હજુ પણ દેશમાં એવા ગામડાઓ છે જ્યા સામાજિક રીતે પછાત સમાજ સાથે […]

કડીના લ્હોર ગામમાં તાલીબાની ફરમાન, દલિત યુવકે વરઘોડો કાઢ્યો તો ગામે તે સમાજનો જ બહિષ્કાર કરી દીધો!

Follow us on

મહેસાણાના કડી તાલુકામાં આવેલ લ્હોર ગામમાં સામાજિક રીતે પછાત સમાજ સાથે ઓરમાયું વર્તન કરાયું છે. ગામના રહેતા એક યુવાન અને તેના પરિવારે હોંશે હોંશે લગ્નમાં વરઘોડો કાઢતા ગામે સમગ્ર દલિત સમાજનો બહિષ્કાર કર્યો હતો.

વર્તમાન આધુનિક યુગમાં સમાનતાની વાતો કરવામાં આવે છે. પરંતુ હજુ પણ દેશમાં એવા ગામડાઓ છે જ્યા સામાજિક રીતે પછાત સમાજ સાથે ઓરમાયું વર્તન કરવામાં આવે છે.  કિસ્સો મહેસાણાના કડી તાલુકાના લ્હોર ગામમાં સામે આવ્યો છે. જ્યા એક નાનકડી વાતને લઈને ગ્રામજનોએ સામાજિક રીતે પછાત સમાજનો બહિષ્કાર કર્યો છે. વાત માત્ર એટલી જ છે કે ગામના વાસમાં રહેતા એક યુવાન અને તેના પરિવારે હોંશે હોંશે લગ્નમાં વરઘોડો કાઢ્યો.

મેહુલ પરમાર નામનો યુવક ઘોડે શું ચડ્યો કે સમગ્ર ગામને જાણે અપમાન થવાનો આઘાત લાગી ગયો. જેના કારણે સમગ્ર ગામે પછાત સમાજનો બહિષ્કાર કરવાનું નક્કી કરી લીધું અને હવે ગામમાં વસતા દલિત સમાજના લોકોને જીવન જરૂરી વસ્તુ મળવાની બંધ થઈ હોવાનો આક્ષેપ છે. જો કોઈ વ્યક્તિ પછાત સમાજના લોકોને દૂધ, કરિયાણું કે કોઈ વસ્તુ આપે તો તેને 5 હજાર રૂપિયાનો દંડ ફટકારવાનું ફરમાન જાહેર કરી દેવાયું છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

TV9 Gujarati

 

આપણ વાંચો : મગફળી કૌભાંડ, તુવેર કાંડ અને હવે ખાતર કૌભાંડ આવ્યું બહાર, જાણો કેવી રીતે આચરવામાં આવી રહી હતી છેતરપિંડી?

આ સમગ્ર ઘટનાની વાત વાયુવેગે ફેલાતા આસપાસના વિસ્તારોમાંથી સામાજિક આગેવાનો ગામમાં દોડી આવ્યા હતા. પોલીસની ટીમ પણ ગામમાં બંદોબસ્તમાં ગોઠવાઈ ગઈ છે. જેના કારણે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને. હાલ તો આ અંગે પોલીસ ફરિયાદ કરવામા આવતા કાર્યવાહી હાથ ધરાઈ છે. આમ આપણે ગમે તેવા વિકાસની વાતો કરીએ પણ સામાજિક અસમાનતા આપણી વચ્ચે હજી છે. ગામના લોકોએ આ તાલબાની નિર્ણય લીધો છે તેના કારણે પરીવારોને અનાજ મળવાનું બંધ થઈ ગયું છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article