અતિવૃષ્ટિ મામલે સરકારે 546 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું, 2.80 લાખ ખેડૂતોને મળશે લાભ

| Edited By: | Updated on: Oct 20, 2021 | 4:50 PM

આ નિમિતે વાઘાણીએ જણાવ્યું કે સેવાસેતુ કાર્યક્રમનો સાતમો તબક્કો શરૂ થઇ રહ્યો છે. 2500 સેવા સેતુ કાર્યક્રમમાં 56 જેટલી સેવાઓ પુરી પાડવામાં આવશે. 22 ઓક્ટોબરથી 12 જાન્યુઆરી સુધી આ સેવાસુત કાર્યક્રમ યોજાશે તેમ પણ વાઘાણીએ કહ્યું હતું.

અતિવૃષ્ટિના કારણે થયેલા પાક નુકસાની બદલ સૌરાષ્ટ્રના 2.82 લાખ ખેડૂતોને સરકાર સહાય કરશે. સરકારે 4 જિલ્લાના ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની ઘોષણા કરી છે.546 કરોડ રૂપિયાના પેકેજનો લાભ 4 જિલ્લાના 2.82 લાખ ખેડૂતોને મળશે. આ માટે ખેડૂતો 25 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકશે.કૃષિ રાહત પેકેજ અંતર્ગત ગોડાઉન માટેની સહાયમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

હવે, ગોડાઉન માટે 50 હજારની જગ્યાએ સરકાર 1 લાખ રૂપિયાની સહાય કરશે.જામનગર, રાજકોટ, પોરબંદર અને જુનાગઢ ચાર જિલ્લાના 682 ગામોને લાભ આપવાનો સરકારે નિર્ણય કર્યો છે.ખેડૂતોને ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયા આપવાનો નિર્ણય આ પેકેજમાં કરવામાં આવ્યો છે. સાથે જ સૌરાષ્ટ્રમાં સતત વરસાદ ચાલુ રહ્યો હતો તેની પણ સર્વેની કામગીરી ચાલી રહી હોવાનું જીતુ વાઘાણીએ જણાવ્યું.

ત્યારે હવે દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં રાહત પેકેજની સહાયની રકમ જમા થઈ શકે છે. આ સહાય માટે SDRFના ધોરણ કરતા વધારાની રકમ રાજ્ય સરકાર બજેટમાંથી આપશે.

આ નિમિતે વાઘાણીએ જણાવ્યું કે સેવાસેતુ કાર્યક્રમનો સાતમો તબક્કો શરૂ થઇ રહ્યો છે. 2500 સેવા સેતુ કાર્યક્રમમાં 56 જેટલી સેવાઓ પુરી પાડવામાં આવશે. 22 ઓક્ટોબરથી 12 જાન્યુઆરી સુધી આ સેવાસુત કાર્યક્રમ યોજાશે તેમ પણ વાઘાણીએ કહ્યું હતું. ઉત્તરાખંડમાં ગુજરાતી પ્રવાસીઓને કોઈ તકલીફ ન થાય એ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરી છે. રોડ રસ્તા મામલે દિવાળી પહેલા તમામ સમારકામ પુરા કરવામાં આવે એ નિર્ણય લેવાયો છે.

 

 

આ પણ વાંચો : Kidney Transplant: માનવ શરીરમાં સૂવરની કિડનીનું કરાયું સફળ ટ્રાન્સપ્લાન્ટ, તબીબોને મળી મોટી સફળતા

Published on: Oct 20, 2021 03:35 PM