રાજકોટમાં ભીમનગરની જમીન PPP ધોરણે બિલ્ડરને સોંપવા મામલે સ્થાનિકોનો ઉગ્ર વિરોધ, RMC કચેરીએ રહીશોનું હલ્લા બોલ

|

Sep 26, 2024 | 3:54 PM

રાજકોટમાં ભીમનગરના રહેવાસીઓએ મોટી સંખ્યામાં મહાનગરપાલિકા ખાતે વિરોધ પ્રદર્શન કર્યુ. રાજકોટના ભીમનગર વિસ્તારના અનુસૂચિત જાતિના લોકોએ હલ્લાબોલ કર્યો. ભીમનગરની જમીન PPP ધોરણે બિલ્ડરને સોંપવા મામલે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો.

રાજકોટના ભીમનગરના રહેવાસીઓએ RM કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યુ. RMC કચેરી ખાતે મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો પહોંચ્યા હતા અને જય ભીમના નારા લગાવ્યા. નાના મવા રોડ પર આવેલા ભીમનગર વિસ્તારની જમીન PPP ધોરણે બિલ્ડરને સોંપવા માટે RMCએ પ્રક્રિયા હાથ ધરી છે. જેમા અંદાજિત 700 કરોડની જગ્યા જે.પી. કન્સ્ટ્રક્શન બિલ્ડરને સોંપવા કવાયત હાથ ધરાઈ છે. ત્યારે 103 કરોડના પ્રીમિયમમાં જમીન આપવા લેન્ડ ડિસ્પોઝલ કમિટીન રિપોર્ટ કરાયો છે. મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો સાથે પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમાર પહોંચ્યા હતા.

RMC દ્વારા ભીમનગરની જમીન જે.પી. કન્સ્ટ્રક્શનને સોંપવા માટે કવાયત હાથ ધરાઈ છે. 103 કરોડના પ્રીમિમમાં જમીન આપવા લેન્ડ ડિસ્પોઝલ કમિટીને રિપોર્ટ કરાયો છે. આ સંદર્ભે જ મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો સાથે પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમાર પણ RMC કચેરીએ પહોંચ્યા હતા. RMCના નિર્ણય સામે સ્થાનિકો ખૂબ આક્રોષિત છે. સ્થાનિકોની રજૂઆત છે કે તેઓ કોઈપણ ભોગે ભીમનગર વિસ્તાર ખાલી નહીં કરે. મરવાનું પસંદ કરશે પરંતુ ભીમનગર ખાલી કરવાનું નહીં.

ભીમનગરના સ્થાનિકો સાથ વિરોધ પ્રદર્શનમાં વિપક્ષના નેતા પણ જોડાયા. તેમણે PPP ધોરણે જમીન આપવામાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કર્યો. 700 કરોડની જમીન 103 કરોડમાં આપવાના નિર્ણયથી વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે. આ સાથે PPP યોજના રદ કરવાની અને ભ્રષ્ટાચારીઓ પર કાર્યવાહીની માગ કરાઈ છે.

ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
કબજીયાત અને ગેસને કુદરતી રીતે દૂર કરશે આ રસોડાની વસ્તું, જાણો કઈ રીતે કરવો ઉપયોગ
Video : 'ચાંદ સિફારીશ' ગીત પર છોકરીએ કર્યો અદભૂત ક્લાસિકલ ડાન્સ

હાલ આ સમગ્ર વિવાદ વચ્ચે મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ નિવેદન આપ્યુ છે. અગાઉ ટેન્ડર રદ થયુ હતુ, ફરી ટેન્ડર બહાર પડાયુ છે. હજુ ટેન્ડર જ બહાર પડાયુ છે કોઈ નિર્ણય લેવાયો નથી. PPP ધોરણે બિલ્ડરે ટેન્ડરમાં 103 કરોડની વેલ્યુએશન મુજબ ટેન્ડર ભર્યુ છે. આ વિસ્તારનો કેસ હાઈકોર્ટમાં હોવાથી હજુ અભ્યાસ કરવામાં આવશે. વધુમાં તેમણે ઉમેર્યુ કે 103 કરોડની વેલ્યુએશન સરકારના ધારાધોરણ મુજબ નક્કી થઈ છે. સ્લમ વિસ્તારના લોકોનો PPP ધોરણે સમાવેશ કરવામાં આવશે તેવો દાવો કરાયો છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article