ગુજરાતમાં આજે કોરોનાના 12,911 કેસ નોંધાયા, 22ના મોત
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કોરોનાની રફતાર ધીમી પડી છે. આજે રાજયમાં ફરી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. અને, રાજયમાં આજે છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા 12,911 કેસ નોંધાયા છે. જોકે કોરોનાના કારણે મૃત્યુઆંક થોડી ચિંતા વધારી રહ્યો છે.
ગુજરાતમાં (Gujarat) છેલ્લા બે દિવસથી કોરોનાની (Corona) રફતાર ધીમી પડી છે. આજે રાજયમાં ફરી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. અને, રાજયમાં આજે છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા 12,911 કેસ નોંધાયા છે. જોકે કોરોનાના કારણે મૃત્યુઆંક (Death) થોડી ચિંતા વધારી રહ્યો છે. આજે કોરોનાને કારણે 22 દર્દીના મોતના સમાચાર છે.
રાજયમાં આજે કોરોનાના કુલ 23,911 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. તો રાજયમાં હાલ કોરોનાના એકટીવ કેસની સંખ્યા 11,7884 છે. તો કોરોનાના 304 દર્દી વેન્ટીલેટર પર છે. જોકે, કોરોનાને કારણે મોતની સંખ્યામાં વધારો ચિંતાની બાબત બની ગઇ છે. અમદાવાદ શહેરમાં સાત લોકોનાં મૃત્યુ થયા. તો વડોદરામાં બે લોકોનાં મોત થયા. રાજકોટ શહેરમાં ત્રણ લોકો અને સુરતમાં એક વ્યક્તિનું મોત થયું છે.
મહેસાણામાં 302 નવા કેસ અને બે લોકોનાં મોત થયા છે. તો ભરૂચમાં પણ કોરોનાના 180 નવા કેસ અને બે દર્દીનાં મોત. જામનગર-વલસાડમાં કોરોનાના 172-171 નવા કેસ અને એક-એક વ્યક્તિનું મોત નિપજ્યું. રાજ્યના અન્ય જિલ્લાની વાત કરીએ તો વડોદરા જિલ્લામાં 524, સુરત ગ્રામ્ય 386, ગાંધીનગરમાં 364, પાટણમાં 270, રાજકોટ જિલ્લામાં 259, બનાસકાંઠા-કચ્છમાં 243-243 કેસ સામે આવ્યા. કોરોનાની ત્રીજી લહેરમાં પહેલીવાર નવા કેસ કરતા વધારે દર્દી સાજા થયા. રાજ્યમાં 23,197 લોકો સાજા થયા છે. ગુજરાતમાં હજુ પણ 1.17 લાખથી વધુ એક્ટિવ કેસ આમ નવા દર્દી કરતા દર્દી વધુ સાજા થયા છે.
ગુજરાતમાં જિલ્લાવાર કોરોના કેસોની સંખ્યા
રાજયમાં સૌથી વધારે અમદાવાદ જિલ્લામાં 4501 કેસ નોંધાયા છે. તો વડોદરામાં 2395 કેસ, સુરતમાં 1094, રાજકોટમાં 1267 કેસ, ગાંધીનગરમાં 522, ભાવનગરમાં 263 કેસ, જામનગરમાં 215, જૂનાગઢમાં 51 કેસ નોંધાયા છે.
રાજયના આઠ મેટ્રો શહેરમાં કોરોનાના કેસોની સંખ્યા
અમદાવાદ શહેરમાં 4405 કેસ, સુરત શહેરમાં 708 કેસ, વડોદરા શહેરમાં 1871 કેસ, રાજકોટ શહેરમાં 1008 કેસ, જામનગર શહેરમાં 172 કેસ, ભાવનગર શહેરમાં 233 કેસ, ગાંધીનગર શહેરમાં 364 કેસ, જુનાગઢ શહેરમાં 15 નવા કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : કૃષિ પ્રધાન રાઘવજી પટેલને કોરોના સંક્રમણ બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા
આ પણ વાંચો : MEHSANA : Online fraud, વિદેશ જવાની લ્હાયમાં યુવતીએ લાખો રૂપિયા ગુમાવ્યા