ગુજરાતમાં આજે કોરોનાના નવા 11,794 કેસ નોંધાયા, 33ના મોત

|

Jan 29, 2022 | 8:19 PM

ગુજરાતમાં આજે કોરોનાના કેસમાં આંશિક ઘટાડો નોંધાયો છે. ધીરેધીરે રાજયમાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. રાજયમાં આજે કોરોનાના નવા 11, 794 કેસ નોંધાયા છે. આ સાથે મૃત્યઆંક ચિંતાનો વિષય બન્યો છે. આજે કોરોનાને કારણે 33 દર્દીઓના મોત થયા છે.

ગુજરાતમાં આજે કોરોનાના કેસમાં આંશિક ઘટાડો નોંધાયો છે. ધીરેધીરે રાજયમાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. રાજયમાં આજે કોરોનાના નવા 11, 794 કેસ નોંધાયા છે. આ સાથે મૃત્યઆંક ચિંતાનો વિષય બન્યો છે. આજે કોરોનાને કારણે 33 દર્દીઓના મોત થયા છે.

ગુજરાતમાં કોરોના કહેર 

ગુજરાતમાં કોરોનાની સુનામી ધીમી પડી ગઈ છે.રાજ્યમાં કોરોનાના 12 હજારથી ઓછા નવા કેસ સામે આવ્યા. ગુજરાતમાં કોરોનાના 11,794 કેસ નોંધાયા. પરંતુ કોરોનાની ત્રીજી લહેર દરમિયાન સૌથી વધારે 33 દર્દીના નિધન થયા. અમદાવાદ શહેરમાં 3990 નવા કેસ સાથે 7 દર્દીના મૃત્યુ થયા. તો વડોદરા શહેરમાં 1816 કેસ સાથે 3 દર્દીના નિધન થયા. રાજકોટ શહેરમાં 716 નવા કેસ સામે આવ્યા અને 3 દર્દીના મોત થયા. જ્યારે સુરત શહેરમાં 511 કોરોના કેસ સાથે 2 દર્દીનાં મૃત્યુ નિપજ્યા. ભાવનગર શહેરમાં 203 નવા કેસ સાથે 4 દર્દીના મોત થતા સ્થાનિકોમાં ચિંતા વધી છે. મહેસાણામાં કોરોનાના 313 અને પાટણમાં 280 દર્દી નોંધાયા. જ્યારે આણંદ અને વલસાડમાં 151 કેસ સાથે 2-2 દર્દીનાં મોત થયા. રાજ્યમાં 21655 દર્દી સારવાર બાદ સાજા થયા. ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા 1 લાખથી નીચે આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના 98,021 એક્ટિવ કેસ છે. જે પૈકી 285 દર્દી વેન્ટીલેટર સારવાર હેઠળ છે.

રાજ્યમાં કોરોનાના કેસ ભલે ઘટી રહ્યાં હોય પરંતુ મોતનો આંકડો ડરાવી રહ્યો છે. 29 જાન્યુઆરીએ કોરોનાના 33 દર્દીઓના નિધન થયા. તો 28 જાન્યુઆરીએ 30 દર્દીઓને કાળમુખો કોરોના ભરખી ગયો હતો. 27 જાન્યુઆરીએ 22 દર્દીના નિધન થયા. જ્યારે 26 જાન્યુઆરીએ 21 દર્દીના મોત થયા હતા. રાજ્યમાં 25 જાન્યુઆરીએ 28 દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતા.

આ પણ વાંચો : RAJKOT : સિંગતેલ, કપાસિયા તેલ અને પામોલીન તેલમાં આગઝરતી તેજી, ખાદ્યતેલોના ભાવ જાણો

આ પણ વાંચો : Morbi: ધંધુકા ગામે વિધર્મીઓ દ્વારા કિશન ભરવાડની હત્યાનો કેસઃ હથિયાર આપનાર રાજકોટના અઝીમ સમાનો ભાઈ મોરબીથી પકડાયો

Published On - 7:50 pm, Sat, 29 January 22

Next Video